અમદાવાદઃ ત્રણ મહિનાના લોકડાઉનમાં ગુજરાતી પ્રજા જરૂરિયાત સિવાયની ખરીદી ભૂલી ગઈ હતી. પણ બજારો ખુલતાની સાથે જ વેપારીઓ પણ તેમના કામ ધંધે લાગી ગયા છે અને લોકલ વેપારીઓ ગ્રાહકની રાહ જોઈ રહ્યા છે.
લોકડાઉનને કારણે અમદાવાદમાં આવેલા મોટા શૉ રૂમ પણ અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે. આવા સમયમાં સિંધુ ભવન અને શહેરના બીજા વિસ્તારો માં પણ શૉ રૂમ ધરાવતા શાયોના ગ્રૂપ માં આ ઓનલાઈન વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેનાથી અત્યારે ઉત્પાદિત વસ્તુઓ વહેંચી આવક મેળવી શકાય અને કર્મચારીઓને પગાર પણ આપી શકાય. કાપડ બજારમાં કોરોના બાદ ડિમાન્ડ જોવા મળી રહી છે. કેમ કે અત્યારે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે જેની ખરીદીઓ શરૂ થઈ ચૂકી છે.
લોકડાઉનમાં અત્યારે બધું જ ઓનલાઇન થયું છે. બાળકોના શિક્ષણથી માંડીને દરેક નાના કરિયાણા વાળા પણ તમારા ઘરે વસ્તુ પહોંચાડી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કાપડ બજારમાં પણ હવે વેપારીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે.
હાલ સ્થિતિ જોઈએ કે ડિજિટલાઈઝેશન, લોકો ઓનલાઈન ખરીદીને વધારે મહત્વ આપી રહ્યાં છે. દરેક વેપારીઓએ અત્યારે અને ભવિષ્યના સમય માટે ઓનલાઈન અને સોશિયલ મિડિયાના ઉપયોગથી વેચાણને મહત્વ આપવું જરુરી બની ગયુ છે. ત