અમદાવાદ: વિશ્વમાં જ્યારે પણ કોઈ મંદિર નિર્માણની વાત આવે ત્યારે આર્કિટેક માટે અમદવાદના આર્કિટેકને પહેલી તક આપવામાં આવતી હોય છે. 13 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન દ્વારા ખુલ્લા મુકાયેલા કાશી વિશ્વનાથ કોરિડોરમાં અમદાવાદના આર્કિટેક વિરેન્દ્ર ત્રિવેદીએ (contribution of Ahmedabad Architect in Kashi Vishwanath Corridor) મહત્વનું કામ કર્યું છે. જોકે પ્રિન્સિપાલ આર્કિટેક્ટ તરીકે કાશી વિશ્વનાથ કોરીડોરનો પ્રોજેક્ટ બિમલ પટેલને મળ્યો હતો પરંતુ તેમાના કેટલાક મહત્વના કામ વિરેન્દ્ર ત્રિવેદીને આપતા કાશી કોરીડોરનો મુખ્ય દરવાજાથી લઈ વિવિધ પ્રકારની ડીઝાઇન શહેરના વિરેન્દ્ર ત્રિવેદીએ (Exclusive Interview Virendra Trivedi) કરી છે.
પ્રશ્ન: કાશી વિશ્વનાથ કોરિડોરમાં તમે આર્કિટેક્ટ તરીકે કયા પ્રકારની કામગીરી કરી છે ?
જવાબ: કોરિડોરમાં (Kashi Vishwanath Corridor) મેઈન પરિસરનો જે ભાગ છે તે 75 બાય 42 મીટરની જગ્યામાં છે, તેને ડેવલપ કરવાનો હતો. જેમાં એ રીતે ડિઝાઇન કરવાનું હતું, જેમાં જૂનું આર્કિટેક્ટ અને તેની વિશેષતાઓ બરકરાર રહે. જેથી અમે ત્યાં ગયા અને ફોટોગ્રાફ્સ લઈ તેનું સ્ટડી કર્યું અને ડીઝાઇન તૈયાર કરી. અમે કન્સેપ્ટના હિસાબથી અહીં ડીઝાઇન કરી, જેમાં 71 બેઝ અલગ અલગ બનાવ્યા. 12 ફૂટ સુધીના ડેપ્થના બેઝ બનાવ્યા. પહેલા બેઝ જે હતા તે અસ્ત વ્યસ્ત અને નાના મોટા હતા તેને ઠીક કર્યા, મેઈન મંદિર અને મેઈન ગેટને ગંગા સાથે જોડી શકાય તે રીતે કોરિડોરમાં ડિઝાઇન કરાઈ. 4 મેન ગેટ છે તે ડીઝાઇન કર્યા.
પ્રશ્ન: આ સિવાય મંદિરના અંદરના ભાગની કયા પ્રકારની ડીઝાઇનનું કામ કર્યું ?
જવાબ: અંદરનું પિલર, આર્ટ, મોલ્ડિંગ, દીવાલને લાઈટિંગ સાથે એલિબ્રેટ કરી. 71 કોરીડોરમાં 22 બેઝમાં એમ્બુઝ વર્કના બેનર બનાવ્યા, ભગવાન શંકરનાં કાશી સાથે શું સંબંધ હતો, તેને જોડતા આ બેનર બનાવવામાં આવ્યા છે. આ સિવાય ત્યાં 25 એવા બેનર છે, જેમાં શંકર ભગવાનની ભક્તિમાં કંઈ રીતે થઈ શકે છે તેને બતાવવામાં આવ્યું છે.
પ્રશ્ન: ડિઝાઇન કરતા પહેલા કેટલા સ્કેચ બનાવવા પડતા હતા ?
જવાબ: સ્કેચ નથી બનાવ્યા કેમ કે, અમે જૂના આર્કિટેક્ટને રી ડ્રો કરી નવી ડિઝાઇનમાં ફીટ કર્યા છે. કેમ કે જૂનું આર્કિટેક્ટ તેની વિશેષતા બરકરાર રહે એ રીતે જ કામ કર્યું છે.
પ્રશ્ન: તમારા પુરા કામને કેટલો સમય લાગ્યો હતો?
જવાબ: 6 મહિના સુધી આ કામ ચાલ્યું હતું. આ પ્રક્રિયા સતત ચાલુ રહી હતી. ઘાટ પર જે સૌથી મોટો ગેટ હતો જ્યાં મોદી સાહેબ ત્યાર ફરીને આવ્યા તેની ડિઝાઇન પણ બિમલભાઈના કહેવાથી મે બનાવી હતી.
પ્રશ્ન: વડાપ્રધાનનું આ કામને લઈને કોઈ સૂચન હતું ?
જવાબ: નહિ તેમની કોઈ ડિમાન્ડ કે સૂચન નહોતું. જોકે એ પ્રિન્સિપાલ આર્કિટેક્ટ સાથે કોઈ વાત થઈ હોય શકે છે. કેમ કે, જ્યારે તેમનો સુઝાવ હોય ત્યારે જ એ શક્ય બને છે.
પ્રશ્ન: કાશી વિશ્વનાથનું હેરિટેજ અને પરંપરા રિફલેક્ટ થાય એ રીતે ડિઝાઇનમાં શું કામ કર્યું છે ?
જવાબ: જૂની ડીઝાઇન એમ જ રાખી છે તેને કમ્પાઇલ કરવામાં આવી છે.
પ્રશ્ન: આ કામને અંજામ આપતા પહેલા શું અભ્યાસ કર્યો હતો ?
જવાબ: ત્યાંનું આર્કિટેક્ટને નિહાળ્યું, તમામ ઘાટમાં ફર્યો, ત્યાંના આસપાસના મંદિરો ફર્યો અને તેની સ્ટડી કરી અને ત્યાર બાદ આ ડીઝાઇન અને કન્સેપ્ટ સાથે ડીઝાઇન કરી.
પ્રશ્ન: આ સિવાય કયા પ્રકારના આર્કિટેક્ટને લગતા યાદગાર કામો કર્યા છે ?
જવાબ: દિલ્હીનું અક્ષરધામ અને તેના ગેટ જેમાં મયુર ગેટ, મોન્યુમેન્ટ વગેરે ડીઝાઇન કર્યા. આ ઉપરાંત અન્ય કચ્છના સ્વામિનારાયણ મંદિર, ભાવનગર, દિલ્હીના અન્ય મંદિરો, હસ્તિનાપુરનું અસ્ટાપુર આ ઉપરાંત લંડનના મંદિરો ત્યાંના ગુરુદ્વારા તેમજ યુએસમાં જૈન મંદિરમાં આર્કિટેક્ટ તરીકે ત્યાં કામ કર્યું છે.
પ્રશ્ન: જ્યારે કોઈ જગ્યાએ આર્કિટેક્ટને લગતું મહત્વનું કાર્ય આરંભ કરો છો ત્યારે સૌથી પહેલો વિચાર શું આવે છે ?
જવાબ: એ જગ્યા ક્યાં બને છે, તેના લોકેશનની શું વિશેષતા છે, ત્યાંનું પૌરાણિક આર્કિટેક્ટ શું છે તે તમામ બાબતોને સ્ટડી કર્યા બાદ જગ્યાને અનુરૂપ ડીઝાઇન હોવી જોઈએ તે પહેલા વિચાર આવે છે. આ ઉપરાંત ડિમાન્ડ વગેરે બાબતોને ડિઝાઇનમાં ધ્યાનમાં રાખવામાં આવે છે.
આ પણ વાંચો: Exclusive Interview Bharat Pandya: મને અટલજીના અસ્થિ વિસર્જન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતુ: ભરત પંડ્યા
આ પણ વાંચો: Exclusive Interview Niilam Paanchal: આવો જાણીએ એક પ્રસિદ્ધ અભિનેત્રીની 18 વર્ષની એક્ટિંગની સફર વિશે...