ETV Bharat / city

સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્કલેવની વિશેષતાઓ જાણો

અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પૂર્વે ક્રિકેટની રમતના વિવિધ રેકોર્ડ્સ માટે જાણીતું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તૈયાર થયેલા વિશ્વના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે વધુ જાણીતુ બન્યું છે. ક્રિકેટ સિવાય અન્ય રમતોને પણ પ્રાધાન્ય મળે અને પ્રોત્સાહન મળે તે માટે સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું નિર્માણ પણ કરવામાં આવશે, જેનું ભૂમિપૂજન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Feb 24, 2021, 6:16 PM IST

  • ક્રિકેટ સિવાયની રમતોને પ્રધાન્ય અપાશે
  • સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવનું ભૂમિપૂજન રાષ્ટ્રપતિએ કર્યું
  • આંતરરાષ્ટ્રીય ધારાધોરણ અપનાવાશે

અમદાવાદઃ સ્પોર્ટ્સ એન્કલેવથી શહેરને રમત-ગમત માટેની જરૂરિયાતો સંતોષાવા સાથે રમતગમત ક્ષેત્રમાં પ્રોત્સાહન મળશે. આ સમગ્ર સુવિધાઓથી રમતગમત, એથ્લેટીક, ફુટબોલ, એક્વેટીક, બાસ્કેટબોલ, ટેનિસ, હોકી જેવી વિવિધ ઇન્ડોર અને આઉટડોર 20થી વધુ ઓલ્મપીક રમતો માટેની સગવડો ઉભી થતા મોટેરા સ્પોર્ટ્સ કેપીટલ તરીકે ઉભરી આવશે. અહીંની તમામ સુવિધાઓ આતરરાષ્ટ્રીય માપદંડ અને ધારાધોરણ મુજબ નિર્મિત કરવામાં આવી રહી છે. જેથી રાજ્યના ઉભરતા રમતવીરોને રમત-ગમત માટે સંપૂર્ણ સહકાર મળે અને દેશમાં ઓલમ્પિક રમત માટેના ખેલાડીઓ તૈયાર કરી શકાય. જે ભારતની રમત-ગમત પ્રતિષ્ઠાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરે છે.

સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્કલેવની વિશેષતાઓ નીચે મુજબ છે

• 50 હજાર બેઠકોનું એથ્લેટિક-ફુટબોલ સ્ટેડિયમ(400 મીટરના ટ્રેક સાથે)
• 10થી 12 હજાર બેઠકો ધરાવતું ઇન્ડોર એરેના જ્યાંથી વિવિધ રમતોને જોઇ શકાશે
• 4 લાખ ચોરસ મીટરનું ઇન્ડોર સ્પોર્ટસ સેન્ટર(વિવિધ રમતો માટે ફ્લેક્સીબલ હોલ અને મદદરૂપ જગ્યા સાથે)
• 1 લાખ 20 હજાર ચોરસ મીટરનું ઇન્ડોર એક્વેટિક સેન્ટર(50x25મીટર ઇન્ડોર અને આઉટડોર પુલ સાથે)
• 15 હજાર બેઠકો ધરાવતું હોકી સ્ટેડીયમ
• 5 હજાર બેઠકો ધરાવતું રગ્બી, ફુટબોલ વગેરે માટેના મેદાન
• 5 હજાર બેઠકો ધરાવતું સાયકલીંગ માટેનું હેલોડ્રોમ
• 5 હજાર બેઠકો ધરાવતું ટેનિસ સ્ટેડિયમ અને 12 વધારાના ટેનિસ સ્પોર્ટસ
• વિવિધ રમત ધરાવતા એરેના અને મેદાન
• વોટર સ્પોર્ટસ માટે બોટીંગ કેન્દ્ર
• બેડમીંટન , ટેબલ ટેનીસ, બોક્સિંગ અને તલવાર બાજી વગેરે માટે ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટસ
• 3 હજાર એપાર્ટમેન્ટ સાથેનું એથ્લેટીક વિલેજ (12500 બેડ સાથે)
• 7500 કાર અને 1500 દ્વિ-ચક્રી વાહનો માટેની પાર્કીંગ સુવિધા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.