ETV Bharat / city

Law on Stray Cattle In Gujarat: માલધારી સમાજની ચીમકી, કાયદો પરત ખેંચવામાં નહીં આવે તો ગાયો સાથે વિધાનસભા ઘેરશે - અમદાવાદમાં માલધારી સમુદાય માટે વસાહત

ગુજરાત કૉંગ્રેસ કાર્યાલય ખાતે માલધારી સેલની બેઠક મળી. આ બેઠકમાં વિધાનસભામાં રખડતા ઢોર પરના કાયદા (Law on Stray Cattle In Gujarat) પર ચર્ચા કરવામાં આવી. સાથે જ આ કાયદો પર લેવામાં નહીં આવે તો માલધારી સમાજ ગાય સાથે રાખીને સચિવાલયનો ઘેરાવો કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

માલધારી સમાજની ચીમકી, કાયદો પરત ખેંચવામાં નહીં આવે તો ગાયો સાથે વિધાનસભા ઘેરશે

author img

By

Published : Apr 6, 2022, 7:10 PM IST

અમદાવાદ: વિધાનસભા સત્રમાં રખડતા ઢોરને લઇને જે કાયદો (Law on Stray Cattle In Gujarat) લાવવામાં આવ્યો છે તે કાયદાને લઇને માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં માલધારી સમાજ દરેક તાલુકા મથકે આવેદન આપી આ બિલનો વિરોધ (bill to control stray cattle in gujarat) કરશે.

ગુજરાતના 2300 ગામડામાં જીરો ટકા ગૌચર જમીન.

માલધારી સમાજ માટે પણ જગ્યા ફાળવવામાં આવે- ગુજરાત માલધારી સેલ (Gujarat Maldhari Cell)ના પ્રમુખ અમિત લવતુકાએ જણાવ્યું કે, માલધારી સમાજ ગામડામાં વસવાટ કરતો હતો. જેમ જેમ શહેરીકરણ વધતું ગયુ તેમ તેમ માલધારી સમાજ શહેર તરફ આવતો ગયો. શહેરમાં જેમ બાગ-બગીચા માટે જગ્યા ફાળવવામાં આવે છે તેમ માલધારી સમાજ માટે પણ જગ્યા (Space for the Maldhari community) ફાળવવામાં આવે તેવી માંગણી છે.

આ પણ વાંચો: Animal Control Act: વિધાનસભામાં પાસ થયેલો પશુ નિયંત્રણ કાયદો રદ કરવાની કોંગ્રેસે કરી માંગ

કૉંગ્રેસે માલધારી સમાજ માટે વસાહત ઊભી કરી હતી- વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માલધારી સમાજ માટે ભૂતકાળમાં કૉંગ્રેસે ઓઢવ, જશોદાનગરમાં વસાહત (colony for maldhari community in ahmedabad) ઊભી કરી હતી. માલધારી સમાજ ક્યારેય પણ ઇચ્છતો નથી કે, કોઈ પશુથી રાહદારીનું અવસાન થાય પણ સરકારે તેની વ્યવસ્થા કરવી જોઈએ.

માલધારી સમાજ દરેક તાલુકા મથકે આવેદન આપી આ બિલનો વિરોધ કરશે.

ગુજરાતના 2300 ગામડામાં ગૌચર જમીન નથી- હાલની પરિસ્થિતિમાં ગુજરાતના 2300 ગામડામાં જીરો ટકા ગૌચર જમીન (gauchar land in gujarat) છે, જ્યારે 50 ટકાથી વધુ ગામડામાં 50 ટકા જેટલી ગૌચર જમીન છે. ગૌમાતા એ હિન્દુ સંસ્કૃતિની ધરોહર (Heritage of Hindu culture) છે. સરકાર ચૂંટણી આવે ત્યારે ગૌમાતાને આગળ રાખી મત લે છે.

આ પણ વાંચો: Gujarat Cabinet Meeting: 15 દિવસમાં બજેટના નાણા રિલીઝ કરવા સૂચના, માલધારી સમાજ સાથે CM કરશે બેઠક

સરકારને 2 દિવસનું અલ્ટીમેટમ- માલધારી સમાજ દ્વારા રાજ્ય સરકારને 2 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો 2 દિવસમાં કાયદો પરત લેવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાંથી માલધારી પોતાની ગાયો લઈને વિધાનસભાનો ઘેરાવો કરશે અને સચિવાલયમાં ગાયોને બાંધવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.