ETV Bharat / city

સ્થાનિક સમસ્યાના નિવારણો માટેના સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપતી સરકાર - Gujarat Council of Science and Technology

ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન ટ્રેનીંગ પ્રોગ્રામ (Online training program at Gandhinagar) ‘બેઝીક્સ ઓફ વર્નાક્યુલર ઇનોવેશન’નો પ્રારંભ (Beginning of Basics Vernacular Innovation) કરવામાં આવ્યો હતો.

સ્થાનિક સમસ્યાના નિવારણો માટેના સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપતી સરકાર

author img

By

Published : Jan 25, 2022, 7:33 AM IST

અમદાવાદ: ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી (Office Commissioner of Higher Education) દ્વારા 24 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી-2022 દરમિયાન ‘બેઝીક્સ ઓફ વર્નાક્યુલર ઇનોવેશન’ (Beginning of Basics Vernacular Innovation) ઓનલાઈન ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રણેય પ્રવાહના વિધાર્થીઓ કરશે ઇનોવેશન

રાજ્યના આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજોમાં અભ્યાસ કરતા નોન-ટેકનિકલ વિધાર્થીઓ પણ ઇનોવેશન કરી શકે તેવા હેતુથી ઇનોવેશન ક્લબ સમગ્ર રાજયની સરકારી, બિન-સરકારી અનુદાનિત કોલેજો અને ગ્રામ વિદ્યાપીઠોમા ઇનોવેશન કલબનું ગઠન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત રાજ્યના વધુમાં વધુ વિધાર્થીઓને સર્જનાત્મક વિચારો માટે પ્રોત્સાહિત કરી સ્ટાર્ટઅપ્સ માટે તૈયાર કરવામા આવશે. જેથી સ્થાનિક યુવાનો દ્વારા સ્થાનિક સમસ્યાઓનું સ્થાનિક સમાધાન મળી રહે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

નીતિ આયોગની પહેલ

દેશભરમાં ઈનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવાની મહત્વાકાંક્ષા સાથે ‘અટલ ઈનોવેશન મિશન’ (Atal Innovation Mission), નીતિ આયોગ દ્વારા વર્નાક્યુલર ઈનોવેશન પ્રોગ્રામ (Vernacular Innovation Program) શરૂ કરવામાં આવ્યું છે. વર્નાક્યુલર ઇનોવેશન પ્રોગ્રામ (VIP) ભારતમાં ઇનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોને ભારત સરકાર દ્વારા 22 અનુસૂચિત ભાષાઓમાં ઇનોવેશન ઇકોસિસ્ટમમાં પ્રવેશ મેળવવા માટે સક્ષમ બનાવશે.

ઈનોવેશન કલબ કારગત નીવડશે

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં થયેલ જોગવાઈ અનુસાર ઇનોવેશન અને રિસર્ચને વધુમાં વધુ આગળ લઇ જવા ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી દ્વારા શરુ કરવામાં આવેલ ઈનોવેશન કલબ કારગત નીવડશે.

ડુ ઇટ યોરસેલ્ફ - અભિગમ અંતર્ગત વિધાર્થીઓને કીટ અપાશે

કાર્યક્રમના ફળસ્વરૂપે સંશોધન અને ઇનોવેશનને “આઈડીયા ટુ સ્ટાર્ટ-અપ” સુધી સાકાર કરવા માટે SSIP 2.0 અંતર્ગત ફંડીંગની સહાયતા પૂરી પાડવામાં આવશે. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ (Gujarat Council of Science and Technology) આ ટ્રેનીંગ પ્રોગ્રામ દરમિયાન ટેક્નિકલ એજન્સી તરીકે મદદ કરશે. અદ્યતન વિષય સાથે DIY (ડુ ઈટ યોરસેલ્ફ) મેન્યુઅલ વૈજ્ઞાનિક કિટ્સ તૈયાર કરશે અને આ કીટના ઉપયોગ અંગેની તાલીમ પણ અપાશે.

હજારો વિધાર્થીઓ જોડાશે

શિક્ષણ અગ્ર સચિવ એસ.જે હૈદરે જણાવ્યુ હતુ કે, આ પ્રોગ્રામમાં 01 હજાર જેટલા પ્રાધ્યાપકો અને 05 હજાર જેટલા વિદ્યાર્થીઓ જોડાશે. અંદાજે 06 હજાર જેટલા સહભાગીઓ માટે ઓનલાઈન 26 કલાસરૂમ બનાવવામાં આવશે. તેમજ તેનું You-Tube પર લાઇવ બ્રોડકાસ્ટિંગ પણ કરવામાં આવશે. ટ્રેનીંગ દરમિયાન દરેક સેશન બાદ એસાઈમેન્ટ આપવામાં આવશે, જેની પુર્તતા થયા બાદ તાલીમાર્થીઓને ઈ-સર્ટિફિકેટ આપવામાં આવશે. તેમજ ટ્રેનિંગ પૂર્ણ થતાં રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન પણ કરાશે.

બ્લોક પ્રોગ્રામિંગને આધારે અપાશે ટ્રેનિંગ

આ ટ્રેનિંગ કોર્સમાં બ્લોક પ્રોગ્રામિંગની મૂળભૂત બાબતો, તેના ઉપયોગો અને વિવિધ એપ્લિકેશનોના અમલીકરણ ઉપર 15 ટ્રેનીંગ સેશનો યોજાશે. ટ્રેનીંગ પ્રોગ્રામના મોડયુલમાં મોશન બ્લોક્સ, લુક્સ બ્લોક્સ, સાઉન્ડ બ્લોક્સ, ઇવેન્ટ બ્લોક્સ, કંટ્રોલ બ્લોક્સ, સેન્સિંગ બ્લોક્સ, ઓપરેટર્સ બ્લોકસ અને વેરિયેબલ બ્લોક્સનો પણ સમાવેશ કરવામાં આવશે.

ક્રિએટિવ લાર્નિંગને પ્રોત્સાહન

ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી એમ. નાગરાજને જણાવ્યુ હતુ કે, ઇનોવેશન ક્લબ અંતર્ગત યુવાનો ઇનોવેશન માટે પ્રેરાય તે હેતુથી “અમૃત નવસર્જન પ્લેટફોર્મ”નું નિર્માણ અમદાવાદની કેસીજી કચેરી ખાતે કરવામાં આવ્યું હતુ. “અમૃત નવસર્જન” એ ગુજરાતી ભાષામાં બ્લોક આધારિત કોડિંગ પ્લેટફોર્મ છે જે સ્થાનિક સાંસ્કૃતિક પાસાઓ સાથે સમાવિષ્ટ છે. આ પ્લેટફોર્મ ક્રિએટિવ લર્નિંગ સાથે ગેમ્સ, સ્ટોરીઝ અને એનિમેશન બનાવવા માટે ઇન્ટરેક્ટિવ વિઝયુઅલ અને બ્લોક આધારિત એક પ્રોગ્રામિંગ એપ્લિકેશન છે.

આ પણ વાંચો:

વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપને વેગ આપવા વેબસાઈટ તૈયાર કરાશે: જીતુ વાઘાણી

3300 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે: જીતુ વાઘાણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.