- શિયાળની થઈ શરૂઆત
- લોકો કરે છે સવારમાં અનેક કસરતો અને લાફિંગ થેરાપી
- 'લાફિંગ થેરાપી' છે અઢળક બીમારીઓનો ઉપચાર
- અનેક બીમારીઓથી અપાવે છે છૂટકારો
અમદાવાદ: શિયાળામાં વહેલી સવારે (winter season) ગાર્ડનમાં બાળકોથી લઇ સિનિયર સિટીઝન સુધી તમામ લોકો કસરત કરતા નજરે પડે છે. આ જ કસરત પૈકીની એક લાફિંગ થેરાપીનું પણ ખૂબ જ મહત્વ છે. આજે આપણે લાફિંગ થેરાપી (Laughing therapy) શું છે, તેના ફાયદા અને કયા લોકોએ લાફિંગ થેરાપી ન કરવી જોઈએ તે વિશે જાણીશું.
લાફિંગ થેરાપી શું છે ?
લાફિંગ થેરાપીમાં સમૂહમાં લોકો ખડખડાટ, પ્રસન્ન અને ખુલ્લા મને હાસ્ય કરે છે. હાસ્ય થેરાપી (Laughing therapy) સમૂહ અથવા એકલા કરી શકાય તે પ્રકારની શ્રેષ્ઠ કસરત છે. સૌથી મહત્વપૂર્ણ તો એ છે કે આ થેરાપી સવાર, બપોર કે સાંજ ગમે ત્યારે કરી શકાય છે પરંતુ સૌથી શ્રેષ્ઠ સમય સવારનો માનવામાં આવે છે. આ થેરાપીની જમ્યા પછી 20 મિનિટ પછી કયારે પણ કરી શકાય છે.
લાફિંગ થેરાપીના મુખ્ય ત્રણ પ્રકાર છે
- પહેલી ક્રિયામાં મો ખુલ્લું રાખી ખુલ્લા દિલે ખડખડાટ હસવાનું છે.
- બીજી ક્રિયામાં મોં બંધ રાખી અવાજ કર્યા વગર હસવાનું છે.
- ત્રીજી ક્રિયામાં મો ખુલ્લું રાખી હસવાનું છે પણ ગળામાંથી અવાજ ઘોડાની હણહણાટી જેવો કાઢવાનો છે.
આ ત્રણેય ક્રિયા પાંચ વાર કરવાની હોય છે. આ હાસ્યની ક્રિયા તમારા ઘરમાં, બગીચામાં કે અગાસીમાં ઉપર રહીને કરી શકાય છે. ક્રિયા કરતી વખતે હાથ ઊંચા- નીચા કરવા તથા શરીરને કમરેથી વાળવાની ક્રીયા પણ તમારી શક્તિ પ્રમાણે કરવી જોઈએ.
લાફિંગ થેરાપીના ફાયદા
લાફિંગ થેરાપી (Laughing therapy) થી ફેફ્સાંના રોગો ઉધરસ, દમ વગેરેમાં ફાયદો (Benefits of Laughing Therapy) થાય છે. ફેફ્સામાં અને શ્વાસ નળીમાં ભરાઈ ગયેલો જૂનો કફ નીકળી જવાથી શ્વાસની તકલીફ જતી રહે છે. ફેફ્સાની ઓક્સિજન લેવાની શક્તિમાં છથી આઠ ગણો વધારો થાય છે. છાતી અને પેટ વચ્ચે રહેલ ડાયાફામ, પેટના સ્નાયુઓ અને પીઠના સ્નાયુઓ મજબૂત થાય છે. થાક્યા વગર તમે ટટ્ટાર બેસી શકો, ઊભા રહી શકો અને કામ કરી શકો છો. હસવાની ક્રિયાના કારણે પેટના સ્નાયુઓને ડાયા ફાર્મ નિયમબદ્ધ થવાને લીધે પેટમાં રહેલા બધા અંગોને મસાજ મળે છે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે.
રોગ પ્રતિકારક શક્તિ વધે છે
હૃદય ફેફ્સાં અને રક્તવાહિનીઓની ક્ષમતા વધે છે. આખા શરીરના બધા જ અંગોને પ્રાણવાયુનો પુરવઠો મળે છે. જેને લીધે સારો અનુભવ થાય છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જેથી નાની મોટી કોઈપણ બેક્ટેરીયા કે વાઈરસથી થતી બીમારીઓ થતી નથી. નિયમિત કસરતના કાર્યક્રમથી કેલરી બળે છે, તમારું વજન ઘટે છે અને શરીર સુદૃઢ બને છે. આ સાથે માનસિક દબાણ ચિંતા હતાશા અને નિરાશા પણ ગાયબ થઈ જાય છે. બીપી અને ડાયાબિટીસના દર્દીઓને પણ રાહત મળે છે.
લાફિંગ થેરાપી કોણ ન કરી શકે
એવા વ્યક્તિઓ કે જેમને ઝામર એટલે કે ગ્લુકોમાં હોય, કોઈપણ પ્રકારનો હર્નિયા થયો હોય. સ્ત્રીઓમાં વધારે પડતું માસિક આવતું હોય અથવા પ્રોલેપ્સ (uterus) હોય. કબજિયાતને કારણે થયેલા ફાઇલ્સને પીસર હોય અને જેમાંથી લોહી નીકળતું હોય, હૃદયનો દુખાવો એન્જાઇના હોય તેવા લોકોએ લાફિંગ થેરાપી ન કરવી જોઈએ. આમ છતાં ઝામરમાં દવા ચાલુ હોય અને પ્રેશર નોર્મલ હોય. હર્નિયાનું ઓપરેશન કરાવે પણ ત્રણ માસ થઇ ગયા હોય તેવા લોકો આ થેરાપી (Laughing therapy) નો લાભ લઇ શકે છે.
આ પણ વાંચો: બનાસકાંઠાનાં દિયોદર ખાતે કોંગ્રેસનો 'જન યાત્રા' કાર્યક્રમ યોજાયો હતો
આ પણ વાંચો: કોઈ શું ખાય એનાથી મને કોઈ મતલબ નથી: નોનવેજ પ્રતિબંધ પર ગુજરાતના મુખ્યપ્રધાનનું નિવેદન