ETV Bharat / city

આ રીતે કેમિકલ બન્યું દેશી દારૂ, અને અત્યાર સુધી લીધા 39ના ભોગ

રાજ્યમાં થયેલા નકલી દારૂના કાંડમાં 39 લોકોના (Latthakand death) મૃત્યુ થયા છે. દારૂના પ્યાસીઓને દારૂના નામે કેમિકલ આપી ઠગવામાં આવતા હતા, પરંતુ તે ખેલ ઉલ્ટો પડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં 50થી વધુ લોકોની તબિયત ખરાબ થઈ છે. હજૂ પણ મોતનો આંકડો વધી શકે છે, ત્યારે આપને જણાવીશું કે, આ કાંડ કેવી રીતે ઘટ્યો અને ઘટના પાછળનું મુખ્ય કારણ શું હતું...

દારૂની આડમાં કેમિકલ વેંચાયું
દારૂની આડમાં કેમિકલ વેંચાયું
author img

By

Published : Jul 26, 2022, 5:48 PM IST

Updated : Jul 27, 2022, 11:49 AM IST

અમદાવાદઃ રાજ્યમાં દેશી દારૂને લઈને વારંવાર અનેકો ઘટનાઓ સામે આવતી હોય છે. આ ઉપરાંત, ઘણી ઘટનાઓ એવી હોય છે, જેના કારણે માત્ર રાજ્ય જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં હાહાકાર મચી જતો હોય છે. તેવી જ એક ઘટના બોટાદ સહિત અમદાવાદના ધંધુકમાં બની (Botad Latthakand Case ) છે. આ ઘટનામાં, દારૂ પીનારા લોકો નકલી દારૂકાંડની ઝપેટમાં આવી (Hooch Tragedy Gujara) ગયા છે. જેમાં, આ બન્ને જિલ્લાના 52 લોકોને અસર થઈ હતી, આ બાદ 39 લોકોના મોત થયા છે.

દારૂની આડમાં કેમિકલ વેંચાયું - બોટાદ જિલ્લાના રોજીદ, ચોકડી, નભોઈ ગામ, અમદાવાદના ધંધુકા સહિતના લોકો આ કથિત કેમિકલકાંડનો ભોગ બન્યા છે. આ તમામ ગામોમાં દેશી દારૂની આડમાં કેમિકલ વેંચવામાં આવતું હતું. આ મિથેનોલ આલ્કોહોલ નામના કેમિકલમાં પાણી ભેળવીને દારૂના પ્યાસીઓને આપવામાં આવ્યું હતું, જેને કારણે 39 લોકોનો ભોગ લેવાયો હતો. ભોગ બનનારાઓ જે વ્યક્તિઓ દારૂ સમજીને પી રહ્યા હતા, તે ખરેખર દારૂ નહીં પરંતુ મિથેનોલ નામનું કેમિકલ હતું. આ નકલી દારૂમાં 99 ટકા કેમિકલ (99 percent chemicals in fake alcohol) હોવાની પોલીસ દ્વારા વાત કરવામાં આવી રહી છે.

દારૂની આડમાં કેમિકલ વેંચાયું

આ પણ વાંચો : ગુજરાતમાં દારૂ વેપાર પર પોલીસ અને ભાજપના લોકોની ભાગદારી : જગદીશ ઠાકોર

ક્યાંથી અને કેવી રીતે કેમિકલ બન્યું દારૂ - અસલાલીની ખાનગી કંપનીમાં ગોડાઉનના ઇન્ચાર્જ જયેશે, તેમની જ ફેક્ટરીમાંથી 600 લીટર કેમિકલની ચોરી કરી હતી. આ બાદ, અન્ય બુટલેગરો સહિત બરવાળાના ચોકડી ગામના પિન્ટુ નામના શખ્સને વેંચવામાં આવ્યું હતું. જેના બદલામાં જયેશને 40,000 મળ્યા હતા. બરવાળામાં પિન્ટુ દારૂ બનાવી તેને રોજિદ, ચંદરવા, દેવજ્ઞા સહિતના ગામોમાં વેંચતો હતો. આ ઉપરાંત, તેમના દ્વારા અમદાવાદના ગ્રામ્ય તેમજ ધંધુકાના ગામોમાં પણ આ દારૂને સપ્લાય કરવામાં આવતો હતો. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધી 460 લિટર મિથેનોલ આલ્કોહોલ કેમિકલ કબજે કર્યું છે.

14 લોકોની ધરપકડ : નકલી દારૂકાંડ સામે આવતા જ રાજ્ય કક્ષાએ પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી. આ ઘટનાનો યોગ્ય રસ્તો શોધીને માત્ર 24 કલાકમાં જ મોટી સફળતા મેળવી હતી. આ મામલે પોલીસ દ્વારા અલગ અલગ કેસ નોંધીને 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં, મુખ્ય આરોપી ગોડાઉનના ઇન્ચાર્જ જયેશ પણ સામેલ છે. આ ઉપરાંત, આ ઘટનામાં સામેલ વધુ આરોપીઓને પણ પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Harsh Sanghvi Visit Civil Hospital : બોટાદ લઠ્ઠાકાંડ અસરગ્રસ્તોની ગૃહપ્રધાને ખબરઅંતર કાઢી વ્યવસ્થાઓની સમીક્ષા કરી

ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના : રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર અને બોટાદમાં થયેલા નકલી દારૂકાંડ બાબતે એક ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના પણ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ ટ્રાફિક JCB સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં આ સમગ્ર તપાસ કરવામાં આવશે. આ કમિટી આગામી ત્રણ દિવસમાં સમગ્ર કાંડ બાબતે તપાસ રિપોર્ટ બનાવવામાં આવશે. આ બાદ રાજ્ય સરકારને આ રિપોર્ટ સોંપવામાં આવશે. જો તેમાં કોઈ તૃટિ જણાશે તો તેમને લઈને યોગ્ય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

સરપંચે અગાઉ કરી હતી અરજી : બરવાળાના સોજિદ ગામ ખાતે બનેલી ઘટના સંદર્ભે અગાઉ ગામના સરપંચ દ્વારા માર્ચમાં લેખિત અરજી કરી સ્થાનિક પોલીસને દેશી દારૂના વેપલા અંગે જાણ કરવામાં આવી હતી. તે બાબતને લઈને કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આ ઘટના બની હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે, જેની સામે ગુજરાત DGP આશિષ ભાટિયાએ કહ્યું કે, સરપંચની અરજી માર્ચ મહિનામાં આવી હતી અને ત્યારબાદ અરજીને ધ્યાનમાં લઈને 6 કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 26 એપ્રિલના રોજ પોલીસ દ્વારા કોમ્બિંગ કરી 6 જેટલી રેડ પણ કરવામાં આવી હતી, પરંતુ આ તમામ રેડ નીલ રહી હતી.

Last Updated : Jul 27, 2022, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.