- અમદાવાદમાં વેપારીઓ માટે ફરજિયાત વેક્સિન માટે આજે છેલ્લો દિવસ
- અમદાવાદમાં 70 ટકા વેપારીઓએ મેળવી લીધી છે વેક્સિન
- બાકીના વેપારીઓ વેક્સિન લઈ લે તે માટે મુદ્દત વધારવાની માગ
ન્યૂઝ ડેસ્ક: કોરોનાની ત્રીજી લહેર વખતે વેપારીઓ વેક્સિનેટેડ હોય તો કોરોના કેસ ઘટી શકે તેમ હોવાથી રાજ્ય સરકાર દ્વારા તમામ વેપારીઓને 15 ઓગસ્ટ સુધીમાં ફરજિયાત વેક્સિન લઈ લેવા માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેનો છેલ્લો દિવસ આજે રવિવારે હોવાથી અને અમદાવાદમાં 30 ટકા જેટલા વેપારીઓને વેક્સિન લેવાની બાકી હોવાથી વેપારીઓ મુદ્દતમાં વધારો થાય તેવી માગ કરી રહ્યા છે.
જાણો શું કહેવું છે વેપારીઓનું...
AMC દ્વારા વેપારીઓને વેક્સિન મેળવવામાં સરળતા રહે તે માટે વિવિધ સ્થળોએ વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેના કારણે જ 70 ટકા જેટલા વેપારીઓએ વેક્સિન મેળવી લીધી છે. હવે જો વેપારીઓને વધુ 15 દિવસની છૂટ આપવામાં આવે તો બાકીના વેપારીઓ પણ વેક્સિન લઈ લે, જેથી તેમના ધંધા-રોજગારીને વિપરીત અસર ન પડે, તેમ વેપારીઓનું કહેવું છે.