ETV Bharat / city

Land Grabbing Act Gujarat: લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં સજાની જોગવાઈને લઇને ગુજરાત હાઈકોર્ટનું મહત્વનું સૂચન

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન અધિનિયમ (Land Grabbing Act Gujarat)માં ઓછામાં ઓછી 10 વર્ષની જેલની સજાની જોગવાઈ પર ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court On Land Grabbing) વિચારવાનું સૂચન કર્યું છે. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આસુતોષ શાસ્ત્રીએ કાયદામાં નિર્ધારિત સજાના પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

Land Grabbing Act Gujarat: લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં સજાની જોગવાઈને લઇને ગુજરાત હાઈકોર્ટનું મહત્વનું સૂચન
Land Grabbing Act Gujarat: લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં સજાની જોગવાઈને લઇને ગુજરાત હાઈકોર્ટનું મહત્વનું સૂચન
author img

By

Published : Jan 13, 2022, 6:45 PM IST

Updated : Jan 13, 2022, 7:04 PM IST

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે બુધવારે રાજ્ય સરકારને જમીન પચાવી પાડવાના ગુનાઓ (Gujarat High Court On Land Grabbing) માટે આપવામાં આવતી કડક સજા (land grabbing punishment provision in gujarat) અંગે પ્રશ્ન કર્યો હતો અને સજાના પ્રમાણ અંગે વિચારવાનું સૂચન કર્યું હતું. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન અધિનિયમ (Land Grabbing Act Gujarat)માં ઓછામાં ઓછી સજા 10 વર્ષની જેલની છે અને તે 14 વર્ષ લંબાઈ શકાય છે. કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી અસંખ્ય અરજીઓની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આસુતોષ શાસ્ત્રીએ કાયદામાં નિર્ધારિત સજાના પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

10 વર્ષની જેલની સજા થોડી આકરી લાગે છે - કોર્ટ

CJએ કહ્યું કે, લઘુત્તમ સજા 10 વર્ષની જેલ (minimum punishment in land grabbing in gujarat) છે. કોર્ટે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ અડધો ગુંઠા જમીન ખરીદે અને સમય વીતી ગયા પછી સાબિત થાય કે વેચાણ યોગ્ય નહોતું તો 10 વર્ષની જેલની સજા થોડી આકરી લાગે છે. ન્યાયાધીશોએ સૂચવ્યું કે, ઓછામાં ઓછી 10 વર્ષની જેલની સજાને બદલે 10 વર્ષ સુધીની સજા અથવા સજા કંઈક એવી હોવી જોઈએ જેમાં આ કાયદા માટે રચાયેલી વિશેષ અદાલત પાસે સજા આપવાની સમજદારી હોય.

આ પણ વાંચો: Sabarmati river pollution:AMCએ ટેકસટાઇલ યુનિટોની લીધેલા સેમ્પલ ફેઈલ, પૂર્વ વિપક્ષ નેતાએ શાસક પક્ષ પર લગાવ્યા ગંભીર આરોપ

કાયદામાં નિર્ધારિત સજાને નિષ્ઠુર કહી શકાય નહીં

જવાબમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમોમાં કેટલીક જોગવાઈઓનો ઉલ્લેખ કર્યો છે. જેમાં લઘુત્તમ સજા નિર્ધારિત કરવામાં આવી છે અને અદાલતો પાસે નિર્ધારિત લઘુત્તમ સજા કરતાં અપરાધીને ઓછી સજા આપવાની સ્વતંત્રતા નથી. તેમણે રજૂઆત કરી કે, "10 વર્ષની લઘુત્તમ સજા રાખવા પાછળનો વિચાર એ જોવાનો છે કે, જમીન પચાવી પાડવાના ગુનાને અત્યંત કડકાઈથી લેવામાં આવે." તેમણે એમ પણ કહ્યું હતું કે, આ કાયદામાં નિર્ધારિત સજાને નિષ્ઠુર કહી શકાય નહીં.

અદાલત પાસે 10 વર્ષની જેલની સજા આપવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં

જો કે કોર્ટનો અભિપ્રાય હતો કે, લઘુત્તમ સજા તરીકે 10 વર્ષની જેલ થોડી કઠોર છે અને સરકારે પ્રમાણ પર વિચાર કરવો જોઈએ અને '10 વર્ષ સુધી' જેવા શબ્દો રજૂ કરવા જોઈએ. ન્યાયાધીશોએ પુનરોચ્ચાર કર્યો કે, જમીનનો નાનો ટુકડો ખરીદનાર વ્યક્તિ જમીનના સોદાના વર્ષો પછી તેના કોઈ દોષ વિના જમીન હડપ કરનાર સાબિત થઈ શકે છે અને અદાલતો પાસે તેને 10 વર્ષ માટે જેલના સળિયા પાછળ મોકલવા સિવાય કોઈ વિકલ્પ રહેશેે નહીં. સરકારી કાયદા અધિકારી (Government Law Officer Gujarat)એ એમ કહીને તેનો બચાવ કર્યો કે, તે વિધાનસભાની વિવેકબુદ્ધિ છે. ન્યાયાધીશોએ કહ્યું, “કોર્ટ પાસે કોઈ વિકલ્પ રહેશે નહીં. સજાના પ્રમાણ પરવિચારો."

આ પણ વાંચો: Pollution In Sabarmati River: AMC-GPCBને ભૂતકાળમાં કરેલા બ્લન્ડરમાંથી બહાર આવવાની તક આપી રહ્યા છીએ-હાઈકોર્ટ

Last Updated : Jan 13, 2022, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.