અમદાવાદ : 17 ઓકટોબર, 2020ને શનિવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ નવરાત્રીએ ઘટ સ્થાપન અને માતાજીનું સ્થાપન થાય છે, તેમજ નવ દિવસના અંખડ દીપનો પ્રારંભ પણ થાય છે. કેટલાક માઇ ભકતો માતાજીના જાગ વાવે છે અને માઁ શક્તિની આરાધના કરે છે.
નવરાત્રિના પ્રથમ નોરતમાં ઘટ સ્થાપન અને માતાજીની સ્થાપના કરવા માટે સવારે શ્રેષ્ઠ મુહૂર્ત છે.
તારીખ 17 ઓક્ટોબર, 2020
આસો સુદ 1, શનિવાર
શુભ સમય :
- સવારે : 8.05થી 9.25 કલાકે
- બપોરે 12.30થી 4.45 કલાકે
ચાલુ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જે મુજબ ભક્તો માતાજીની પૂજા અને આરતી કરી શકશે. તેમજ પેકિંગમાં પ્રસાદનું વિતરણ કરી શકશે. સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે જ પોળ, શેરી કે સોસાયટીમાં ગરબી મૂકી શકાશે. જો કે, ગરબા રમી શકાશે નહીં તેવુ સરકારે સ્પષ્ટ કર્યું છે.