ETV Bharat / city

જાણો કઈ રીતે મેળવી શકાય છે Online Death Certificate - આંકડા આપવાની સ્પષ્ટ ના

કોરોનાની બીજી લહેર ( second wave of corona )માં રાજ્ય સરકાર દ્વારા મૃતકોના Death Certificate Online આપવાના શરૂ કરવામાં આવ્યા છે. જોકે, હજુ પણ ઘણા બધા લોકો Death Certificate મેળવવા કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. જે માટે ETV Bharat દ્વારા અમદાવાદમાં Reality Check કરવામાં આવ્યો હતો.

જાણો કઈ રીતે મેળવી શકાય છે Online Death Certificate

author img

By

Published : May 28, 2021, 8:35 PM IST

  • જન્મ-મરણના પ્રમાણપત્રો મેળવવા થયા સહેલા
  • ઓનલાઈન મેળવી શકાય છે તમામ પ્રમાણપત્રો
  • એપ્લિકેશન નંબર પરથી મેળવી શકાય છે પ્રમાણપત્રો

અમદાવાદ: કોરોનાનો મૃત્યુઆંક ( corona mortality rate ) વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( Ahmedabad Municipal Corporation ) ખાતે Death Certificate મેળવવા લોકોનો ધસારો જોવા મળ્યો હતો. જેને લઈને તંત્ર દ્વારા Death Certificate મેળવવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરી દીધી હતી. આ પ્રક્રિયા સફળ રહી કે કેમ? તેની તપાસ કરવા માટે ETV Bharat દ્વારા Reality Check કરવામાં આવ્યો હતો. અધિકારીઓનું માનવું છે કે, માર્ચ-એપ્રિલ મહિના દરમિયાન Death Certificate મેળવવા માટે લોકોની ખૂબ જ ભીડ જોવા મળતી હતી. આ પ્રક્રિયા ઓનલાઈન કરી દેવાતા અને તે અંગે સતત કામ કરવામાં આવતું હોવાથી હાલમાં ભીડ પણ ઓછી જોવા મળે છે અને લોકોને Death Certificate પણ સરળતાથી અને ઝડપી મળી રહે છે.

જાણો કઈ રીતે મેળવી શકાય છે Online Death Certificate

સમગ્ર પ્રક્રિયા 72 કલાક જેટલો સમય લઈ લે છે

રાજ્ય સરકાર દ્વારા Death Certificate ની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલ તેમજ સ્મશાનગૃહોમાંથી મૃતકોની તમામ માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( Ahmedabad Municipal Corporation )ને મોકલવામાં આવે છે. જ્યાં આ માહિતીને ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવે છે. માહિતીમાં મૃતકોના સંબંધીઓના મોબાઈલ પર એક OTP મોકલવામાં આવે છે. જેના થકી સંબંધીઓ Online Death Certificate જોઈ શકે છે. ઓફલાઈન સર્ટિફિકેટ મેળવવા માટે સંબંધીઓએ વોર્ડ ઓફિસ જવું પડે છે. આ સમગ્ર પ્રક્રિયા 72 કલાક જેટલો સમય લઈ લે છે.

જાણો શું કહે છે અધિકારી?

સંલગ્ન અધિકારી દિવ્યાંગ ઓઝા સાથે વાત કરતા તેમણે છેલ્લા 2 મહિનામાં કેટલા મોત થયા છે, તેના આંકડા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મરણ નોંધણી અધિનિયમ 1969ની કલમ નં. 17 મુજબ Death Certificate માં મોતનું કારણ દર્શાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.