અમદાવાદ: વડાપ્રધાન નરેદ્ર મોદીના (PM Narendra Modi) ગુજરાત પ્રવાસ બાદ સોશિયલ મીડિયામાં અબ્બાસ મોમીનનું (Abbas Momin Gujarat) નામ ચર્ચામાં છે. આ અબ્બાસ છે કોણ..? તેને લઈ ભારે ચર્ચા જોવા મળી રહી છે. તેની માહિતી મેળવવા ETV BHARAT નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી સાથે કરી મુલાકાત અબ્બાસ મોમીન વિશે માહિતી મેળવી..
આ પણ વાંચો: વડોદરા પ્રશાસનને જોમ ચડાવતાં મુખ્ય સચીવ પંકજકુમાર, જાણો શા માટે વેર્યાં પ્રશંસાના પુષ્પો
અબ્બાસ મોમીન: અબ્બાસ મોમીનનું મૂળનામ અબ્બાસ રામછેડા હતું. તેનો જન્મ વડનગરની (Gujarat Vadnagar) બાજુમાં આવેલું કેસીમ્બા ગામમાં થયો હતો. તે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતો. જે બી.એન.હાઈસ્કૂલ વડનગર અભ્યાસ માટે આવતો હતો.જે પંકજભાઈ સાથે ભણતો હતો. એમની માતાનું મૃત્યુ થતા તેનું જીવન વેરવિખેર થઈ ગયું હતું. કારણે કે તેના પિતા ખેતી માટે આબુ પાસેના ગામમાં જતા હતા.જેના કારણે તેના પરિવારમાં કોઈ ન હોવાથી તેના અભ્યાસ પર અસર પડી હતી. જેના કારણે એક સમયે અભ્યાસ છોડવાનું નક્કી કર્યું હતું.
અભ્યાસ ન છોડવાની સલાહ આપી: અબ્બાસે પોતે અભ્યાસ છોડી રહ્યો છે.તેવી વાત પંકજભાઈને કરી હતા પણ પંકજભાઈએ અભ્યાસ ન છોડવાની સલાહ આપી હતી. અબ્બાસનો અભ્યાસ ન બગડે તે માટે હીરાબા અને દામોદરદાસને વાત કરી હતી.અબ્બાસને પોતાના પરિવારનો સભ્ય બનવાની મંજૂરી આપી હતી.એટલું જ નહીં એને પોતાનો ધર્મ પાડવાની પણ છૂટછાટ હતી. પ્રહલાદભાઈએ જણાવ્યું હતું કે આમારા ઘરમાં સર્વધર્મ સમભાવ રાખવામાં આવતો હતો.જેથી અબ્બાસ અમારા પરિવારમાં રહીને પણ પોતાનો ધર્મ પાળતો હતો. તેના ધર્મમાં અમે કોઈ પણ પ્રકારની અડચણ આપતા ન હતા.
આ પણ વાંચો: ભાવનગરમાં થઇ મેધમહેર, વિજળી પડતા બેના ભોગ લેવાયા
નવરાત્રીમાં ગરબા ગાતા: તેઓ દરરોજ નમાજ પઢતો,રોજા કરતો તેને જરૂર પડે તો અમે તેને મદદરૂપ થતા હતા. ઈદ આવે ત્યારે અમે સાથે મળીને ઈદ ઉજવાતા. જ્યારે હીરાબા ઘરે બનાવી શકાય તેવી મીઠાઈ તેમજ દૂધપાક,ખીર તેને બનાવીને આપતા હતા. આ સાથે સાથે તે અમારી સાથે નવરાત્રીમાં દરબા રમવા પણ આવતો હતો. તે ભણવામાં ખુબ જ હોશિયાર હતો ધોરણ 10 પાસ કરી કોલેજ કરી અને તેને પોતાની જવાબદારી ખબર પડી એટલે તે પોતાના પિતા પાસે જતા રહ્યો હતો.
ગુજરાતમાં નોકરી: અબ્બાસ પોતે ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાથી તે ગુજરાત પુરવઠા વિભાગમાં મેનેજરની પોસ્ટ મેળવી હતી. જે આજ પોતાના બાળકો સાથે ઓસ્ટ્રેલિયા છે. માતાના મળેલા સંસ્કારથી દરેક ધર્મ સાથે રાખી રહ્યા છે. પ્રહલાદભાઈ નરેદ્ર મોદી વિશે પણ વાત કરતા જણાવ્યું હતું કે અમારા ઘરમાંથી જ નાનપણથી સર્વધર્મ સમભાવના સંસ્કાર મળ્યા છે. આ સંસ્કારથી જ આજે નરેન્દ્રભાઈ મોદી દરેક ધર્મને સાથે રાખી દેશના વિકાસના કામો કરી રહ્યા છે.