ETV Bharat / city

Kidney Day 2022: કિડનીની સમસ્યાના લક્ષણો, સારવાર અને ધ્યાનમાં રાખવાની બાબતો વિશે જાણો ડો. વિનીત મિશ્રા પાસેથી - કિડની સમસ્યાઓના પ્રારંભિક સંકેતો

10 માર્ચ વર્લ્ડ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કિડની (Kidney Day 2022)ની સમસ્યા અને તે કેમ થાય છે તેને લઇને કિડની હોસ્પિટલના ડાયરેકટર વિનીત મિશ્રાએ Etv Bharat સાથે વાતચીત કરી હતી.

Kidney Day 2022: કિડનીની સમસ્યાના લક્ષણો, સારવાર અને ધ્યાનમાં રાખવાની બાબતો વિશે જાણો ડો. વિનીત મિશ્રા પાસેથી

author img

By

Published : Mar 10, 2022, 7:07 PM IST

અમદાવાદ: 10 માર્ચના કિડની દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. કિડની (Kidney Day 2022)ના રોગથી કેવી રીતે બચી શકાય અને તમે કિડનીના દર્દી છો તો કેવી સાવચેતી રાખવી જોઇએ તે વિશે કિડની હોસ્પિટલના ડાયરેકટર ડો. વિનીત મિશ્રાએ (kidney doctor in ahmedabad) Etv Bharatને જણાવ્યું હતું.

ડો. વિનીત મિશ્રા સાથે રૂબરૂ

પ્રશ્ન - કિડની ટ્રાન્સફર કરવી એ ડોક્ટર માટે કેટલું જટીલ છે?

જવાબ: પહેલી વાત એ છે કે, કિડની ખરાબ (Kidney problems symptoms) થાય એને CRF કહેવામાં આવે છે. તે લોકોએ લિમિટેડ પાણી પીવાનું હોય છે. ડ્રાયફ્રુટ ખાઇ શકતા નથી. સાથે સાથે અઠવાડિયામાં 2 વાર ડાયાલિસિસ (kidney dialysis in ahmedabad) કરાવવું પડે છે. વાત રહી કિડની ટ્રાન્સફર કરવું કેટલું જટિલ છે. તો અમે વર્ષમાં 350-400 કિડની ટ્રાન્સફર કરીએ છીએ. આ ટ્રાન્સપ્લાન્ટ (kidney transplant in ahmedabad)ની પ્રક્રિયા સર્જન છે તેમને માટે રુટિંન કામ થઇ ગયું છે. કિડની ટ્રાન્સફરમાં દોઢથી 2 કલાકનો સમય લાગે છે. દર્દી માટે નોર્મલ ઓપરેશન હોય છે. તેવી રીતે નોર્મલ ઓપરેશન થાય છે. 4થી 5 દિવસ અથવા વધુમાં વધુ એક અઠવાડિયા સુધીમાં રજા પણ આપી દેવામાં આવે છે.

આ પણ વાંચો: Kidney problems: પુરુષો કરતા મહિલાઓમાં આ સમસ્યા વધુ થવાની સંભાવના

પ્રશ્ન - કિડની દર્દીને ખબર કેવી રીતે પડે કે તેને કિડનીની સમસ્યા છે?

જવાબ: જે પણ દર્દીને ડાયાબિટીસ 7-8 વર્ષ હોય, પગમાં સોજા આવવા, પેશાબમાં પ્રોટીન જવું, પેશાબ ઓછો થવો, બ્લડ પ્રેશર વધધટ થવી, સોનોગ્રાફીમાં કિડની સાઇઝ નાની થવી જે કિડનીની સમસ્યાની શરુઆત (early signs of kidney problems) છે તે ખબર પડે છે.

પ્રશ્ન - કિડનીના દર્દીએ કઇ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે જેથી જલદી આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય?

જવાબ: જે લોકોને કિડની ફેલ થઇ છે તેમને ખૂબ ધ્યાન રાખવું પડે છે. તેવા લોકોને વધારે પ્રમાણમાં પાણી ન પીવું, ડ્રાયફ્રુટ ખાવું નહીં. અઠવાડિયામાં ઓછામાં ઓછુ 2 વાર ડાયાલિસિસ કરાવવું જરુરી બની જાય છે.

આ પણ વાંચો: Organ Donation In Surat: સુરતમાં હાથનું દાન કરાવવાની બીજી ઘટના, મહારાષ્ટ્રની 35 વર્ષની મહિલાને મળી નવી જિંદગી

પ્રશ્ન - કોઇને પોતાની કિડની દાનમાં આપવી હોય તો આખી પ્રોસેસ શું છે?

જવાબ: કોઇ વ્યક્તિને સીધી આપવી એ ગેરકાયદેસર છે. સરકારના નિયમો છે. જે દાન આપવા માટે બનાવવામાં આવ્યા છે. કિડની માત્ર પપ્પા, માતા, ભાઇ, બહેન, દાદા, દાદી જ દાન આપી શકે છે.

પ્રશ્ન - ગત વર્ષે ગુજરાતમાં કેટલા કિડની દર્દી નોંધાયા હતા?

જવાબ: ગત વર્ષે વાત કરવામાં આવે તો કોવિડ પછી ટ્રાન્સપ્લાન્ટ વધ્યા છે. જેમાં અમારી સંસ્થા દ્નારા 300થી 400 દર્દીની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. જ્યારે રાજ્યની અન્ય સંસ્થા દ્નારા 200થી 300 અને રાજ્યમાં 19 હોસ્પિટલ (kidney hospitals in ahmedabad) છે. જેને કિડની ટ્રાન્સફરની માન્યતા છે. આમ ગુજરાતમાં કુલ છેલ્લા વર્ષમાં 600થી 800 આસપાસ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.