ETV Bharat / city

Khel Mahakumbh 2022: 12 માર્ચના PM મોદી કરાવશે શરૂઆત, હર્ષ સંઘવીએ કહ્યું ગામેગામ 'કબડ્ડી કબડ્ડી કબડ્ડી, ખો ખો ખો અને મોદી મોદી મોદી'ના સૂત્રોચ્ચાર - ખેલ મહાકુંભ 2022ની શરૂઆત

PM મોદી 12 માર્ચના અમદાવાદમાં ખેલ મહાકુંભ (Khel Mahakumbh 2022)ની શરૂઆત કરાવશે. ખેલ મહાકુંભની તૈયારીઓને લઇને રાજ્યના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારે ગામેગામ કબડ્ડી કબડ્ડી કબડ્ડી ખો ખો ખો અને મોદી મોદી મોદીના સૂત્રોચ્ચાર સંભળાય છે. ખેલ મહાકુંભ 2022 માટે 41 લાખ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

Khel Mahakumbh 2022: 12 માર્ચના PM મોદી કરાવશે શરૂઆત, હર્ષ સંઘવીએ કહ્યું- ગામેગામ 'કબડ્ડી કબડ્ડી કબડ્ડી, ખો ખો ખો અને મોદી મોદી મોદી'ના સૂત્રોચ્ચાર

author img

By

Published : Mar 8, 2022, 6:41 PM IST

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં ખેલ મહાકુંભ (Khel Mahakumbh 2022)નું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદી 12 માર્ચના રોજ અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે. ખેલ મહાકુંભને લઇને રાજ્ય સરકાર દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી છે તે બાબતે રાજ્યના રમતગમત પ્રધાન હર્ષ સંઘવી (Sports Minister Harsh Sanghvi)એ Etv Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, અત્યારે ગુજરાતના તમામ ગામેગામે 'કબડ્ડી કબડ્ડી કબડ્ડી, ખો ખો ખો અને મોદી મોદી મોદી'ના સૂત્રોચ્ચાર સંભળાઈ રહ્યા છે.

ખેલ મહાકુંભ 2022ની તૈયારીઓને લઇને રાજ્યના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ Etv Bharat સાથે કરી ખાસ વાતચીત.

વર્ષ 2010માં ખેલ મહાકુંભની થઈ હતી શરૂઆત

રાજ્યના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત (Start of Khel Mahakumb) કરવામાં આવી હતી. અમદાવાદમાં ખેલ મહાકુંભ (Khel Mahakumb Ahmedabad)ની શરૂઆત પણ PM મોદી દ્વારા કરવામાં આવશે. આમ રાજ્યના યુવાઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પ્રાપ્ત થાય (Sports In Gujarat) તે માટે આ ખેલ મહાકુંભ 2022 ખૂબ અગત્યનો રહેશે.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit : વડાપ્રધાનના આગમનને લઈને વિધાનસભાનું કામકાજ એક દિવસ બંધ રહેશે

48 કલાક પહેલાં ફક્ત 23 લાખ જ રજિસ્ટ્રેશન થયું હતું

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ ની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ 6 માર્ચ સુધીમાં ફક્ત 23 લાખ રમતવીરોએ રજિસ્ટ્રેશન (registration for khel mahakumbh) કરાવ્યું હતું. પરંતુ PM મોદી ખેલ મહાકુંભની શરૂઆત કરવાની સત્તાવાર જાહેર થવાની સાથે જ અત્યારે કુલ 41 લાખ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે છેલ્લા 48 કલાકથી રજિસ્ટ્રેશનની સાઇટ પણ વધુ ટ્રાફિકના કારણે ધીમી પડી હતી.

મિનિ ઓલિમ્પિક ખેલ મહાકુંભ 2022

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 12 માર્ચના રોજ PM મોદી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. ગુજરાતના વર્ષ 2022ના ખેલ મહાકુંભનું ઓપનિંગ ઓલિમ્પિક ઓપનિંગ (opening of khel mahakumbh 2022) જેવું જ રહેશે. જ્યારે મિની ઓલમ્પિક જેવા જ દ્રશ્યો જ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ (Assembly Elections 2022) પૂર્ણ થઈ જશે અને 10 માર્ચના રોજ તમામ વિધાનસભાની બેઠકો પરનું પરિણામ જાહેર થવાનું છે. 11 તારીખથી દેશના વડાપ્રધાન ગુજરાતનો પ્રવાસ યોજશે.

આ પણ વાંચો: Khel Mahakumbh Organized by BJP : ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ ખેલ મહાકુંભના માધ્યમથી યુવાનોને જોડવાનો કરશે પ્રયાસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આવી રહ્યા છે PM મોદી?

ઉલ્લેખનીય છે કે વર્ષ 2022ના અંત સુધીમાં ગુજરાત વિધાનસભા (Gujarat Assembly Election 2022)ની પેટા ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીનો પ્રથમ પ્રવાસ છે કે નહીં તેવા Etv Bharatના પ્રશ્ન બાબતે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ના આ સંપૂર્ણ રીતે ખેલ મહાકુંભ 2022ને ધ્યાનમાં લઈને જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. જ્યારે અત્યારે તો રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં કબડ્ડી કબડ્ડી કબડ્ડી, ખો ખો ખો અને મોદી મોદી મોદીના જ સૂત્રોચ્ચાર સાંભળવા મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.