- ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી વિવાદનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો
- હાઈકોર્ટે આગામી ૨૩ ઓક્ટોબરે હાઈકોર્ટે મતદાન માટેની છૂટ આપી
- બંધ કવરમાં કરાયેલા મતદાનના કવર કોર્ટમાં ખોલવામાં આવશે
અમદાવાદઃ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે, મતદાનમાં ચૂંટાયેલા ડિરેક્ટરો અને સરકારના પ્રતિનિધિઓના મત અલગ અલગ રાખવામાં આવે અને સરકારના નિયુક્ત કરેલા પ્રતિનિધિ બંધ કવરમાં મતદાન કરી શકશે, તેમજ બંધ કવરમાં કરવામાં આવેલા મતદાનના કવર કોર્ટમાં ખોલવામાં આવશે. ખેડા દૂધ ઉત્પાદક સંઘમાં વિવાદનો ઉકેલ લાવવા માટે એમ પણ જણાવ્યું છે કે, કોર્ટની અંતિમ સુનાવણી બાદ જ હાઈકોર્ટના આદેશથી ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી થશે.