અમદાવાદઃ કોન બનેગા કરોડપતિ અંગે વડોદરાના વેપારીએ કરેલી અરજીની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદામાં નોંધ્યું છે કે, કૌન બનેગા કરોડપતિ શો સટ્ટો નથી. વડોદરાના વેપારી યશપાલ સિંહ ચુડાસમા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી કે, પોલીસ તેની પ્રમોશન ઓફરને લઈને વારંવાર હેરાન કરે છે અને જેથી કરીને તેણે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
કોન બનેગા કરોડપતિ શો સટ્ટો નથીઃ ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઇકોર્ટે વડોદરાના એક વેપારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અંગે સુનાવણી કરતા મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, સટ્ટામાં શરત સામેલ હોય છે. કોન બનેગા કરોડપતિમાં આ વસ્તુ સામેલ થતી નથી. વ્યક્તિની આવડત પર તેને પૈસા ચૂકવવામાં આવે છે.
ગુજરાત હાઈકોર્ટ