ETV Bharat / city

Murder Case In Ahmedabad : અમદાવાદમાં મંદિરના પૂજારીની કરાઈ હત્યા, સામાન્ય બાબતોમાં થઈ હતી માથાકૂટ - આશિષનું ઘટના સ્થળ પર જ મોત

અમદાવાદમાં આવેલા એક મંદિરમાં પૂજા કરતા યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા (Murder Case In Ahmedabad) કરાઈ હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

Murder Case In Ahmedabad : અમદાવાદમાં મંદિરના પૂજારીની કરાઈ હત્યા, સામાન્ય બાબતોમાં થઈ હતી માથાકૂટ

author img

By

Published : Jan 3, 2022, 2:19 PM IST

અમદાવાદ: અમદાવાદમાં કૃષ્ણનગરના મંદિરના પૂજારીની હત્યા (Murder Case In Ahmedabad) કરનાર બન્ને આરોપીની પોલીસે સ્થળ પરથી જ ધરપકડ કરી હતી. તેમા એક આરોપી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

આશિષ બંને યુવાનોને સમજાવવા ગયો હતો

અમદાવાદના કૃષ્ણનગર જી.ડી. હાઈસ્કૂલ પાસે આવેલા બળીયાદેવના મંદિરમાં પૂજા અને મંદિરની સામે આવેલી એસ્ટેટમાં આશિષ ગોસ્વામી સિકયોરીટી ગાર્ડ તરીકે પણ નોકરી કરતો હતો. રવિવારે રાત્રે એસ્ટેટ ખાતે આશિષ સિકયોરીટી ગાર્ડ તરીકે ફરજ ઉપર હાજર હતો. ત્યારે બન્ને શખ્સો દારૂ પીધેલી હાલતમાં આવ્યા હતા. તે એસ્ટેટમાં જવા માટે બીજા સિકયોરીટી ગાર્ડ સાથે માથાકુટ કરી રહ્યા હતા. જેથી આશિષ બન્ને યુવાનોને સમજાવવા ગયો હતો.

આશિષ ગોસ્વામીનું ઘટના સ્થળ પર જ મોત

ગુસ્સે થયેલા બન્ને યુવાનોએ આશિષને ચપ્પા - છરાના તીક્ષ્ણ હથિયાર વડે હત્યાહતા. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આશિષનું ઘટના સ્થળ પર જ મોત નિપજયું હતુ.

કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી

ઘટનાની જાણ થતા કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસ ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક શખ્સને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બીજાને પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે બીજી બાજુ આશિષનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આ ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:

Murder in Gir Somnath: એકલવાયું જીવન જીવતા વૃદ્ધાની હત્યા કરી, 1.35 લાખના દાગીનાની લૂંટ

Crime In Morbi: મોરબીમાં પત્નીને કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરનાર હત્યારો પતિ ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.