- કોરોનાના સમય બાદ પહેલી વખત આયોજન કરવામાં આવ્યું
- નવા લેખકો દ્વારા રજૂ કરવામાં આવી રચનાઓ
- સાહિત્ય અકાદમી ગુજરાત ના સહયોગથી કરવામાં આવ્યું આયોજન
અમદાવાદ: ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે નીતિન પટેલ દ્વારા ભવન્સ કલ્ચરલ સેન્ટરમાં 'જીવતી ક્લમ'ના બેનર હેઠળ એક નવીનતમ પ્રયોગ કરવામાં આવ્યો છે. જે કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુકુમાર પંડ્યા, દેવેન્દ્ર પટેલ તથા શૈલેન્દ્રસિંહ વાઘેલાએ પોતાની વિશેષ ઉપસ્થિતિ સાથે આ કાર્યક્રમને આશિષ આપ્યા હતા.
એક એવો મંચ કે જે અનેક સાહિત્ય પ્રેમીઓને વાચા આપે છે જેમની ક્લમ જીવતી હોવા છતાં મંચ વિહીન છે. આ કાર્યક્રમ માં નવા લેખકો અને સાહિત્યકારો તરીકે ખુશાલી પટેલ, અભિમન્યુ મોદી, અર્ચના ચૌહાણ, ગિરીશ રઢુકીયા અને યોગેશ ભટ્ટ દ્વારા સાહિત્યિક રચનાઓનું પઠન અને મંચન કરવામાં આવ્યું હતું.
સાહિત્યકારોની ભેટ ગુજરાતી સાહિત્યને આપવાનો પ્રયાસ
નવોદિત લેખકો અને કવિઓને પ્રોત્સાહન તથા સહકાર આપી તેમની પ્રતિભા પ્રગતિ પામે તેવો કાર્યક્રમ કરવો અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ કરવા માટે પડતાં સંઘર્ષનો ભાર દૂર કરી શકાય તથા કોઈપણ પ્રકારની જૂથબંધી વગર માત્ર અને માત્ર પ્રતિભાના આધારે જ નવી નવી શ્રેષ્ઠ રચનાનો તથા સાહિત્યકારોની ભેટ ગુજરાતી સાહિત્યને આપવાનો પ્રયાસ કરી શકાય.