ETV Bharat / city

જિઓ ભારતમાં 5G ઇકોસિસ્ટમના વિકાસમાં મુખ્ય ભૂમિકા નિભાવશે - જિઓ ફાઈબર

રીલાયન્સ જિઓ બજારની ગતિશીલતાના આધારે ભારતમાં 5 જી ઇકોસિસ્ટમના વિકાસમાં મુખ્ય ભૂમિકા નિભાવશે, એમ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના તાજેતરના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે.

જિઓ ભારતમાં 5 જી ઇકોસિસ્ટમના વિકાસમાં મુખ્ય ભૂમિકા નિભાવશે

author img

By

Published : Jun 24, 2020, 7:49 PM IST

અમદાવાદઃ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વાર્ષિક અહેવાલમાં મોબાઇલ સેવાઓ માટે ફ્લોર પ્રાઈસના મુદ્દા પર કંપનીએ નોંધ્યું છે કે, તાજેતરના ભૂતકાળમાં માર્કેટ ગતિશીલતામાં સુધારો થયો છે, જે ઓપરેટરો દ્વારા ડિસેમ્બર ટેરિફ વધારા દ્વારા પ્રતિબિંબિત થાય છે. સરકારે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન સ્પેક્ટ્રમની હરાજીના બીજા તબક્કાના આયોજન અંગેના પોતાના ઇરાદા પણ વ્યક્ત કર્યા છે, એમ તેમાં જણાવાયું છે.

જિઓ ભારતમાં 5 જી ઇકોસિસ્ટમના વિકાસમાં મુખ્ય ભૂમિકા નિભાવશે
જિઓ ભારતમાં 5 જી ઇકોસિસ્ટમના વિકાસમાં મુખ્ય ભૂમિકા નિભાવશે
વાર્ષિક અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, જીઓ તેના 5 જી-રેડી નેટવર્ક અને વ્યાપક ફાઇબર સંપત્તિઓ સાથે, બજારમાં ગતિશીલતાના આધારે ભારતમાં 5 જી ઇકોસિસ્ટમના વિકાસમાં મુખ્ય ભૂમિકા નિભાવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મૂકેશ અંબાણીએ શેરહોલ્ડરોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે હજી પણ લાખો 2 જી ફોન વપરાશકારો છે, જેઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતાં નથી, ભારતને 2 જીથી 4 જી યુગમાં અને તેથી આગળ સંપૂર્ણ રૂપે બદલાવ લાવવા માટે તાકીદની જરૂરિયાત છે, અને જિઓને આ તક મળી છે. તેમણે કહ્યું, પાછલા બે વર્ષોમાં, જિઓફોનએ લગભગ 100 મિલિયન પહેલાનાં ફિચર ફોન 2 જી વપરાશકર્તાઓને 4 જી નેટવર્કમાં સફળતાપૂર્વક ટ્રાન્સફર કર્યા છે.

મૂકેશ અંબાણીએ નોંધ્યું હતું કે, ખાસ કરીને ભારત માટે તકનીકી નિર્માણ કરવામાં જિઓની સફળતા અને દેશભરમાં તેની પ્રસાર કરવાની ક્ષમતાએ વૈશ્વિક તકનીકીના નેતાઓ - ફેસબૂક અને માઇક્રોસોફટને તેની સાથે ભાગીદારી બનાવવા માટે આકર્ષિત કર્યા છે. રીલાયન્સ જિઓ ટેલિકોમ જગતમાં 387.5 મિલિયન મોબાઇલ ડેટા સબ્સ્ક્રાઇબર્સ (31 માર્ચ, 2020 સુધી)ની સાથે અભૂતપૂર્વ દરે ગ્રાહકો ઉમેરવાનું ચાલુ રાખે છે.વાર્ષિક રિપોર્ટ અનુસાર, જિઓ માર્ચ 2020 સુધીમાં લગભગ 10 મિલિયન ઘરોને JioFiber સેવાઓ સાથે જોડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.