અમદાવાદઃ ગુજરાત ATSAE મધ્યપ્રદેશથી બળવંતસિંહ ઉર્ફે બલ્લુ પટવા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી જામનગરના કુખ્યાત જયેશ પટેલને હથિયારો સપ્લાય કરતો હતો.. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગુજરાતમાં અત્યાર સુધી 100થી પણ વધારે હથિયાર સપ્લાય કરી ચૂક્યો છે. આરોપી મધ્યપ્રદેશથી ગુજરાતમાં અલગ-અલગ ગેંગને હથિયાર પૂરા પાડી ગુનાહિત કૃત્યોમાં સાથ આપતો હતો.
જયેશ પટેલ ગેંગને હથિયાર સપ્લાય કરનારાની મધ્યપ્રદેશથી ધરપકડ - રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ
જામનગરમાં IPS દીપન ભદ્રનની બદલી થયા બાદ ઓપરેશન જામનગરની શરૂઆત થઈ ગઈ છે. જેના ભાગરૂપે જામનગરને ક્લીન કરવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સને ગણતરીના દિવસો થયાં છે, ત્યારે જયેશ પટેલના સાગરીતોને હથિયાર પૂરા પાડનાર સાગરીતને ગુજરાતી એટીએસે ઝડપી પાડયો છે.
જયેશ પટેલ ગેંગને હથિયાર સપ્લાય કરનારની મધ્યપ્રદેશથી ધરપકડ