ETV Bharat / city

હજ હાઉસ વિવાદ : શું છે કોંગ્રેસની વિચારધારા જેને વળગી રહેવાની વાત કરી રહ્યું છે નુકસાન - હિન્દ બહુમતીના મતો

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ(State President of Gujarat Congress) જગદીશ ઠાકોરે લઘુમતી સમાજ અંગે આપેલા નિવેદન અંગે બજરંગદળે જબરો વિરોધ કરીને અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં પોસ્ટરો(Posters in Congress offices) અને દિવાલો પર ‘હજ હાઉસ’ લખી નાખ્યુ હતું. અહીં કોંગ્રેસના નેતાઓના પોસ્ટર પર કાળી શાહી લગાવીને વિરોધ નોધવ્યો હતો. જોકે આ વિરોધ બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, ત્યારે રાજકીય વિશ્લેષક શું કહી રહ્યો છે આવો જોઈએ.

Jagdish Thakor Minority Controversy: શું છે કોંગ્રેસની વિચારધારા જેને વળગી રહેવાની વાત કરી રહ્યું છે નુકસાન

author img

By

Published : Jul 25, 2022, 5:50 PM IST

અમદાવાદ: દેશની સંપત્તિ પર પહેલો હક્ક લઘુમતીનો છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ(State President of Gujarat Congress ) જગદીશ ઠાકોર દ્વારા આપવામાં આવેલા લઘુમતીવાળા આ નિવેદન(Jagdish Thakor Minority Controversy) બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. જગદીશ ઠાકોરના આ નિવેદનથી બજરંગ દળ અને VHP ગિન્નાયેલા જોવા મળ્યું હતું. જેમાં પોતાનો આક્રોશ જાહેર કર્યો હતો. આ દરમિયાન, બજરંગ દળના કાર્યકર્તાઓએ (રાજીવ ગાંધી ભવન) ગુજરાત કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં કાળી શાહીથી નામ બદલી નાખ્યું હતું. બજરંગ દળના ઉશ્કેરાયેલા કાર્યકર્તાઓએ કાળી શાહીથી કોંગ્રેસ કાર્યાલયનું નામ બદલીને હજ હાઉસ કરી દીધું હતું.

આ પણ વાંચો: Jagdish Thakor Minority Controversy : VHPના 'હજ હાઉસ' વિરોધ બાદ ઠાકોરના બચાવ માટે કોંગ્રેસ મેદાને પડી

લોકોમાં જુદી જુદી અટકળો વહેતી થઈ - આ સાથે જ બજરંગ દળના કાર્યકર્તાઓએ(Bajrang Dal workers) કેટલાક પોસ્ટર પણ ચોંટાડયા હતા. જોકે એટલું જ નહીં પરંતુ બજરંગ દળના કાર્યાકરોએ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયની બહાર(Bajarang Dal Protest) લગાવવામાં આવેલા રાજકીય મહાનુભાવોના બેનરો ઉપર શાહી લગાવી વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે કોંગ્રેસના નેતાઓ દોડતા થઈ ગયા હતા, તેમજ તાત્કાલિક પ્રદેશ કાર્યાલય દોડી ગયા હતા. આ બનાવને પગલે લોકોમાં જુદી જુદી અટકળો વહેતી થઈ છે.

નેતાઓને પણ ખબર છે કે, નુકસાન થવાનું છે - આ અંગે રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે જણાવ્યું કે, મોટાભાગે કોંગ્રેસ નિવેદનો આપતા હોય છે, પરંતુ કાર્યવાહી કરતા નથી. હા એક વાત ચોક્કસ છે કે, આ પ્રકારના નિવેદન બાદ કોંગ્રેસને નુકસાન થતું આવ્યું છે. જેમાં જગદીશ ઠાકોરે નિવેદન સમયે પણ બોલ્યા કે, આ નિવેદન થકી નુકશાન પણ થવાનું છે. એટલે કે પક્ષના નેતાઓને પણ ખબર છે કે નુકસાન થવાનું છે.

સીધો લાભ પ્રાદેશિક પક્ષ ભાજપને - 2014માં જ્યારે કોંગ્રેસની હાર થઈ ત્યારબાદ એક બેઠકો થઇ હતી. તે બાદમાં આત્મચિંતન થયું હતું. તેમાં એક સમિતિ બેઠક હતી. જેમાં તારણ બહાર આવ્યું હતું કે, કોંગ્રેસ લઘુમતી તરફ વધુ ઢળેલી છે. તેવી છાપના કારણે હિન્દ બહુમતીના મતો(Hindu Majority Votes) મેળવવાનું મુશ્કેલ થઈ ગયું હતું. આમ ધાર્મિક વિભાજનનો એક એવો વિષય છે. જેમાં એક ખાસ કોમ સાથે વળગી રહેવાની કોંગ્રેસની છાપના કારણે નુકસાન થઈ રહ્યું છે. જેનો સીધો લાભ પ્રાદેશિક પક્ષ ભાજપ તેનો સીધો લાભ લઇ રહ્યું છે.

કોંગ્રેસ માટે મુશ્કેલી આ છે - પ્રાદેશિક પક્ષ ભાજપને ખ્યાલ છે કે ક્યું નિવેદન ક્યારે આપવું અને શું આપવું? જેનો ફાયદો તેઓને મળતો આવ્યો છે. જ્યારે કોંગ્રેસ માટે મુશ્કેલી એ છે કે, કયું નિવેદન ક્યારે કરવું અને ક્યારે ન કરવું તો બીજી તરફ પોતાની વિચારધારાને વળગી રહેવાની વાત છે, જે નુકસાન કરી રહ્યું છે.

આ પણ વાંચો: Bajrang Dal Protest : કોંગ્રેસના ગાલ પર કાળો ટીકો, કાર્યાલય પર લખાયું 'હજ હાઉસ'

ભાજપ અને મોદીને સીધો ફાયદો - તેમને વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ પક્ષની એક બેઠક થઈ હતી. તેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત કોઈ ટીકા ન કરવી જેના કારણે પક્ષને નુકશાન થાય છે. જ્યારે ભાજપ અને મોદીને સીધો ફાયદો થાય છે. જો.કે આ તો તેનાથી મોટો મુદ્દો છે તો પછી શા માટે આ પ્રકારના નિવેદન કરી રહ્યું છે. વિપક્ષનું ચોક્કસ ટીકા કરવાનું છે પરંતુ ટીકા સાથે સરકારની કામગીરી અને ચૂંટણીઓ જીતવાની વાત છે, પરંતુ કોંગ્રેસ માત્ર ટીકા કરતું રહ્યું છે. જીતવા માટે કોઈ પ્રકારની સક્રિયતા જોવા મળતી નથી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.