અમદાવાદ : જગન્નાથ મંદિરની બહાર જ્યાં રથયાત્રાના એક દિવસ પહેલા પગ મુકવાની જગ્યા નથી હોતી. ત્યાં આજે કોઈ વ્યક્તિ દેખાતું નથી. કોરોના વાઈરસના પગલે રથયાત્રા સાદાઈ પૂર્વક યોજવાની છે.રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજવાની છે. જેથી કોઈ ભક્ત દર્શન માટે દેખાયા નહોતા.જે મંદિરની બહાર ભક્તોની લાંબી કતાર હોય છે. તે મંદિર આજે ભક્તો વિના સુનું બન્યું હતું.મંદિર બહાર ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી છે,
- મંદિરની આસપાસનો વિસ્તાર પણ બેરીકેટ નાખી કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.
- મંદિરની અંદર ભગવાનના ત્રણેય રથ લાવવામાં આવ્યા
- મંદિર પરિસરમાં રથને પરિક્રમા કરાવવામાં આવશે ત્યારબાદ એક જગ્યાએ સ્થાયી કરવામાં આવશે
- ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે ભગવાનના દર્શન કરવા માંટે જ વ્યવસ્થા કરવામાં આવશે.
ભગવાનના રથયાત્રામાં દર વર્ષે હાથી શોભા ધરાવે છે. ત્યારે આ વર્ષે હાથીને કલર કરીને શણગારવામાં આવી રહ્યા છે. આવતીકાલે હાથી મંદિર પરિસરમાં રથની સાથે પણ રાખવામાં આવે તેવી શકયતા છે.ઉપરાંત તર્ક,અખાડા,ભજન મંડળી પણ આ વર્ષની રથયાત્રામાં નિહાળવા નહીં મળે.હાલ તો રથયાત્રા નિકાળવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.જો હાઇકોર્ટ તરફથી મંજૂરી મળે તો રથયાત્રા નીકળી પણ શકે છે.