- પોલીસ દ્વારા માસ્ક અંગે દંડની વસુલાત
- એક વ્યક્તિને ગાડીમાં હોય તો પણ માસ્ક ફરજિયાત
- માસ્ક ના પહેરનારને 1000નો દંડ
અમદાવાદઃ શહેરમાં પોલીસ દ્વારા રવીવારથી ગાડીમાં જનાર એક વ્યક્તિએ પણ માસ્ક ના પહેર્યું હોય તો પણ તેની પાસેથી દંડ વસુલવાનું શરૂ કરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા અનેક લોકોને માસ્ક વિના પકડવામાં આવ્યાં હતા. પરંતુ પકડેલા અનેક લોકોને પોલીસે સમજાવીને જવા પણ દીધા હતા અને કેટલાક લોકો પાસેથી દંડ પણ વસૂલ્યો હતો.
પોલીસ દ્વારા લોકોને માસ્ક પહેરવા અપીલ પણ કરવામાં આવી છે અને હવેથી ગાડીમાં જનારા એક વ્યક્તિ પણ જો માસ્ક નહી પહેરે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરીને રૂપિયા 1000નો દંડ પણ આપવામાં આવશે અને દંડ ના ભરનારા સામે અન્ય કાર્યવાહી પણ થઈ શકે છે.