ETV Bharat / city

પ્રદેશ સંગઠન પ્રધાન રત્નાકર માટે ગુજરાત 2022ની ચૂંટણીમાં જીત અપાવવી ખૂબ મોટું મિશન - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ભાજપ હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ સંગઠન પ્રધાન તરીકે રત્નાકર(Ratnakar )ની નિમણૂંક કરી છે. 2005થી પ્રદેશ સંગઠન પ્રધાન તરીકેની જવાબદારી ભીખુ દલસાણિયા (Bhikhu Dalsania)સંભાળતા હતા. હવે ડીસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે સંગઠન પ્રધાનમાં ફેરફાર થયો છે, તે ખૂબ મહત્વનું પુરવાર થશે. સંગઠનમાં ફેરબદલથી શું વિધાનસભાની ચૂંટણી જીતવી સરળ બનશે? ETV Bharatનો વિશેષ અહેવાલ..

પ્રદેશ સંગઠન પ્રધાન રત્નાકર માટે ગુજરાત 2022ની ચૂંટણીમાં જીત અપાવવી ખૂબ મોટું મિશન

author img

By

Published : Aug 3, 2021, 2:10 PM IST

  • ભીખુ દલસાણિયા 2005થી સંગઠન પ્રધાન હતા
  • હવે ઉત્તરપ્રદેશના રત્નાકર પ્રદેશ સંગઠન પ્રધાન બન્યા
  • ગુજરાતના સંગઠનમાં મોટો ફેરફાર

અમદાવાદ- ગુજરાત પ્રદેશ સંગઠન પ્રધાન તરીકેની ભીખુ દલસાણિયા(Bhikhu Dalsania) 2005થી જવાબદારી સંભાળતા હતા, તેઓ પાટીદાર નેતા હતા. અત્યાર સુધી ગુજરાતમાં ભાજપની શાનદાર જીત થતી આવી છે અને તેઓ ગુજરાત ભાજપનો સાચો સર્વે હાઈકમાન્ડ સુધી પહોંચાડતા હતા, પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે. ભાજપ સંગઠન ક્ષેત્રે ફેરફાર ઈચ્છી રહ્યો છે, આથી જ ભાજપ હાઈકમાન્ડે મૂળ ઉત્તરપ્રદેશના રત્નાકર(Ratnakar )ને ગુજરાત પ્રદેશ સંગઠનના પ્રધાન બનાવ્યા છે. તેમને માઈક્રો મેનેજમેન્ટના માસ્ટર માનવામાં આવી રહ્યા છે અને આરએસએસ સાથે સંકળાયેલા છે. તેઓ ચૂંટણી લડવાનો બહોળો અનુભવ ધરાવે છે. આથી જ તેમની ગુજરાતમાં નિમણૂંક કરાઈ છે.

આ પણ વાંચો- ગુજરાત ભાજપના સંગઠનમાં કરાયો મોટો ફેરફાર,રત્નાકરને નવા સંગઠન મહામંત્રીની જવાબદારી સોંપાઈ

2022 પહેલા રાજકીય સમીકરણો ગોઠવાઈ રહ્યા છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના ડીસેમ્બરમાં યોજાવાની છે, તે અગાઉ રાજકીય સમીકરણો ગોઠવવા માટે રત્નાકરની સંગઠન પ્રધાન તરીકે વરણી કરાઈ છે. 2022ની ચૂંટણી ખૂબ રસાકસીભરી બનવાની છે, કારણ કે આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જોરદાર રીતે એન્ટ્રી કરી છે, તેની સાથે ઓવૈસીની પાર્ટી AIMIMએ પણ ખાતુ ખોલાવ્યું છે. હજુ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની ટીએમસી પણ ગુજરાત વિધાસભાની ચૂંટણીમાં ઝંપલાવશે. બીજી તરફ માયાવતીનો બહુજન સમાજ પક્ષ પણ ગુજરાતમાં ચૂંટણી લડશે. આમ અન્ય રાજ્યોના પ્રાદેશિક પક્ષની નજર સમૃદ્ધ ગુજરાત તરફ છે.

પ્રદેશ સંગઠન પ્રધાન રત્નાકર માટે ગુજરાત 2022ની ચૂંટણીમાં જીત અપાવવી ખૂબ મોટું મિશન

મોદીના હોમ સ્ટેટ પર તમામ પ્રાદેશિક પક્ષોની નજર

ગુજરાત તરફ અન્ય રાજ્યના પ્રાદેશિક પક્ષની નજર છે, કેમ કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi )નું હોમ સ્ટેટ છે. ત્યાં જો મોદીનો ભાજપ હારે તો તેઓ વધુ ખુશી મેળવી શકે અને તમામ વિપક્ષો એક થયા છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સામે વિપક્ષો એક થઈને મજબૂત રીતે સામનો કરવા તૈયાર થઈ રહ્યા છે, જેથી વિપક્ષનો પહેલો ટાર્ગેટ મોદીનું હોમ સ્ટેટ છે. ગુજરાતમાં જો ભાજપ હારે તો મોદી હાર્યા છે, તેઓ બદલો લઈ શકાય. આવા રાજકીય વેરઝેરને લઈને જ 2022ની ચૂંટણીમાં અન્ય રાજ્યોના પ્રાદેશિક પક્ષો અને અન્ય વિપક્ષની નજર છે.

રૂપાણી પાંચ વર્ષના શાસનની ઉજવણી કરી પ્રચાર કરી રહ્યા છે

ભાજપ હાઈકમાન્ડે હવે અત્યારથી જ કમર કસી છે. ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં ભવ્ય જીત મેળવવા માટે અમિત શાહની ટીમે માઈક્રો મેનેજમેન્ટ અને બુથ લેવલ સુધીનું મેનેજમેન્ટ શરૂ કરી દીધું છે. હાલમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Chief Minister Vijay Rupani) પાંચ વર્ષના સફળતાપૂર્વક શાસનની ઉજવણી કરી રહી છે. રૂપાણી સરકારે કરેલા વિકાસના કામોને જનજન સુધી પહોંચાડવા માટે નવ દિવસ સુધી ઉજવણી ચાલશે. તેને સમાંતર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શનના અલગ-અલગ કાર્યક્રમો આપ્યા છે. આ એક પ્રકારનો ચૂંટણીપ્રચારનો કાર્યક્રમ જ છે. રૂપાણી સરકારે પાંચ વર્ષ દરમિયાન જે કામો કર્યા છે, તેને ગુજરાતની પ્રજા સુધી લઈ જવા માટે જિલ્લા લેવલે કાર્યક્રમો ગોઠવાયા છે. તમામ પ્રધાનોને જવાબદારી સોંપાઈ છે. હાલ તમામ પ્રધાનો પોતપોતાના જિલ્લામાં વિકાસ કાર્યોની ગાથા ગાઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટીથી ભાજપ ચિંતિંત થાય છે ખરો

કોરોનાકાળમાં રૂપાણી સરકારની ઈમેજ ખરડાઈ હતી, તેને ધોવા માટે આવા કાર્યક્રમો કરવા જરૂરી હતા અને સંગઠનમાં ફેરફાર થાય તે પણ જરૂરી હતું. બીજી તરફ આમ આદમી પાર્ટીએ આ વખતે 2022ની ચૂંટણીમાં ગુજરાત વિધાનસભા પર કબજો કરવા માટે જોરદાર રીતે પ્રચારપ્રસાર કાર્ય આરંભી દીધું છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી મુખ્યપ્રધાન મનીશ સિસોદિયા બે વખત ગુજરાતનો પ્રવાસ કરી ગયા છે.

ગામેગામથી અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે

ગામેગામથી અનેક લોકો આમ આદમી પાર્ટી(AAP)માં જોડાઈ રહ્યા છે. તેની સાથે ગુજરાતના મોટા માથા કહી શકાય તેવા પત્રકાર, ઉદ્યોગપતિઓ, કલાકારો, સામાજિક કાર્યકરો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીએ સોમનાથથી જનસંવદેના યાત્રા કરી અને ગામેગામ ફરીને જનસંપર્ક કર્યો છે, જેથી ભાજપ ચિંતિંત બન્યો છે.

આ પણ વાંચો- રત્નાકરની પ્રદેશ ભાજપ મહાપ્રધાન તરીકે કરાઇ નિયુક્તિ

રત્નાકરનું માઈક્રો મેનેજમેન્ટ વખણાય છે

ગુજરાતમાં અન્ય પક્ષનો પગપેસારો થયો છે, આથી જ ભાજપ(BJP) હાઈકમાન્ડે રત્નાકર(Ratnakar )ની પ્રદેશ સંગઠન પ્રધાન તરીકેની જવાબદારી સોંપાઈ છે. રત્નાકરને ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળની ચૂંટણી લડવાનો અનુભવ છે, તેમનું માઈક્રો મેનેજમેન્ટ ખૂબ વખણાયું હતું. ભલે તેઓ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હારી ગયા હોય પણ પહેલા કરતાં ભાજપને સારી સ્થિતિમાં લાવીને મુકી દીધું છે. પશ્ચિમ બંગાળામાં ભાજપ મુખ્ય વિરોધ પક્ષ બન્યો છે.

ગુજરાત ભાજપના સીનીયર નેતાઓ માથુ ખંજવાળી રહ્યા છે

જો કે, ગુજરાતમાં હજુ લાંબી મંજલ કાપવાની બાકી છે. ડીસેમ્બર 2022માં ખૂબ સમય છે, તે અગાઉ હાઈકમાન્ડે રાજકીય સોગઠા ગોઠવવાના ચાલુ કર્યા છે. કારણ કે, ગુજરાત ગુમાવવું પડે તે સ્વપ્નમાંય પોસાય તેવું નથી. રત્નાકરનું નામ પ્રદેશ સંગઠન પ્રધાન તરીકે જાહેર થતાં ભાજપના અનેક સિનીયર નેતાઓ માથા ખંજવાળતા થઈ ગયા હતા. સાલુ આ નામ આવ્યું કયાંથી? અને તે પણ ગુજરાત ભાજપમાં આઉટસોર્સિંગ… જો કે, રત્નાકર માટે ગુજરાતમાં 2022માં જીત અપવાવી ખૂબ મોટું મિશન સાબિત થશે, તે વાત નક્કી છે.

રત્નાકરે ગુજરાતમાં ભાજપના સુષુપ્ત સંગઠનને કાર્યશીલ કરવાનું છે

રાજકીય વિશ્લેષક હરેશ ઝાલાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપમાં સંગઠન મહાપ્રધાનની નિયુક્તિ આરએસએસ દ્વારા થાય છે. તે તેમનો વ્યક્તિ હોય છે, જે સંગઠન સંભાળે છે. વજુભાઈ વાળાએ પણ તેનો ઉલ્લેખ કર્યો છે. આ બાબત આજકાલની નહીં, પરંતુ ઘણા વખતથી ચાલતી હતી. ભીખુ દલસાણીયાને 2010માં પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ કે બિહારમાં મૂકવાની વાત ચાલતી હતી, પરંતુ તે વખતે તે થઇ શક્યું નહોતું.

આ પણ વાંચો- રત્નાકર બેંકના કૌભાંડમાં રાજ્ય સરકારે વિશેષ સરકારી વકીલ તરીકે કલ્પેશ ગોસ્વામીની નિમણૂક કરી

ગુજરાતમાં ભાજપનું સંગઠન 30 વર્ષથી તૈયાર છે

હરેશ ઝાલાએ વધુમાં કહ્યું હતું કે, 2022ની ચૂંટણી અને રત્નાકરની નિયુક્તિને એક સાથે જોવી ઉતાવળ રહેશે. કારણકે, આવી નિયુક્તિ લાંબા સમયની પ્રોસેસ હોય છે. ભીખુભાઈએ 13 વર્ષ આ કાર્ય કર્યું છે. જે સામાન્ય રીતે RSS કે ભાજપમાં જોવા મળતું નથી. ટર્મ પૂરી થતાં તેમને નવી જવાબદારી સોંપવામાં આવે છે. ગુજરાતમાં ભાજપનું સંગઠન 30 વર્ષથી તૈયાર છે. તેને કાર્યશીલ બનાવવાની જરૂર છે. રત્નાકરે યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળમાં કાર્ય કર્યું છે. સાથે જ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સાથે પણ તેમણે બિહાર અને વારાણસીમાં કામ કરેલું છે.

ભરત પંચાલ, બ્યૂરો ચીફ, ઈ ટીવી ભારત ગુજરાત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.