અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચીનમાંથી પરત આવનારા દર્દી માટે SVP હોસ્પિટલમાં 30 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 7 વેન્ટિલેટર અને 1 પીડિયાટ્રિક વેન્ટિલેટર રખાશે.
આ સાથે જ હોસ્પિટલમાં 12 બેડનો ICU રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 2 લાખ જેટલા ત્રિપલ લેયર માસ્ક, 950 જેટલા N-95 માસ્ક અને 2 લાખ ડિસ્પોઝેબલ કેપ તૈયાર કરવામાં આવ્યાં છે. આ હોસ્પિટસમાં 24 કલાક સારવાર માટે ડૉક્ટરોની ટીમ પણ તૈનાત રહેશે. જે તપાસ દરમિયાન કોઇ વ્યક્તિ શંકાસ્પદ જણાશે તો તેને સારવાર આપશે.