- મુસ્લિમ સમુદાય કોરોનાની રસી લેવામાં ખચકાટ
- કોરોનાની રસી શરીરને નુકસાન પહોંચાડે છે તેવી અફવા ફેલાઇ
- મોટી સંખ્યામાં લોકો કોરોના રસી લેતામાં ડરે છે
અમદાવાદ : શહેરના સરખેઝ, જોહાપુરા, જમાલપુર, દરિયાપુર, શાહપુર, કાલોપુર, ગોમતીપુર અને રખિયાલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં મુસ્લિમો વસે છે. અન્ય દરેક ક્ષેત્રની જેમ અહીં પણ મોટી સંખ્યામાં કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યા છે. જ્યાં કોરોનાનો ઈલાજ અને કોરોના રસીકરણ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, પરંતુ એવી અફવાઓ ફેલાય રહી છે કે, કોરોનાની રસી શરીરને નુકસાન પહોંચાડી શકે છે, તેથી મોટી સંખ્યામાં લોકો કોરોના રસી મેળવવામાં ડરતા હોય છે.
કોરોના રસી સમગ્ર દેશ અને વિશ્વભરમાં આપવામાં આવી રહી છે, તો તે મુસ્લિમો માટે કેમ ખરાબ હોઈ શકે?
અમદાવાદના એક સામાજિક કાર્યકર્તા કલીમ સિદ્દીકીએ જણાવ્યું હતું કે, મુસ્લિમ વિસ્તારોના લોકો કોરોનાને ખૂબ જ હળવાશથી લઈ રહ્યા છે. રોગ ગમે તે હોય, તેને ગંભીરતાથી લેવો જોઈએ, પરંતુ નિરક્ષરતાને કારણે, લોકો તેનો અર્થઘટન અલગ રીતે કરી રહ્યા છે. કોરોના રસી સમગ્ર દેશ અને વિશ્વભરમાં આપવામાં આવી રહી છે, તો તે મુસ્લિમો માટે કેમ ખરાબ હોઈ શકે?" કોરોનામાંથી મુક્તિ મેળવવા માટે મુસ્લિમ દેશોમાં પણ રસીકરણ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો - કોરોના વેક્સિન અંગે લધુમતી સમાજમાં ગેરસમજને દૂર કરવા આગેવાનો રોડ પર ઉતર્યા
સરકારે જાગૃતિ લાવવાની અને ચોક્કસ પગલા ભરવાની જરૂર
જમાત-એ-ઇસ્લામ એ હિન્દ, ગુજરાતના પ્રમુખ શકીલ અહેમદ રાજપૂતે જણાવ્યું હતું કે, એક તરફ કોરોના રસી લીધા બાદ પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, મોટી સંખ્યામાં લોકો કોરોના રસી લઈ રહ્યા છે, પરંતુ કોરોના રસીનો અનુભવ કર્યા બાદ જ તે જાણવામાં આવશે કે, તે ફાયદાકારક છે કે નુકસાનકારક. તેથી જ લોકો કોરોના રસીથી ચિંતિત છે. રસી ઉપર હજૂ વિશ્વાસ કરવામાં આવ્યો નથી. આ માટે સરકારે જાગૃતિ લાવવાની અને ચોક્કસ પગલા ભરવાની જરૂર છે, જેથી લોકોને કોરોના રસી ઉપર વધુ વિશ્વાસ આવે છે.
ગુજરાતમાં 53,89,349 લોકોને કોરોના રસી અપાઇ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત આરોગ્ય વિભાગના તાજેતરના આંકડા મુજબ, ગુજરાતમાં 53,89,349 લોકોને કોરોના રસી આપવામાં આવી છે. જોકે, અમદાવાદમાં કોરોના સામે 23574 લોકોને રસી આપવામાં આવી છે. ગુજરાતમાં, અત્યાર સુધીમાં 288,565 લોકો કોરોના નજી જંગ જીતી ને ડિસ્ચાર્જ મેળવ્યાં છે, પરંતુ કોરોના વાઇરસને કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં 4,510 લોકો મૃત્યુ પામ્યા છે. જોકે, ગુજરાતમાં કોરોના વાઇરસના 35,338 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો - રાજકોટ જિલ્લાના 12 ગામોમાં 100 ટકા વેક્સિનેશન, કેટલાક ગામોમાં જાગૃતિનો અભાવ
કોરોનાની રસી લીધી છે અને તેમાં કોઈને નુકસાન નથી - કોરોના રસી લેનારા લોકો
ETV BHARATના પ્રતિનિધિએ અમદાવાદના જોહાપુરાના અર્બન હેલ્થ સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું અને જ્યારે રસી લેનારાઓને તેમના અનુભવો વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે કોરોના રસી લેનારા લોકોએ જણાવ્યું હતું કે, અમે અહીં આવીને કોરોનાની રસી લીધી છે અને તેમાં કોઈને નુકસાન નથી. તે માટે બધાના લોકોને કોરોના વાઇરસની રસી લેવી જોઈએ.
જુહાપુરાના અર્બન હેલ્થ સેન્ટરમાં દરરોજ 100થી વધુ લોકો રસીકરણ માટે આવે છે
મકતમપુરાના કાઉન્સલર હાજી અસ્સાર બેગ મિર્ઝાએ જણાવ્યું હતું કે, જુહાપુરાના અર્બન હેલ્થ સેન્ટરમાં દરરોજ 100થી વધુ લોકો રસીકરણ માટે આવે છે અને મોટાભાગના મુસ્લિમો અહીં કોરોના રસી લેવા માટે આવતા હોય છે. આવી અફવા મુસ્લિમ સમુદાયના લોકોને બદનામ કરવા માટે કરવા માટે ફેલાવવામાં આવી રહી છે. તેથી, અમે લોકોને અપીલ કરીએ છીએ કે, શક્ય હોય ત્યાં સુધી વધારેમાં વધારે લોકો કોરોનાની રસી લેવા માટે આવે. આ રસી દરેક માનવી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.