- Rs.5ની મૂળ કિંમતના ઇક્વિટી શેરદીઠ પ્રાઇઝ બેન્ડ Rs.498-500
- ન્યૂનતમ બિડ લોટ 30 ઇક્વિટી શેર અને ત્યારબાદ 30 ઇક્વિટી શેરના ગુણાંકમાં છે
- ફ્લોર પ્રાઈઝ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ 99.6 ગણી છે
અમદાવાદઃ બાર્બેક્યૂ નેશન હોસ્પિટાલિટી આઈપીઓને લઈને મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ટેક્નોપેક એડવાઇઝર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા 19 ફેબ્રુઆરી, 2021ના એક અહેવાલ મુજબ, તે ભારતની એક અગ્રણી કેઝ્યુઅલ ડાઇનિંગ રેસ્ટોરન્ટ ચેઇન છે. કંપની અને વેચાણકર્તા શેરહોલ્ડર તામરા પ્રાઇવેટ લિમિટેડ બૂક રનિંગ લીડ મેનેજર્સની સલાહ સાથે એન્કર રોકાણકારો સાથે ભાગીદારી કરવાનું વિચારી શકે છે, જે બિડ/ઓફરની ખુલવાની તારીખના એક કાર્યકારી દિવસ પહેલા એટલે કે મંગળવાર 23 માર્ચ, 2021ના રોજ થશે.
ઈસ્યૂના નાણાંમાંથી નવી રેસ્ટોરન્ટ ખોલવામાં આવશે
કંપનીના સીઈઓ અને ડાયરેક્ટર રાહુલ અગ્રવાલે જણાવ્યું હતું કે આઈપીઓમાં Rs.5ની મૂળકિંમતના કુલ Rs.180 કરોડના ઇક્વિટી શેરોના ફ્રેશ ઇશ્યુ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા પ્રત્યેક Rs.5ની મૂળકિંમતના 54,57,470 સુધીના ઇક્વિટી શેરોની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. કુલ Rs.2 કરોડ સુધીના ઇક્વિટી શેરોનાં લાયક કર્મચારીઓ માટે અનામત રહેશે. કંપની ફ્રેશ ઇશ્યુમાંથી મળનારી ચોખ્ખી ઉપજનો ઉપયોગ નવી રેસ્ટોરન્ટ ખોલવા અને વિસ્તારવા કંપની દ્વારા લેવામાં આવેલા ઋણના અમુક બાકી ઉધારની આંશિક અથવા સંપૂર્ણ પૂર્વચુકવણી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વિચારે છે.
આ પણ વાંચોઃ શેર માર્કેટ ફરી નવી ઊંચાઈ પર ખૂલ્યું, લીલા નિશાન પર ધંધો કરી રહ્યા છે સેન્સેક્સ-નિફ્ટી
પ્રથમ બાર્બેક્યૂ નેશન રેસ્ટોરન્ટ 2008માં શરૂ કરી હતી
ટેક્નોપેકના રિપોર્ટ અનુસાર, બીએનએચએલે ભારતીય રેસ્ટોરાંઓમાં ‘ઓવર ધ ટેબલ બાર્બેક્યૂ’ના કન્સેપ્ટનું ફોર્મેટ લાવવામાં પહેલ કરી હતી. સૌ પ્રથમ બાર્બેક્યૂ નેશન રેસ્ટોરન્ટ 2006માં પ્રમોટર્સ પૈકીની એક સયાજી હોટેલ્સ લિમિટેડ દ્વારા શરૂ કરવામાં આવી હતી. બીએનએચએલએ તેની પ્રથમ બાર્બેક્યૂ નેશન રેસ્ટોરન્ટ 2008માં શરૂ કરી હતી અને ત્યારબાદ 2012માં એસએચએલની માલિકીની અને સંચાલિત પાંચ રેસ્ટોરન્ટ હસ્તગત કરી હતી. હાલની સ્થિતિએ 31 ડિસેમ્બર, 2020 સુધીમાં બીએનએચએલ ભારતના 77 શહેરોમાં 147 બાર્બેક્યૂ નેશન રેસ્ટોરન્ટ યુએઈ, ઓમાન તથા મલેશિયા નામના ત્રણ દેશોમાં છ આંતરરાષ્ટ્રીય બાર્બેક્યૂ નેશન રેસ્ટોરન્ટ ચલાવે છે.
આ પણ વાંચોઃ બજેટ પર શું કહી રહ્યા છે શેર માર્કેટના એક્સપર્ટ જુઓ ખાસ અહેવાલ