- સુખાકારી માટે યોગની થીમ ઉપર ઉજવાઈ રહ્યો છે દિવસ
- વર્ષ 2014થી યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે
- કોરોના સમયે ક્યા ક્યા યોગા કરવા જોઈએ, આવો જાણીએ
અમદાવાદ : કોરોનાની મહામારી કે જ્યાં બાળકો પણ આ મહામારીથી બાકાત રહ્યા નથી. ત્યારે તેમણે કયા પ્રકારના યોગ કરવા જોઈએ તે જણાવતા નિધિ મહેતાએ કહ્યું કે, બાળકોએ ચક્રાસન, ધનુરાસન અને પશ્ચિમોત્તાનાસન જેવા યોગ કરાવવા જોઈએ. સામાન્ય રીતે હાલની પરિસ્થિતિમાં બાળકોને માથાનો દુઃખાવો અને કેટલાક બાળકોમાં તો એટેક સુધીની પણ સમસ્યાઓ જોવા મળી રહી છે. નિયમિત યોગ અને પ્રાણાયામથી આ સમસ્યા નિવારી શકાય છે.
યુવાનોએ કેવા પ્રકારના યોગ કરવા જોઈએ?
મોટાભાગના યુવાનો કે જેમણે કોરોના સમયે 'વર્ક ફ્રોમ હોમ' કરવું પડી રહ્યું છે. તેમણે કમરનો દુખાવો સામાન્ય સમસ્યા છે. એવામાં યુવાનોને પ્રાણાયમની સાથે કેટલાક આસનો કરવાની સલાહ પણ લીધી મહેતા આપી રહ્યા છે. યુવાનોએ અનુલોમ વિલોમ, બ્રાસ્તિકાશન, સર્વાંગાસન, ચક્રાસન, હલાસન અને, સેતુબંધ આસન કરવા જોઈએ. વધુમાં સર્વાંગાસન વિશે તમને જણાવતા કહ્યું હતું કે સર્વાંગાસન એટલે કે જે જેનો મતલબ તમામ આસન પણ થાય છે. આ સાથોસાથ આ તમામ આસનો કઈ રીતે કરવા તે માટેની ટેકનીક પણ અહીં ઉલ્લેખ કરવામાં આવી છે.
સિનિયર સિટીઝને ક્યા પ્રકારના યોગ કરવા જોઈએ?
વધુમાં સિનિયર સિટીઝન પ્રાણાયમ ત્રણ સ્ટેપ બ્રિધીંગ, ઉજ્જઇ આસન, પ્રાણાયામ માંજરી આસન ઉત્તરણ આ પદ્માસન અને વક્રાસન કરવું જોઈએ કે જેથી તેમને ઢીંચણમાં દુખાવો ન થાય મોટાભાગના આસન તેઓ નીચે બેસવા ની સાથે સાથે સોફા અથવા બેડ ઉપર બેસીને પણ કરી શકે છે આ ઉપરાંત કોરોના સમય કે જ્યાં respiratory system સ્ટ્રોંગ હોવી જરૂરી છે ત્યારે અનુલોમ-વિલોમ, પ્રાણાયામ અને, ઓમકાર અથવા મેડિટેશન પણ કારગર સાબિત થાય છે.