અમદાવાદ -ગુજરાત કોંગ્રેસની સ્થાપના વર્ષ 1920માં કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતના પ્રથમ પ્રમુખ પદે સરદાર વલ્લભભાઈ પટેલની નિમણૂક થઈ હતી. જ્યારે દેશ આઝાદ થયો અને રાજ્યમાં ચૂંટણી કરવાનું નક્કી થયું હતું. ગુજરાત કોંગ્રેસના ભૂતકાળની વાત કરીએ તો કોંગ્રેસ પક્ષમાંથી ચીમનભાઈ પટેલ મુખ્યપ્રધાન બન્યા અને ટૂંક સમયમાં તેઓનું નિધન થયા બાદ કોંગ્રેસ પાર્ટી માટે કપરો સમય શરૂ થવા લાગ્યો હતો. કોંગ્રેસ પક્ષમાં દિવસે દિવસે વધતા જતા આંતરિક વિવાદોનો સીધો ફાયદો અન્ય પક્ષ લેતા ગયાં હતાં. જ્યારે ધીમે ધીમે પાર્ટી પણ વિખરાતી ગઈ હતી. ચીમનભાઈ પટેલના મૃત્યુથી લઈ હાર્દિક પટેલના રાજીનામા (Leaders resigning from Congress) અંગે જો વાત કરીએ તો અનેક મોટા અને દિગ્ગજ નેતાઓ હવેે ભાજપના (Interesting Research)ખેમામાં જોડાયેલા જોવા મળી રહ્યાં છે.
શરુઆત આ રીતે થઇ - કેટલાક મહત્ત્વના મોટા નેતાઓનો કોંગ્રેસનો હાથ છોડી ભાજપનું કમળ (Congress leaders Who joined BJP) પકડવાના લિસ્ટમાં જોઇએ. છેક 2002 અને 2007માં કોંગ્રેસ પાર્ટીએ આપેલી ટિકિટ પરથી નીમાબેન આચાર્ય (Neemaben Acharya ) વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતાં. તેઓ બહુમત સાથે વિજયી પણ થયા હતાં જોકે 2007માં ટૂંક સમયમાં જ તેઓએ તેમના પતિ ભાવેશ આચાર્ય અને 6 કોર્પોરેટરો સાથે તેઓ ભાજપમાં જોડાઇ ગયાં હતાં. ત્યારબાદ તેઓ સતત ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડતા આવ્યા છે. જ્યારે આજે તેઓ ગુજરાત વિધાનસભાના મહિલા અધ્યક્ષ તરીકેનું ખૂબ જ મોભાદાર પદ ધરાવી રહ્યા છે.
વિશેષ મહત્ત્વ પામતાં નરહરિ અમીન- 5 ડિસેમ્બર 2012ના દિવસે ગુજરાત કોંગ્રેસ સાથે છેડો ફાડયાં બાદ 6 ડિસેમ્બરે ઉગતા સૃર્યની રાહે નરહરિ અમીન (Narhari Amin) ભાજપમાં જોડાયા હતાં. જો.કે નરહરિ અમીનના ભવ્ય ભૂતકાળની વાત કરીએ તો છબીલદાસ મહેતાના મુખ્યપ્રધાન સમયે નરહરિ અમીન નાયબ મુખ્યપ્રધાન હતાં. ત્યારબાદ ભાજપમાં જોડાતા તેઓ 2013માં પ્લાનિંગ કમિશન ઓફ ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા હતાં.જ્યારે આગળના વર્ષોમાં તેઓ GCAના પ્રમુખ અને BCCIમાં ઉપપ્રમુખ પદે પણ રહ્યાં હતાં. 2020માં તેમને રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે પસંદ કર્યા અને રાજ્યસભામાં જીત મેળવી તેઓ હાલ ભાજપના સાંસદ બન્યા છે.
આ પણ વાંચોઃ પાટીલના 182 સીટ જીતવાના નિવેદનથી કોંગ્રેસ ગભરાયું, માટે હું પક્ષ છોડી ભાજપમાં આવ્યો : જીતુ ચૌધરી
ગત ચૂંટણી પહેલાં થઇ હતી આ ઉથલપાથલ - વર્ષ 2017માં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડનારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ વર્ષ 2019માં કોંગ્રેસમાંથી છેડો ફાડયો હતો. રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડ પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયાના ટૂંક સમયમાં પેટાચૂંટણી થઈ હતી. જેમાં અલ્પેશ ઠાકોર ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતાં. પરંતુ પ્રજાનો વિશ્વાસ ફરી જીતી શક્યાં ન હતાં. જ્યારે ધવલસિંહ ઝાલા બાયડ બેઠક પરથી લડ્યાં પરંતુ તેઓ પણ પ્રજાનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યાં હતાં. હાલ બન્ને નેતાઓ ભાજપમાં સક્રિય નેતા તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે.
તાજેતરની મોટી વિકેટો આ પડી - ગુજરાત કોંગ્રેસનાં સગઠનમાં 37 વર્ષ પોતાની સેવા પ્રદાન કરનાર અને યુવાનોના માર્ગદર્શક તરીકે જાણીતા જયરાજસિંહ પરમારે (Jayrajsinh Parmar) પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઇ ચૂક્યાં છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ MLA અશ્વિન કોટવાલ પણ ભાજપમાં જોડાયાં છે. ત્યારબાદ આદિવાસી નેતા અને પ્રખર કોંગ્રેસી અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાએ પણ કેસરિયો ધારણ કરી લીધો છે. જ્યારે ગુજરાતના મહત્ત્વના મતદાર વર્ગ એવા પાટીદાર ચહેરા હાર્દિક પટેલે હાલમાં જ કમળને પોતાના હાથમાં ધારણ કરી લીધું છે. હાર્દિક પટેલ (Hardik Patel) ઉપરાંત શ્વેતા બ્રહ્મભટ્ટે પણ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરી લીધો છે.
1.વિઠલ રાદડિયા 2012માં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યાં. 2017માં વિઠલ રાદડિયા અને બાદમાં તેમના પુત્ર જયેશ રાદડિયા પ્રધાન બન્યાં.
2.લીલાધર વાઘેલા 2012માં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યાં. લીલાધર વાઘેલા ભાજપમાંથી પાટણના સાંસદ બન્યાં.
3.જયંતિલાલ પરમાર, ગિરીશ પરમાર, હિતેષ પટેલ(પોચી) વર્ષ 2012માં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયાં હતાં. હાલ તેઓ સક્રિય નેતા તરીકે ભાજપમાં ફરજ બજાવી રહ્યાં છે.
4.પરબત પટેલ 2012માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયાં. પરબત પટેલ રાજયકક્ષાના પ્રધાન બન્યાં. તેઓ હાલ બનાસકાંઠાના સાંસદ છે.
5.પરિવારની લડાઈમાં પૂનમ માડમે 2012માં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. બાદમાં તેઓ ભાજપમાં આવ્યાં અને 2014 અને 2019 એમ બે ટર્મથી સાંસદ છે.
6.દેવુસિંહ ચૌહાણ 2007માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યાં. હાલ ભાજપની સરકારમાં કેન્દ્રીય રાજયપ્રધાનનો હોદ્દો ભોગવી રહ્યાં છે.
7.રામસિંહ પરમાર 2017માં ભાજપમાં જોડાયા હતાં. હાલ રામસિંહ પરમાર અમૂલના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે.
8.કુંવરજી બાવળીયા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યાં. પેટાચૂંટણી જીતી કેબિનેટ પ્રધાન બન્યાં હતાં.
9.રાઘવજી પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યાં અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યાં.
10.જવાહર ચાવડા કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યાં અને પેટાચૂંટણીમાં જીત મેળવી રૂપાણી સરકારમાં પ્રધાન બન્યાં.
11.રાજ્યસભાની ચૂંટણીમાં તેજશ્રીબેન પટેલ, કમશી પટેલ અને બળવંતસિંહ રાજપૂત પક્ષ વિરુદ્ધ મતદાન કરીને કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયાં.
12.કમશી પટેલના પુત્ર કનુ પટેલ સાણંદના MLA બન્યાં અને 2017માં તેજશ્રીબેન વિરમગામ બેઠક ભાજપની ટિકીટ મેળવી ચૂંટણી લડ્યાં અને હાર્યા.
13.બળવંતસિંહ રાજપૂતને ભાજપમાં જોડાયા બાદ GIDCના બોર્ડ નિગમના ચેરમન તરીકે સ્થાન મળ્યું. હાલ તેઓએ રાજીનામું આપ્યું છે.
14.રાજ્યસભાની 2019માં આવેલી ચૂંટણીમાં પહેલાં મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારુ, જીતુ ચૌધરી અને પછી બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના વર્તમાન MLAમાંથી રાજીનામુ આપ્યું હતું. આમાંથી બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પ્રધાનમંડળમાં નવું સ્થાન મળ્યું છે. જ્યારે પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમા પટેલ કોઈ પક્ષમાં જોડાયા નહીં.
15.પી.આઈ પટેલે વર્ષ 2017માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તેઓ ભાજપમાં નેતા તરીકે સતત કાર્યરત રહેલા છે.
16.ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા જાડેજા તરીકે જાણીતા નેતાએ વર્ષ 2017માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. બાદમાં તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યાં અને વિજયરૂપાણીની સરકારમાં પ્રધાન બન્યા હતાં. હાલ પણ તેઓ ધારાસભ્ય પદ પર યથાવત છે.
17.કોંગ્રેસનો છેડો ફાડનારામાંથી અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરીવાર પેટાચૂંટણીમાં MLA બન્યાં હતાં.
18.લૂણાવાડાના પૂર્વ MLA હીરા પટેલ પણ ભાજપમાં ભરતી અભિયાનમાં જોડાયા છે.
19. એકસમયના પ્રખર કોંગ્રેસી કહેવાયેલા સાગર રાયકા પણ પાંચ મહિના પહેલાં દિલ્હીથી ભાજપમાં જોડાયા હતાં.
આ પણ વાંચોઃ વાઈરલ વીડિયો અંગે ભરતસિંહ સોલંકીએ કર્યા ચોંકાવનારા ખૂલાસા
લાસ્ટ શોટ -ગુજરાત કોંગ્રેસમાંથી મોટા પાયે પાર્ટીના દિગ્ગજ નેતાઓ અલવિદા કહીને ભાજપમાં જોડાયા છે. તો ભરતસિંહ સોલંકી જેવા પહેલી હરોળના અગ્રણી નેતાએ થોડા સમય માટે ગુજરાતના રાજકારણમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે.
આ તમામ (Congress leaders Who joined BJP) બાબતોને મદ્દેનજર આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) માટે કોંગ્રેસ કોઇ બોધપાઠ (Interesting Research) લઇ રહી છે કે કેમ તે વિશે કોઇ ચિહ્નો હાલ તો જણાતાં નથી.