- ખાલી બેડની સંખ્યાની માહિતી હોસ્પિટલના બોર્ડ પર મૂકવા આદેશ
- અમદાવાદમાં સરકારી હોસ્પિટલ્સમાં બેડની અવેબિલિટીના બોર્ડ લાગ્યા
- ICU અને વેન્ટિલેટર બેડ ફૂલ, ઓક્સિજન બેડ ફૂલ થવાની તૈયારીમાં
- ઓક્સિજનવાળા બેડની જરૂરિયાત શહેરમાં વધી રહી છે
અમદાવાદઃ હાલની પરિસ્થિતિમાં ઓક્સિજન બેડની જરૂરિયાત શહેરમાં વધી રહી છે. જેથી લોકોનો વધારે ઘસારો 1200 બેડની હોસ્પિટલ, SVP હોસ્પિટલ અને એલ.જી હોસ્પિટલમાં જોવા મળે છે. તો SVP હોસ્પિટલમાં અને એલ.જી હોસ્પિટલમાં થોડા- ઘણા ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે. તેઓ પણ દર કલાકે આ બોર્ડ અપડેટ કરી રહ્યા છે. જેથી દર્દીઓને દાખલ કરવામાં સરળતા રહે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં રોજના 300 કોરોના કેસ, સરકારી હોસ્પિટલમાં 126 અને ખાનગીમાં આશરે 50 જેટલા બેડ ખાલી
એલ.જી. હોસ્પિટલમાં બેડની સંખ્યાનું બોર્ડ મૂકાયું
હાઇકોર્ટે કોરોનાની સારવાર કરતી દરેક હોસ્પિટલ્સને કેટલા બેડ ખાલી છે તેની વિગતો મૂકવા આદેશ કર્યો હતો. બુધવારે SVP હોસ્પિટલ્સે બપોરે 3 વાગ્યે બોર્ડ મૂક્યું હતું. જેમાં આઈસોલેશનના 331 બેડ ખાલી હતા. 2 કલાકમાં જ 115 બેડ ભરાઈ ગયા હતા. આમ દરે મિનિટે SVPમાં 1 દર્દી દાખલ થયો હોય તેવું કહી શકાય.
આ પણ વાંચોઃ AMCના આદેશ બાદ હોસ્પિટલ બહાર લાગ્યા બેડ અંગેના બોર્ડ
ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને દાખલ કરાયા
રાજ્યમાં બેકાબૂ બનેલા કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજન સહિત વેન્ટિલેટરની પણ અછત ઉભી થઈ છે. કોરોનાના નવા સ્ટેઇનમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાઈકોર્ટે સરકારને હોસ્પિટલોમાં ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને પણ દાખલ કરવા માટે આદેશ કર્યો હતો. જેનું અમલીકરણ શરૂ થઈ ગયું છે.