અમદાવાદ: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારતીય ટીમ પોતાની 1000 મી વન-ડે રમી રહી છે. આ ઉપલક્ષ્યમાં સ્ટેડિયમ પર કેક કાપવાનું અને ભવ્ય આતશબાજીનું આયોજન કરાયું હતું, પરંતુ લતા મંગેશકરના નિધનથી આ તમામ આયોજન રદ્દ કરવામાં (indias odi celebrations canceled) આવ્યાં છે. આ દુઃખદ પ્રસંગે કેન્દ્ર સરકાર દ્વારા 2 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત (2 days national mourning) કરાઈ છે.
આ પણ વાંચો: India West Indies One Day Match 2022: ભારતીય ક્રિકેટ ટીમ 1,000મી વન ડે મેચ રમવા તૈયાર
બંને ટીમ દ્વારા લતા મંગેશકરના માનમાં મૌન પાળવામાં આવ્યું
બપોરે જ્યારે ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝ સમક્ષ રમવા મેદાનમાં ઉતરી ત્યારે બંને ટીમ દ્વારા લતા મંગેશકરના માનમાં મૌન પાળવામાં આવ્યું હતું. ભારતીય ટીમના ખેલાડીઓએ પોતાના હાથ પર કાળી રીબીન પણ ધારણ કરી હતી.
આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ ટીમ 1000 મી વન-ડે મેચ રમશે, અમૂલે સન્માનમાં પાણીની બોટલ કરી લોન્ચ
દિગજજોએ પાઠવી શ્રદ્ધાંજલિ
લતા મંગેશકરના અવસાન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વગેરેએ લતાજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.