ETV Bharat / city

એક એવા દેશભક્ત કે, જેમણે દેશભક્તિની કિંમત 30 વર્ષ પાકિસ્તાની જેલમાં રહીને ચૂકવી - pakistan security act

પાકિસ્તાનની જેલમાંથી 30 વર્ષ પછી છૂટીને કુલદીપ યાદવ પોતાના વતન ભારત પરત ફર્યા છે. તેઓ આટલા વર્ષ પછી હવે પોતાના ઘરે અમદાવાદ આવ્યા છે. તેઓ કઈ રીતે પાકિસ્તાની જેલમાં કેદ થયા તેમ જ આટલા વર્ષ સુધી શું કર્યું તે અંગે તેમણે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. Indian Prisoner Kuldeep Yadav, Kuldeep Yadav set free by Pakistan.

એક એવા દેશભક્ત કે, જેમણે દેશભક્તિની કિંમત 30 વર્ષ પાકિસ્તાની જેલમાં રહીને ચૂકવી

author img

By

Published : Sep 2, 2022, 9:15 AM IST

અમદાવાદ પોતાના વતન પરત ફરવું કોને ન ગમે અને આનાથી વિશેષ ખુશી કોઈના માટે શું હોઈ શકે. એમાં પણ જ્યારે દુશ્મન દેશમાંથી પોતાના વતન પરત ફરવાની ખુશી જ કંઈક અલગ હોય છે. આવી જ ખુશી મળી છે કુલદીપ યાદવને. કુલદીપ યાદવ (Indian Prisoner Kuldeep Yadav) છેલ્લા 30 વર્ષથી પાકિસ્તાની જેલમાં કેદ (Kuldeep Yadav set free by Pakistan) હતાં. ત્યારે આટલા વર્ષો પછી તેઓ પોતાના વતન ભારત પરત ફર્યા છે. ત્યારે ETV Bharatના સંવાદદાતા પાર્થ ગાંધીએ અમદાવાદ ખાતે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે તેમની પર થયેલા અત્યાચારની સાથે જ તેમના કડવા અનુભવો વિશે પણ માહિતી આપી હતી.

2.5 વર્ષ સુધી ચાલ્યું ઈન્ટરોગેશન

30 વર્ષ રહ્યા જેલમાં પાકિસ્તાનની જેલમાં 30 વર્ષથી જેલવાસ ભોગવનારા (Kuldeep Yadav set free by Pakistan) ભારતીય નાગરિક એવા કુલદીપ યાદવની (Indian Prisoner Kuldeep Yadav) વતનવાપસી થઈ છે. તેઓ વર્ષ 1992માં પાકિસ્તાન ગયા હતા. તેઓ જ્યારે વર્ષ 1994માં ભારત પરત ફરતી વેળાએ બોર્ડર ક્રોસ (crossing border from pakistan) કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન ત્યાંના સ્થાનિક લોકોને તેમની પર શંકા ગઈ હતી. ત્યારબાદ એજન્સીએ તેમની ધરપકડ કરી હતી. તેઓ માત્ર 27 વર્ષની ઉંમરે પાકિસ્તાનની જેલમાં કેદ (latest pakistan jail news ) થયા હતા. ત્યારે આખરે 30 વર્ષ પછી તેઓ વતન પરત આવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

1992માં કુલદીપ યાદવ ગયા હતા પાકિસ્તાન
1992માં કુલદીપ યાદવ ગયા હતા પાકિસ્તાન

2.5 વર્ષ સુધી ચાલ્યું ઈન્ટરોગેશન જૂન 1994માં પાકિસ્તાની એજન્સીના હાથે પકડાયા બાદ કુલદીપ યાદવનું કોર્ટ માર્શલ થયું (Indian Prisoner Kuldeep Yadav) હતું. લગભગ 2.5 વર્ષ સુધી તેમનું ઈન્ટરોગેશન ચાલ્યું હતું. ત્યારબાદ વર્ષ 1996માં કુલદીપ યાદવને લાઇફ ઈમ્પ્રિઝનમેન્ટ એટલે કે આજીવન કેદની સજા મળી હતી, જેથી તેઓને સિવિલ જેલ સેન્ટ્રલ જેલ કોટલખપત લાહોર ખાતે મોકલવામાં (latest pakistan jail news ) આવ્યા હતા.

કુલદીપ યાદવ 30 વર્ષ પછી પાકિસ્તાની જેલમાંથી છૂટી (Indian Prisoner Kuldeep Yadav) પોતાના ઘરે અમદાવાદ પહોંચ્યા હતા. તે દરમિયાન તેમણે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં પાકિસ્તાની જેલની કડવી યાદની સાથે પરિવારને મળવાની ખુશી (Kuldeep Yadav set free by Pakistan) પણ વ્યક્ત કરી હતી. તેઓ માત્ર 27 વર્ષની ઉંમરથી પાકિસ્તાની જેલમાં બંધ હતા. સાથે જ તેઓ પાકિસ્તાની જેલમાં મૃત્યુ પામનારા એવા સરબજિતના પણ મિત્ર હતા. મહત્વનું છે કે, કુલદીપના પરિવારજનોએ તેમને છોડાવવાના અનેક પ્રયાસો કર્યા હતા.

સરબજિત અંગે કહી આ વાત કુલદીપ યાદવે (Indian Prisoner Kuldeep Yadav) સરબજિત અંગે વાત કરતા જણાવ્યું હતું કે, હું વર્ષ 1996માં જેલમાં ગયો હતો અને વર્ષ 1997માં તેમને પહેલી વાર મળ્યો હતો. સરબજિત અને મારી સારી મિત્રતા હતી. દર 15 દિવસે જેલવાળા અમારી મુલાકાત કરાવતા હતા. 15 દિવસનો રૂટિન પીરિયડ હતો. એ પછી જ મળી શકાય, એટલે 15 દિવસ બાદ એ (સરબજિત) નામ મોકલતો હતો, જેના જેના નામ મોકલે એ લોકો તેને મળી શકતા હતા. એ ઘણો જ સારો હતો. તેણે પણ દેશ માટે જ કામ કર્યું અને દેશ માટે જ જાન પણ ગુમાવી.

સરબજિતને છેલ્લે ન મળી શક્યા તેમણે સરબજિત અંગે વધુમાં જણાવતા કહ્યું હતું કે, સરબજિત સ્વભાવે ઘણા સારા હતા. જેટલા પણ લોકો હતા એ બધા સાથે તેમનું સારું બનતું હતું. ક્યાં શું થયું કે અંદરોઅંદર શેનો ઝઘડો થયો કે, તેની હત્યા કરવામાં આવી. તેનું મને ઘણું દુઃખ છે કે, હું છેલ્લે તેને મળી ન શક્યો.

પાકિસ્તાની કેદી અને અમારી બેરેક અલગ હતી ત્યારબાદ ઘણા ફેરફાર આવ્યા હતા. પહેલા પાકિસ્તાની કેદી અને અમારી બેરેક અલગ રહેતી, પરંતુ અમે મળી શકતા હતા, પરંતુ સરબજિતની હત્યા પછી અમને બિલકુલ અલગ કરી નાખ્યા હતા. કોઈ પાકિસ્તાની અમને ન મળી શકે અને અમે તેમને ન મળી શકીએ. તથા સિક્યોરિટી એક્ટ (pakistan security act ) અંતર્ગત મોટો ફેરફાર હતો. એ પહેલાં અમારી હાલત ઘણી જ નાજૂક હતી, પરંતુ એ પછી ત્યાંની સરકારે સગવડો ઘણી વધારી દીધી અને પહેલાં જમવાનું પણ સારું નહોતું, પરંતુ પછી એ ઘણું સારું કર્યું છે. મેડિકલ ચેકઅપની સુવિધા સારી કરી છે. ત્યાંના ડૉક્ટર પણ અમારું સારું ધ્યાન રાખતા હતા.

દહેરાદૂનમાં થયો જન્મ કુલદીપ યાદવનો (Indian Prisoner Kuldeep Yadav) જન્મ દહેરાદૂનમાં થયો હતો. તેઓ વર્ષ 1972માં અમદાવાદમાં પરિવાર સાથે શિફ્ટ થયા હતા. આ ઉપરાંત કુલદીપ યાદવે 1થી 7 ધોરણ દહેરાદૂનમાં અભ્યાસ કર્યો અને 8થી 12 સુધી અમદાવાદની જ્ઞાનદીપ હિન્દી સ્કૂલમાં ભણ્યા હતા. ત્યારે સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. ત્યારે તેમને નોકરી ન મળવાથી ટ્યુશન કરાવવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત પાનની દુકાન અને ગેરેજ શરૂ કર્યું હતું. તે દરમિયાન અમુક લોકો સાથે તેમનો સંપર્ક થયો અને દેશ માટે કામ કરવાની તક મળી અને તેઓ પાકિસ્તાન ગયા હતા.

આ પણ વાંચો Raksha Bandhan 2022 હર્ષના આંસુ સાથે અહીંની સબ જેલમાં બહેનોએ રાખડી બાંધી

1992માં કુલદીપ યાદવ ગયા હતા પાકિસ્તાન તેઓ વર્ષ 1992માં પાકિસ્તાન ગયા અને 1994માં ભારત પરત ફરવાનો પ્રયાસ કર્યો હતો. અને તે દરમિયાન જ બોર્ડર ક્રોસ (crossing border from pakistan) કરવા જતાં પાકિસ્તાની એજન્સીએ તેમની શંકાના આધારે ધરપકડ કરી હતી. જ્યારે વર્ષ 1994થી અંદાજે 2.5 વર્ષ સુધી તેમનું ઈન્ટરોગેશન ચાલ્યું હતું. આખરે વર્ષ 1996માં તેમને આજીવન કેદની સજા થઈ હતી. જ્યારે 26 ઓક્ટોબર 2021માં તેમની સજા પૂર્ણ થઈ હતી. તો હવે આખરે 30 વર્ષ પછી તેઓ પોતાના વતને પરત આવતા તેમની ખૂશીનો પાર નથી રહ્યો.

વર્ષ 1996માં જાણ થઈ હતી કુલદીપ યાદવના (Indian Prisoner Kuldeep Yadav) ભાઈ અને બહેને વાત કરતા જણાવ્યું હતું કે, અમને વર્ષ 1996માં તેઓ પાકિસ્તાની જેલમાં (Kuldeep Yadav set free by Pakistan) છે તેની જાણ થઈ હતી. જ્યારે કુલદીપે લખેલા લેટર પ્રમાણે અમને માહિતી મળી હતી. ત્યારે અમે તેમને છોડાવવા સરકાર તેમ જ કેન્દ્ર સરકાર અને સુરક્ષા મંત્રાલય અને વડાપ્રધાનને પણ પત્ર લખ્યો હતો, પરંતુ કોઈની તરફથી જવાબ મળ્યો નહતો. ત્યારે અમે તેમને પાકિસ્તાન પત્ર લખીને વાત કરતા હતા અને કેટલાક પાત્રો એમના સુધી પહોંચ્યા પણ નહતા.

આ પણ વાંચોપાકિસ્તાની જેલમાંથી 4 વર્ષે મુક્ત થઈ 20 માછીમારો વતન પરત ફર્યા, વેરાવળમાં પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યાં

કેદીઓ માટે સરકારે કંઈક કરવું જોઈએ કુલદીપ યાદવના (Indian Prisoner Kuldeep Yadav) બહેને જણાવ્યું હતું કે, દરેક રક્ષાબંધને હું તેમને રાખડી મોકલતી હતી, પરંતુ કેટલીક વાર તેમને મળતી નહતી અને હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે, તેઓ જલ્દી પરત ફરે અને 30 વર્ષ સુધી અમારી પર ઘણી તકલીફો આવી છે. તે હું જ સમજી શકું છું. ત્યારે ભારત સરકારને વિનંતી કરું છું કે, હજી કેટલાક ભારતીય લોકો પાકિસ્તાની જેલમાં બંદી (latest pakistan jail news ) છે. તેમને છોડાવવા માટે સરકારે કંઈક કરવું જોઈએ.

આર્થિક મદદ કરવા અપીલ તેમના પરિવારે જણાવ્યું હતું કે, અમારી આર્થિક સ્થિતિ સારી નથી અને અમને સરકાર દ્વારા પણ કોઈ આર્થિક સહાય આપવામાં આવી નથી. ત્યારે તેમને સહાય કરવા માટે પણ અપીલ કરી છે ત્યારે આ Yadav Sanjay Kumar Nanakchand, Branch code -5743,IFSC-SBIN0005743,, Acount no-30866589304 આની પર કોઈ મદદ મળે તે માટે આજીજી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.