ETV Bharat / city

કૃષિક્ષેત્રે 'નારી તું નારાયણી' પંક્તિને સાર્થક કરતી મહિલા ખેડૂતો લોકોને આપે છે પ્રેરણા - નારી શક્તિ

સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં (Azadi ka Amrit Mahotsav) મશગુલ છે. તેવામાં આવો આજે આપણે નજર કરીએ મહિલા ખેડૂતો (Contribution of women farmers in agriculture) પર. જેમણે અનેક પડકારોનો સામનો કરીને પણ ખેતીમાં અનેરી સિદ્ધિ મેળવી (Nari Shakti) અને બીજાને પ્રેરણા પૂરી પાડી હતી.

Etv Bharatકૃષિક્ષેત્રે 'નારી તું નારાયણી' પંક્તિને સાર્થક કરતી મહિલા ખેડૂતો લોકોને આપે છે પ્રેરણા

author img

By

Published : Aug 10, 2022, 9:06 AM IST

અમદાવાદઃ નારી તું નારાયણી. દરેક સમાજમાં (Nari Shakti) એક સ્ત્રીનો ખૂબ જ મહત્વની ભૂમિકા (Role of women in agriculture) અને ફાળો હોય છે. અત્યારે એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં સ્ત્રીઓ પોતાની આવડતથી મહત્વનું સ્થાન ન મેળવ્યું હોય. તે પછી ભણતર હોય, ગણતર હોય કોઈ પ્રોફેશનલ લાઈફ હોય કે પછી અન્ય કોઈ જગ્યા. દરેક જગ્યાએ સ્ત્રીએ પોતાને સાબિત કરી બતાવી છે. ભગવાને એક સ્ત્રીને જે શક્તિ આપી છે તે બીજા કોઈ પાસે નથી. આપણા વેદ-ઉપનિષદ કાળમાં પણ સ્ત્રીને પુરૂષોના જેટલો જ સમાન દરજ્જો હતો. તેવામાં વાત કરીએ અનેક પડકારોનો સામનો કરીને કામ કરતી મહિલાઓની.

દેશમાં મહિલા ખેડૂતોનો સિંહફાળો- ભારત કૃષિપ્રધાન દેશ (India is an agricultural country) છે. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે, ભારતીય કૃષિમાં મહિલાઓની ભાગીદારી 32 ટકા છે. જ્યારે કૃષિમાં 48 ટકા મહિલાઓ છે. તો 7.5 કરોડ મહિલાઓ દૂધ ઉત્પાદન અને પશુધન વ્યવસ્થાપન સાથે જોડાયેલી છે. તો કૃષિમાં ગુજરાતની મહિલાઓ પણ ક્યાંય પણ પાછી નથી. સમગ્ર દેશ આઝાદીના (indian independence day) અમૃત મહોત્સવની ઉજવણીમાં (Azadi ka Amrit Mahotsav) મશગુલ છે.

તાપીના મહિલા ખેડૂતે બનાવ્યું ખાતર
તાપીના મહિલા ખેડૂતે બનાવ્યું ખાતર

તાપીમાં પ્રેરણાદાયી મહિલા ખેડૂત - તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઊંચામાળા ગામમાં રહે છે 50 વર્ષીય જસુબેન ચૌધરી. તેઓ માત્ર 10 ધોરણ સુધી ભણેલા (An inspiring woman farmer from Tapi) છે. તેમણે શરૂઆતમાં ખેતી સાથે પશુપાલન ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. તેમાં સફળતા મળ્યા પછી તેમણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું નક્કી કર્યું હતું. વેસ્ટ આંબાવાડીનો કૂચો અને ગાય, ભેંસના મળમૂત્રમાંથી તેમણે વર્મી કમ્પોસ્ટ ખાતર (Vermicompost fertilizer) બનાવવાનું સાહસ કર્યું અને તેમના આ સાહસે તેમને સફળતાની સીડી ચડવામાં મદદ કરી. સાથે આજે જસુબેન જિલ્લાના બેસ્ટ ખેડૂતના બિરૂદ સાથે અગ્રેસર છે અને તેમનો પરિવાર પણ તેમની વર્ષેની સારી એવી આવકથી ખુશ થઈ ગર્વ અનુભવી રહ્યો છે.

ખેતીમાં મહિલાઓની ભાગીદારી - ઓક્સફેમ અનુસાર, સરકારી સમિતિઓ અને કૃષિ યોજનાઓના અમલીકરણમાં મહિલાઓની ભાગીદારી માત્ર 2.3 ટકા છે. જો તમે હાલમાં ગામડામાં છો તો તમે જોશો કે, તમારી પંચાયત અને આસપાસના વિસ્તારોમાં કેટલી મહિલાઓ કૃષિ સહાયક તરીકે કામ કરી રહી છે. વર્ષ 2019-20ના આર્થિક સરવે અનુસાર, આ નાણાકીય વર્ષમાં ઉચ્ચ પ્રવાસના કારણે કૃષિમાં મહિલાઓની ભાગીદારી પહેલાથી અનેકગણી વધી ગઈ છે. એટલે કે, યુવા રોજગારની શોધમાં ગ્રામીણથી શહેરની તરફ વળી રહ્યા છે અને મહિલાઓ ઘરની ખેતીની સંભાળ કરવા માટે વધુ જવાબદારી નિભાવી રહી છે.

આ પણ વાંચો- World lion Day 2022: સિંહોના સંરક્ષણ માટે નવાબથી લઈને વન વિભાગની દ્રઢતા આજે પણ અકબંધ

મહિલા ખેડૂતો પાસે કેટલી જમીન - અનુસૂચિત જાતિની મહિલાઓની પાસે સરેરાશ 0.68 ટકા હેક્ટર કૃષિ ભૂમિ છે. જ્યારે અનુસૂચિત જનજાતિની મહિલા ખેડૂતોની (Contribution of women farmers in agriculture) સ્થિતિ તેમનાથી થોડી સારી છે. એસટી મહિલાઓના નામ પર સરેરાશ 1.23 હેક્ટર કૃષિ ભૂમિ છે. તો કૃષિ વસ્તી ગણતરી 2015-16 અનુસાર, દેશમાં 30.99 લાખ મહિલા ખેડૂત છે અને તેમની પાસે એકથી બે હેક્ટર કૃષિ ભૂમિ છે.

મહિલાઓની મહત્વની ભૂમિકા - ખેતી કરતી અંદાજિત 52થી 75 ટકા મહિલાઓ નિરક્ષર, ઓછું ભણેલી અને અજ્ઞાન છે. આ જ કારણ છે કે, વધુમાં વધુ મહિલાઓ વેતન લીધા વગર ખેતરમાં કામ કરે છે. ખેતીમાં પુરુષ ખેડૂતોની મજૂરી મહિલા શ્રમિકોની એક ચતુર્થાંશથી વધુ છે. તો ગ્રામીણ મહિલાઓ વિશ્વની કૃષિ વસતીના લગભગ 50 ટકા ભાગ બનાવે છે. ખેતીમાં મહિલાઓની ભૂમિકાને (Role of women in agriculture) ધ્યાનમાં રાખતા દર વર્ષે 1 ઓક્ટોબરે મહિલા ખેડૂત દિવસ (Women Farmers Day) ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો- કુનરીયામાં મહિલા સરપંચની નવતર પહેલ, ગ્રામીણ મહિલાઓના કૌશલ્ય માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ - ભારતની સ્ત્રીઓએ સાચા અર્થમાં મહિલા સશક્તિકરણના અર્થને સાર્થક કર્યુ હોવાનું પ્રમાણ મળે છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટી ચરેલ ગામનાં મહિલા ખેડૂત (Contribution of women farmers in agriculture) કૈલાસબેન પટેલ કે, જેઓ ગ્રામ્ય વિસ્તારમાં પોતાની 40 ગૂંઠા જમીનમાં ટેનિસ બોલ પ્રકારના ગલગોટાના ફૂલોની ખેતી કરી આર્થિક સદ્ધરતા મેળવી રહ્યાં છે. સાથે જ તેઓ અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયી બન્યા છે. ખેતી વિષયક પ્રેરક કાર્યક્રમોના માધ્યમથી ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગના સંપર્કમાં આવી બાગાયતી ખેતી પાકો તરફ પ્રેરાઈ છું.

બિહારની મહિલા ખેડૂતની વાત - કેટલીક વાર તો મહિલાઓની આધુનિક ખેતીની આ પહેલ અને તેની સફળતા જોઈને સરકારની પણ આંખ ખૂલી જતી હોય છે. બિહારના વૈશાલી જિલ્લાના પંચદમિયા ગામની મમતાસિંહે પણ આવું જ કંઈક કરી બતાવ્યું છે. તેમણે ખેતી સુધારવાનું બીડું ઝડપી એક આગવો ઈતિહાસ રચ્યો છે. પહેલા તો તેમણે બંજર જમીનને મહેનતથી ઉપજાઉ બનાવી અને આ જ નકામી જમીનમાં જ્યારે લીલો કંજાર પાક લહેરાવવા લાગ્યો ત્યારે આખા ગામની આંખો પહોળી થઈ ગઈ. એટલું જ નહીં, પરંતુ પુરૂષોને પણ તેમની આ કામગીરીથી પ્રેરણા મળી હતી. મમતાસિંહ જેવી અનેક મહિલા ખેડૂતો (Contribution of women farmers in agriculture) દેશના દરેક ખૂણે છે, જેઓ પોતાના ભણતરથી અને ગણતરથી ખેતીમાં આગળ વધી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.