ETV Bharat / city

જાણો, દરિયાઈ સીમા પર દુશ્મનોને ધૂળ ચટાડતી ભારતીય કોસ્ટગાર્ડની ટીમની કામગીરી - બ્રેવહાર્ટ્સને સલામ

દેશના દુશ્મનો જમીની સ્તરે તો આપણા દેશમાં ઘૂસવાનો પ્રયાસ કરે જ છે, પરંતુ હવે દુશ્મનો દરિયાઈ સીમા પરથી પણ દેશમાં ઘૂસણખોરી કરવાનો એક પણ પ્રયાસ ચૂકતા નથી. જોકે, આવા દુશ્મનોને ધૂળ ચટાડવાનું કામ કરે છે આપણી ભારતીય કોસ્ટગાર્ડની ટીમ (Saluting Bravehearts). અત્યારે સમગ્ર દેશ આઝાદીની રંગમાં રંગાયું છે તેવામાં નજર કરીએ આપણી કોસ્ટગાર્ડની જાંબાઝ ટીમની કામગીરી પર.

જાણો, દરિયાઈ સીમા પર દુશ્મનોને ધૂળ ચટાડતી ભારતીય કોસ્ટગાર્ડની ટીમની કામગીરી

author img

By

Published : Aug 9, 2022, 4:01 PM IST

અમદાવાદઃ જેનું નામ સાંભળીને જ માત્ર દુશ્મનના પસીના છૂટી જાય છે તે છે આપણી ભારતીય આર્મી. ભારતીય આર્મીની સિદ્ધિઓ (Achievements of the Indian Army) તો અનેક છે. તે પછી કારગિલ યુદ્ધ હોય કે પછી ભારત પાકિસ્તાન યુદ્ધ. હંમેશા ભારતીય આર્મીએ દુશ્મનોને ધૂળ જ ચટાડી છે. દેશની આંતરિક સુરક્ષા હોય કે પછી બાહ્ય સુરક્ષા. દેશના લોકોની રક્ષા કરવા માટે ભારતીય આર્મીના જવાનો હંમેશા તત્પર (Saluting Bravehearts) હોય છે.

કોસ્ટગાર્ડના માથે મહત્વની જવાબદારી
કોસ્ટગાર્ડના માથે મહત્વની જવાબદારી

આ જિલ્લામાં આર્મીના જવાનોએ કર્યું રેસ્ક્યૂ ઓપરેશન - તાજેતરમાં જ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા (Army Rescue Operation in Surendranagar) તાલુકાના ગાજરણાવાવ ગામમાં 40 ફૂટ એક બોરમાં 10 વર્ષની બાળકી પડી ગઈ હતી. ત્યારે પોલીસ આવે તે પહેલાં તો ભારતીય આર્મીના જવાનોએ બાળકીનું રેસ્ક્યૂ ઓપરેશન (Coastguard Rescue Operation) કરી લીધું હતું.

કોસ્ટ ગાર્ડ દુશ્મનો પર રાખે છે બાજનજર - જ્યારે દરિયાની સુરક્ષાની વાત આવે તો, આપણને યાદ આવે છે. ભારતીય નૌ સેના (indian navy). પરંતુ તેના જેટલી જ મહત્વની ભૂમિકા ભજવે છે ભારતીય કોસ્ટ ગાર્ડ કે, જેઓ પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશને સુરક્ષિત રાખવા રાત દિવસ દુશ્મનો પર નજર રાખે છે. કોસ્ટ ગાર્ડના જવાનો (coast guard commando) ની સાહસિક કામગીરી અને સહાસથી સૌ કોઈ વાકેફ છે.

દુશ્મનોને ધૂળ ચટાડવાનું કામ કરે છે આપણી ભારતીય કોસ્ટગાર્ડની ટીમ

આ પણ વાંચો- ડ્રગ્સ, દરિયો અને ગુજરાત: 10 અંડરકવર ઑપરેશન થકી 5000 કરોડનો માલ જપ્ત

કોસ્ટગાર્ડની ભૂમિકા - દેશની જમીની સરહદોની રક્ષા BSF કરે છે તો વાયુ સીમાની રક્ષા વાયુ સેના કરે છે, પરંતુ દેશના અતિવિશાળ દરિયાઈ સીમાની રક્ષાનું કામ કોઈ કરે છે તો તે છે ભારતીય તટરક્ષક દળ એટલે કે આપણી ઈન્ડિયન કોસ્ટગાર્ડ. સામરિક દ્રષ્ટિએ અતિમહત્વના એવા ગુજરાતના 1,600 કિલોમીટરના દરિયાકાંઠાની રક્ષા કરવી અતિમહત્વનું બની જાય છે. તેના માટે જ 365 દિવસ, 24 કલાક ભારતીય કોસ્ટ ગાર્ડ એલર્ટ મોડ (Indian Coast Guard on alert mode) પર રહે છે.

કોસ્ટગાર્ડના માથે મહત્વની જવાબદારી - માત્ર દરિયાની સુરક્ષા જ નહી, પરંતુ સમયાંતરે થતી દુર્ઘટના સમયે સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઑપરેશન (Coastguard Rescue Operation) હોય કે પછી વિશાળ જહાજમાં બનેલી કોઈ દૂર્ઘટના પર કાબૂ મેળવવો કે પછી હોય દરિયાઈ સીમા ઓળંગીને ભારતમાં ઘૂસાડવામાં આવતા માદક પદાર્થો અને હથિયારોને રોકવા હોય, આ તમામ પ્રકારની કામગીરી ભારતીય કોસ્ટગાર્ડના સિરે (Indian Coast Guard on alert mode) હોય છે.

આ પણ વાંચો- જૂનાગઢના માંગરોળ દરિયે 39 કિલો ચરસનો જથ્થો મળ્યો: પોલીસ, મરીન અને કોસ્ટ ગાર્ડ થયા એલર્ટ

દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન - તાજેતરમાં જ પોરબંદરથી UAE જતી શિપમાંથી ભારતીય કૉસ્ટ ગાર્ડ દ્વારા મધદરિયે 22 ક્રૂ મેમ્બરોને (Crew Members Rescued) બચાવવામાં આવ્યા હતા. જે ક્રૂ મેમ્બરો સવારે 7.30 વાગ્યે પોરબંદર પહોંચ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડે (Indian Coast Guard) ગુજરાતના પોરબંદર કિનારે અરબી સમુદ્રમા ખરાબ વાતાવરણના કારણે MT ગ્લોબલ કિંગ શિપ તરફથી ડિસ્ટ્રેસ એલર્ટ (Distress Alert for Rescue Operation) પ્રાપ્ત થયા બાદ આ બચાવની કામગીરી હાથ ધરી હતી. કોસ્ટગાર્ડ દ્વારા 2 ALH હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ ઑપરેશન (Rescue Operation By ALH Helicopter) હાથ ધરીને બચાવી લેવામાં આવ્યા હતા.

પાકિસ્તાનીઓને ઘરમાં ઘૂસતા રોકે છે કોસ્ટગાર્ડ - ગુજરાતની દરિયાઈ સીમા પર અવારનવાર નશીલા પદાર્થ મળી આવતા હોય છે. તેમ જ પાકિસ્તાની બોટ પણ અનેક વખત ઘૂસણખોરીના પ્રયાસ કરતી હોય છે. ત્યારે આ તમામને અટકાવવાનું કામ કરે છે આપણી કોસ્ટગાર્ડની ટીમ. તાજેતરમાં જ ગુજરાત ATS અને ઈન્ડિયન કોસ્ટગાર્ડે કચ્છના જખૌમાંથી (Coast Guard operation in Kutch) 56 કિલો હેરોઈન ઝડપી પાડ્યું હતું, જેની બજાર કિંમત 280 કરોડ રૂપિયા થાય છે. આ રીતે તેમણે ડ્રગ્સના વેપારીઓનો પ્લાન નિષ્ફળ (Saluting Bravehearts) બનાવ્યો હતો.

પાકિસ્તાનીઓને ભણાવ્યો પાઠ - તાજેતરમાં જ પાકિસ્તાની નૌકાદળનું યુદ્ધ જહાજ પોરબંદરના દરિયાકાંઠે દરિયાઈ સીમા રેખા ઓળંગીને (Indian Coast Guard) ભારતીય જળસીમામાં પ્રવેશ્યું હતું, પરંતુ ભારતીય કોસ્ટ ગાર્ડના કારણે તેને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. સરકારી સૂત્રોએ (Dornier aircraft forced Pakistan Navy warship) જણાવ્યું કે, આ ઘટના જુલાઈમાં બની હતી. પાકિસ્તાન નેવીનું જહાજ આલમગીર દરિયાઈ સીમા ઓળંગીને ભારતીય જળસીમામાં ઘુસી ગયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.