ETV Bharat / city

ભારત કોરોના વાઇરસના ફેઝ-2માં પ્રવેશી ચૂક્યું છે : ડૉ. મોના દેસાઈ - Dr Mona Desai

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં શિયાળા દરમિયાન ડિસેમ્બર માસમાં સૌથી વધુ ઠંડી પડે છે, જે કારણે સંક્રમણમાં વધારો થઇ શકે છે. ઠંડી દરમિયાન કોરોના સંક્રમણથી બચવા કેવા પ્રકારની કાળજી લેવી જોઇએ એ અંગે ETV BHARATએ અમદાવાદ મેડિકલ એસોસિએશનના ચેરપર્સન ડૉક્ટર મોના દેસાઈ સાથે ખાસ વાતચીત કરી હતી.

મોના દેસાઈ
મોના દેસાઈ
author img

By

Published : Dec 3, 2020, 5:26 AM IST

  • દિવાળી બાદ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણમાં વધારો
  • કોરોનામુક્ત થયેલા લોકોને પણ અન્ય બીમારીઓનું જોખમ
  • કોરોના દર્દી અને કોરોનામુક્ત થયેલા લોકો માટે ધુમ્રપાન પ્રાણઘાતક

અમદાવાદ : ભારતમાં લોકડાઉન વખતે કોરોના વાઇરસની જે પરિસ્થિતિ હતી, તેવી કોરોનાની પરિસ્થિતિ દિવાળીના તહેવારો બાદ હાલ જોવા મળી રહી છે. ગુજરાતમાં દરરોજ 1500થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરો અને રાજકોટ જેવા મોટા શહેરો કોરોના હોટસ્પોટ બન્યા છે. અમદાવાદ શહેરમાં રોજના લગભગ 350 કોરોના કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે કોરોનાનું કમ્યુનિટી ટ્રાન્સફર થઈ ચૂક્યું છે, તે હવે સત્તાધીશો છૂપાવી શકે તેમ નથી.

ભારત કોરોના વાઇરસના ફેઝ-2માં પ્રવેશી ચૂક્યું છે : ડૉ. મોના દેસાઈ

અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં દર્દીઓ હોમ કવોરેન્ટાઇન હેઠળ

અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં 1000 હજાર જેટલા લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે. હોસ્પિટલ કરતા હોમ ક્વોરેન્ટાઇન દર્દીઓની સંખ્યા ઘણી વધુ છે. અમદાવાદ સહિત અન્ય ત્રણ મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂ અમલમાં છે. તેમ છતાંય લોકો બેદરકારી દાખવી રહ્યા છે. તેમના માટે જીવન કરતા લગ્ન વધુ મહત્વના છે.

કોરોના વાઇરસ

શરદીની ઋતુ કોરોના સંક્રમણમાં કરશે વધારો

ડિસેમ્બર મહિનોએ ગુજરાતમાં સૌથી ઠંડો મહિનો હોય છે. સામાન્ય રીતે આ દિવસોમાં વાયરલ ઇન્ફેક્શન, શરદી, ખાંસી જોવા મળતા હોય છે. તેથી જો કોરોના વાઇરસને લઈને તકેદારીઓ રાખવામાં ન આવે તો કોરોના હજૂ વધુ ઝડપથી અને વધુ ઘાતકરીતે ફેલાઇ થઈ શકે તેમ છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના ચેર પર્સન ડૉક્ટર મોના દેસાઈએ જણાવ્યું છે કે, શાળાઓ ભલે બંધ હોય, પરંતુ બાળકો માસ્ક પહેરવાના આદિ નથી હોતા કે ના બાળકોમાં એટલી સમજણ હોય છે. ત્યારે તેમને કોરોના સંક્રમણ લાગી શકે છે. બાળકોને કોરોનાના ચિહ્નો દેખાતા નથી. તેમને કોરોનાના સુપર સ્પ્રેડર બની શકે છે. કેટલીક વખત બાળકો માટે પણ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

કોરોના ફેફસાનો ન્યુમોનિયા

તાજેતરમાં કેટલાક એવા કેસો જોવા મળ્યા છે કે, કોરોના વાઇરસમાંથી સાજા થઇ ગયા બાદ પણ દર્દીઓ અન્ય બીમારીઓ જેવી કે, અંગોના ફેઇલ્યોરને કારણે લોકોના મોત નિપજ્યા છે. આ વિશે વાત કરતા ડૉક્ટર મોના દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોના ફેફસાનો ન્યુમોનિયા છે અને તે ફેફસાને ખૂબ જ નબળા કરી નાખે છે. જો પહેલેથી જ દર્દીના શરીરના અંગો પૂરી ક્ષમતાથી કામ ન કરતા હોય, તો કોરોનામાં ફેફસાં વધુ નબળાં પડવાથી લોહી શુદ્ધિકરણ પ્રક્રિયામાં અસર પડે છે. પરિણામે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા વિવિધ અંગોની કાર્ય કરવાની ક્ષમતા ઘટી જાય છે.

કોરોના બાદ ધુમ્રપાનથી થાય છે ફાઈબ્રોસીસ

કેટલાક લોકો વ્યસન કરતા હોય છે. ખાસ કરીને ધુમ્રપાનથી ફેફસા પહેલેથી જ નબળા થતા હોય છે. જ્યારે કોરોના થવાથી તેના ફેફસાની ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા ખૂબ જ ઘટી જાય છે. કોરોના બાદ પણ સ્મોકિંગ જેવી આદતો ચાલુ રાખે તો ફાઈબ્રોસીસ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે અને દર્દી મૃત્યુને ભેટે છે. કોરોનાથી બચવાના અત્યારે ઉપાયોમાં માસ્ક, સેનિટાઇઝર ઉપરાંત ભીડમાં ન જવું અને ઘરનું જ હેલ્થી ફૂડ ખાવું તે પણ મહત્વનું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.