માસ્ક અંગે કડક કાર્યવાહી કરવા પોલીસને આદેશ
કોરોનાના કેસો વધતા પોલીસ તંત્ર ફરી સક્રીય
તમામ પોલીસ કર્મચારીઓને અપાઈ મૌખિક સૂચના
કોરોનાના નિયંત્રણ અંગે કાર્યવાહી કરવા આદેશ
અમદાવાદ: દિવાળીનો તહેવાર પૂરો થતા જ અમદાવાદમાં કોરોના (corona ahmedabad cases) કેસોમાં વધારો થયો છે. સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. બીજી તરફ શહેરમાં ફરી વખત કન્ટેનમેન્ટ ઝોનનો અમલ કરવામાં આવ્યો છે. હવે કોરોના (coronavirus)ની સંભવિત ત્રીજી લહેર માટે પોલીસ ફરી એક વખત ફ્રન્ટ લાઈન વોરિયર્સની ભૂમિકામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં એન્ટ્રી પોઈન્ટ પર ચેક પોસ્ટ બનાવવામાં આવી છે. તેની સાથે વાહન ચાલકોને માસ્ક અંગે પોલીસ ચેકિંગ (police checking mask) કરી રહી છે.
સ્થળ પર જ વસૂલ કરવામાં આવે છે રૂપિયા 1 હજાર દંડ
પોલીસ દ્વારા કોરોના અંગે લોકોને સમજાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ વાહનચાલકોએ જો માસ્ક નહિ પહેર્યું હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસને મૌખિક સૂચના આપવામાં આવી છે. ત્યારે શહેરના રિવરફ્રન્ટ પર તેમજ અનેક જગ્યાઓ પર પોલીસ ચેકીંગ કરી રહી છે. ત્યારે માસ્ક નહિ પહેરનાર સામે પોલીસ સ્થળ પર જ 1000 રૂપિયા દંડ વસુલ કરે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાના કેસો વધતા બંધ કરાયેલા ડોમ ફરી શરૂ કરાશે, હવેથી જાહેર સ્થળોએ થશે ટેસ્ટિંગ
આ પણ વાંચો: અમદાવાદમાં વકર્યો કોરોના : કોવિડ ગાઈડલાઈન માટે AMCને હજુ પણ રાજ્ય સરકારના આદેશની પ્રતીક્ષા