- ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં
- બાયો બબલ સુરક્ષા વચ્ચે રમાશે ટેસ્ટ મેચ
- હોટેલને પણ બાયો બબલ સુરક્ષામાં તૈનાત કરવામાં આવી
અમદાવાદ : આગામી 26 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા વચ્ચેની ટેસ્ટ મેચ રમાવા માટેની તમામ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે બન્ને દેશોની ટીમો ગુરૂવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી.
એરપોર્ટથી સીધા આશ્રમ રોડ ખાતે આવેલી હયાત રેસીડેન્સી હોટેલ ખાતે જવા રવાના થઈ હતી.
CISF દ્વારા કરવામાં આવ્યું બસોનું ચેકિંગ
જે બસમાં બેસીને બંને દેશોની ટીમો એરપોર્ટથી હોટલ સુધી પહોંચી તે બંને બસનો ચેકિંગ CISF દ્વારા કરવામાં આવ્યું હતું.
તો બીજી તરફ હોટલ પર પહોંચેલા તમામ ક્રિકેટરોને પોતાના પરિવાર સાથે લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું. કારણ કે, કોરોના મહામારીના કારણે તમામ ક્રિકેટરોનું અને સાથે આવેલા પરિવારજનોનું ટેમ્પરેચર ચેક કરી, તમામને સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી.
હોટેલ ખાતે જ્યાં બને ટીમના ખેલાડીઓ રોકાશે તે હોટેલના 150થી વધુ કર્મચારીઓ એક મહિના સુધી પોતાના ઘરે જઈ શકશે નહી.
કારણ કે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંને ટીમના ખેલાડીઓ અને હોટેલના સ્ટાફને બાયો બબલ સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેના કારણે 30 દિવસ સુધી હયાત હોટલનો સ્ટાફ ઘરે જઈ શકશે નહી.