ETV Bharat / city

દિલ સે દેશી ગુજરાતની ભૌગોલિક અને જૈવ વૈવિધ્યતાભરી પ્રાકૃતિક સંપદાની સમૃદ્ધિથી વિકાસ - દિલ સે દેશી

ભારતના 75માં સ્વતંત્રતા દિવસની ( Independence day ) ઉજવણી ગુજરાત માટે ખાસ બને છે. કારણ કે દેશને આઝાદી અપાવનાર અને દેશને એક કરનાર ગુજરાતી હતાં તો હાલમાં પણ દેશનું સુકાન સંભાળનાર ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. દિલ સે દેશી બની સ્વાતંત્ર્ય દિવસ 2022 ઉજવણીના ઉપલક્ષમાં ગુજરાતની ભૌગોલિક માહિતી ( Geographical features of Gujarat) ને ફરી એકવાર તાજી કરી લઇએ.

દિલ સે દેશી ગુજરાતની ભૌગોલિક અને જૈવ વૈવિધ્યતાભરી પ્રાકૃતિક સંપદાની સમૃદ્ધિથી વિકાસ

author img

By

Published : Aug 12, 2022, 6:00 AM IST

અમદાવાદ ભારતના એક સમૃદ્ધ રાજ્ય તરીકે શાનથી શોભતું ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્રથી ઘેરાયેલું છે. ભારતના 75માં સ્વાતંત્ર્ય દિવસ 2022 ( Independence day ) ઉજવણીના અવસરે ગુજરાતની ભૌગોલિક અને જૈવ વૈવિધ્યતાને ( Geographical features of Gujarat)યાદ કરી લઇએ.

ગુજરાતની પ્રાકૃતિક સ્થિતિ ગુજરાતનું વાતાવરણ મોટેભાગે શુષ્ક રહે છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં બે રણપ્રદેશ આવેલા છે, કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનું જંગલ આવેલું છે, જે એશિયાઇ સિંહો માટે પ્રખ્યાત છે. ગુજરાત પાસે 1600 કિ.મી.નો દરિયા કિનારો છે જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે. આ દરિયા કિનારો કચ્છના અખાત અને ખંભાતના અખાત તથા અન્ય દરિયા કિનારાથી ( Geographical features of Gujarat)બનેલો છે.

ગુજરાતની પર્વતમાળાઓ ગરમ પ્રદેશ ગુજરાતમાં સાપુતારા એ ગુજરાતના નાગરિકોનું માનીતું એક માત્ર હિલ સ્ટેશન છે. ગુજરાતના ઉત્તર ભાગમાં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે. આ અરવલ્લીની પર્વતમાળા ગુજરાતમાં આબુ પાસેથી પ્રવેશે છે અને પાવાગઢ પાસે વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે. તારંગા પર્વતમાળા મહેસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે. અરવલ્લી પર્વતમાળાની આરાસુર શાખા દાંતા, ખેડબ્રહ્મા, ઇડર અને શામળાજી થઈને વિંધ્યાચલમાં સમાઈ જાય છે. તાપી જિલ્લામાંથી પસાર થતી સહ્યાદ્રી પર્વતમાળાએ રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે અને તદુપરાંત સૌથી વધુ ગાઢ જંગલો ( Geographical features of Gujarat)ધરાવે છે.

ગરવો ગઢ ગિરનાર સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો ગીરનાર પર્વત ( Geographical features of Gujarat)એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે જે બરડા પર્વતમાળાનો એક હિસ્સો છે જેની ઉંચાઈ 1145 મીટર અને લંબાઈ 160 કિમી છે. તેની ઊંચામાં ઉંચી ટોચ ગોરખનાથ ટૂંક તરીકે ઓળખાય છે. પાલીતાણા નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની પવિત્ર પર્વતમાળામાંની એક છે. તળાજાની પર્વતમાળા બૌદ્ધ ગુફાઓ માટે જાણીતી છે. કચ્છમાં પણ 3 પર્વતમાળા આવેલી છે. કચ્છનો પ્રખ્યાત કાળો ડુંગર એ કચ્છ અને સિંધ વચ્ચે આવેલી પર્વતમાળાનો હિસ્સો છે. જયારે ઉત્તર તરફની પર્વતમાળા ખડીર અને પ્રાંજલ સુધી જાય છે અને દક્ષિણ તરફની પર્વતમાળા માધથી શરુ થઈને રોહા આગળ સમાપ્ત થાય છે.

ભૌગોલિક લક્ષણો ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર કુદરતી એકમો તરીકે અલગ તરી આવે છે. કચ્છનો પ્રદેશ કાંઠા પાસેની ભીની અને પોચી જમીનવાળો હોવાથી કચ્છ કહેવાયો છે. એની અંદર ઉત્તરે મોટા રણનો અને પૂર્વે તથા દક્ષિણપૂર્વે નાના રણનો સમાવેશ થાય છે. આ રણ ખારાપાટના વેરાન પ્રદેશો છે. એ ઘણા છીછરા હોઈ ચોમાસામાં જળબંબાકાર થઈ જાય છે. કચ્છ અને સૌરાષ્ટ્રની વચ્ચે આવેલા અખાતને કચ્છનો અખાત કહે છે. સૌરાષ્ટ્ર હાલ દ્વીપકલ્પ છે, પરંતુ પુરાતન કાળમાં એ દ્વીપ હતો. હજી એનો ઉત્તરપૂર્વ ભાગ (ભાલ-નળકાંઠો) છીછરો હોઈ ચોમાસામાં ઘણે અંશે જળબંબાકાર થઈ જાય છે.

ગુજરાતના જંગલ પહાડ ને નદી સૌરાષ્ટ્ર અને તળગુજરાતની વચ્ચે ખંભાતનો અખાત' આવેલો છે. તળ-ગુજરાતનો પ્રદેશ રાજસ્થાન, મેવાડ, માળવા, ખાનદેશ અને કોંકણથી પહાડો અને જંગલોની કુદરતી સીમાઓ( Geographical features of Gujarat) દ્વારા તેમજ લોકોની ભાષા તથા રહેણીકરણી દ્વારા ઘણે અંશે જુદો પડે છે. કચ્છના દક્ષિણ ભાગને, સૌરાષ્ટ્રના ઉત્તરપશ્ચિમ, પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વ ભાગને તથા દક્ષિણ ગુજરાતના પશ્ચિમ ભાગને સમુદ્ર કિનારાનો લાભ મળેલો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના અંદરના ભાગમાં તેમજ તળ-ગુજરાતના પૂર્વ તથા ઉત્તરપૂર્વ ભાગમાં કેટલાંક ડુંગરો અને ઉચ્ચ પ્રદેશો તથા જંગલો આવેલાં છે. ગિરનાર જેવા પર્વત અને પાવાગઢ જેવા ડુંગર ઘણા ઓછા છે. નદીઓ સંખ્યામાં ઘણી છે, પરંતુ જેમાં વહાણ ફરી શકે તેવી નદીઓ તો નર્મદા અને તાપી જ છે. સાબરમતી નદીનો પરિવાર મોટો, મહી નદી ખંભાતના અખાત પાસે પહોંચતાં તે મહીસાગર બને છે. દક્ષિણ ગુજરાત તો જાણે નદીઓનો પ્રદેશ જ છે.

આ પણ વાંચો શહીદોને શ્રદ્ધાંજલિ આપવા વડોદરાના વિદ્યાર્થીએ કર્યુ કંઈક આવુ...

પ્રજા ઘડતરમાં અસર ગુજરાતની ધરતી ઓછેવત્તે અંશે ધાન્ય વગેરેની પેદાશ માટે ફળદ્રુપ ગણાય છે. આબોહવા પણ એકંદરે સમશીતોષ્ણ છે. ધરતીના પેટાળમાંથી ખનીજ સંપત્તિ પણ ભૂસ્તર-અન્વેષણાને લઈને હવે વધુ ને વધુ મળી છે. આ ભૌગોલિક લક્ષણોએ ગુજરાતની પ્રજાના ઘડતરમાં પણ ઘણી અસર કરી છે. પહાડો અને જંગલોએ આદિમ જાતિઓને આશ્રય આપ્યો છે. સમુદ્રકાંઠા પાસે તથા મોટી નદીઓના કાંઠા પાસે માછીમારીનો, મીઠું પકવવાનો, મછવા ચલાવવાનો અને વહાણવટાનો ધંધો ખીલ્યો છે. દેશના અને દુનિયાના બીજા ભાગોમાંથી કેટલીક લડાયક તથા વાણિજ્યિક જાતિઓ અહીંનાં ખુલ્લા મેદાનોમાં ( Geographical features of Gujarat)આવી વસી હતી.

આ પણ વાંચો દેશભક્તિના રંગમાં રંગાયા આ ગાયક કલાકાર, બનાવી નાખ્યું નવું ગીત

ગુજરાતી પ્રજાના લક્ષણો અહીંની પ્રજાનો મોટો વર્ગ ખેતી, પશુપાલન અને હુન્નરકલાઓના ધંધારોજગાર કરે છે. ગુજરાતનો વણિકવર્ગ જમીન-માર્ગે તેમજ જળમાર્ગે દેશવિદેશના વેપારમાં તથા વહાણવટામાં કુશળ થયો. પરિણામે ગુજરાતની પ્રજાના માનસમાં મળતાવડો સ્વભાવ, કલહ-ભીરુતા, શાંતિપ્રિયતા, ધરછોડની વૃત્તિ ઇત્યાદિ લક્ષણો ( Geographical features of Gujarat)જોવા મળે છે.

ગુજરાતની જૈવીય વિવિધતા ગુજરાતમાં જૈવીય વિવિધતા છે તેમાં વનસ્પતિ 7000 જાતિઓનું અને 2728 પ્રાણીઓની જાતિઓ( Geographical features of Gujarat) જોવા મળે છે. કચ્છના મોટા રણમાં સ્થળાંતરિત પક્ષીઓની મોટી સંવર્ધન ભૂમિ ગણાય છે. તો ઘુડખર અભયારણ્ય, રામસર સાઇટ નળ સરોવર પણ જાણીતાં છે. વલસાડનું પેઇન્ટેડ દેડકા, ભાવનગરમાં કાળિયાર ઉદ્યાન, જૂનાગઢનું ગીર એશિયાઇ ગીરોનું નિવાસસ્થાન છે. કચ્છના નારાયણ સરોવરની આસપાસના ક્ષેત્રમાં ચિંકારા, ખડમોર, ઘો જેવા પ્રાણીઓ મળે છે તો, પંચમહાલનું રતનમહાલ રીંછનું નિવાસસ્થાન છે. નર્મદાના શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યામાં ઉડતી ખિસકોલી જોવા મળે તો સાબરકાંઠા અને બનાસકાંઠાના જંગલોમાંથી સફેદ મૂસળી ઉપલબ્ધ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.