ETV Bharat / city

Income Tax Department: આતંકી હુમલામાં મોતના કેસમાં વળતર પર ટેકસ વસૂલી મુદ્દે હાઈકોર્ટે કર્યો વેધક સવાલ - Income Tax Department of Gujarat High Court

1986માં બોમ્બેથી ન્યુયોર્ક જતી ફ્લાઇટ અમેરિકન વર્લ્ડ એરવેઝ (American World Airways)હાઇજેક થઈ હતી. જેમાં અરજકર્તાની પત્ની તૃપ્તિ દલાલ નામની મહિલાનું પણ મોત થયુ હતું. આ મામલે વીમા કંપનીએ (Insurance company) પરિવારને 20 કરોડનું વળતર ચૂકવ્યુ હતુ પરંતુ તેમાં પણ આવકવેરા વિભાગે ટેક્સની માંગ કરતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.

Income Tax Department: આતંકી હુમલાથી થયેલા મૃત્યુના કેસમાં વળતર પર ટેકસ વસૂલવા બાબતે આવકવેરા વિભાગને વેધક સવાલ

author img

By

Published : Mar 8, 2022, 6:19 PM IST

Updated : Mar 8, 2022, 6:44 PM IST

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે આવકવેરા વિભાગને (Gujarat High Court Income Tax Department)આંતકવાદી હુમલામાં પીડિતોને વળતર પર ટેક્સ વસૂલવા મુદ્દે ટકોર કરી છે. ગુજરાત હાઇકોર્ટ(Gujarat High Court) સ્પષ્ટ શબ્દોમાં સવાલ કર્યો કે આતંકી હુમલાથી મૃત્યુના કેસમાં વળતર પર ટેક્સ વસૂલાય ખરો? શું આ પ્રકારના કેસોમાં ટેક્સ વિભાગ ગંભીર છે કે નહીં આ સમગ્ર મામલે હાઇકોર્ટે આવકવેરા વિભાગને નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

શું છે સમગ્ર મમલો?

1986માં ફ્લાઇટ અમેરિકન વર્લ્ડ એરવેઝ (American World Airways) બોમ્બેથી ન્યુયોર્ક જતી હાઇજેક થઈ હતી. જેમાં અરજકર્તાની પત્ની તૃપ્તિ દલાલ નામની મહિલાનું પણ મોત થયું હતું. આ મામલે વીમા કંપનીએ (Insurance company) પરિવારને 20 કરોડનું વળતર ચૂકવ્યુ હતું પરંતુ તેમાં પણ આવકવેરા વિભાગે ટેક્સની માંગ કરતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.

આ પણ વાંચો: Advocate Association in Gujarat High Court: વકીલોને GST નોટિસ બાબતે ગુજરાત હાઇકોર્ટે વચગાળાનો મનાઇ હુકમ ફરમાવ્યો

ઉલ્લેખનીય છે કે આ એ જ ફ્લાઇટ હતી જેમાં એરહોસ્ટેસ નીરજા ભનોટ સહિત 50 વ્યક્તિઓની આતંકીઓએ હત્યા કરી હતી. ફ્લાઇટ જ્યારે કરાંચી એરપોર્ટ (Karachi Airport)પર લેન્ડ થઇ હતી ત્યારે આતંકવાદીઓ દ્વારા તેને હાઇજેક (Hijacked by terrorists)કરી લેવામાં આવી હતી. એટલું જ નહીં ફ્લાઇટના ક્રૂ અને પેસેન્જર સહિત કુલ 50 નિર્દોષ વ્યક્તિઓની આતંકીઓએ ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે હવે ગુજરાત હાઇકોર્ટ હવે એ મુદ્દાનો ફેંસલો કરશે કે આતંકી હુમલામાં મરનાર વ્યક્તિના સ્વજનને વળતર મળે તો શું ટેક્સ વિભાગ તેને કરપાત્ર આવક ગણીને ટેક્સ વસૂલ કરી શકે કે નહી? આ બાબતે આવકવેરા વિભાગને 14 માર્ચે જવાબ રજૂ કરવા હાઈર્કોટે નિર્દેશ કર્યો છે.

આ પણ વાંચો: PM Narendra Modi visits Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવકારને લઈને તડામાર તૈયારીઓ

Last Updated : Mar 8, 2022, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.