- લેખક અનિલ ચાવડાની નવલકથા રેન્ડિયર્સ લોકો સામે કરાઈ રજૂ
- લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વિવિધ આયામો પર ચર્ચા
- નવા સાહિત્યના જુદા પડતા રંગને લઈને ચર્ચા
અમદાવાદ: અમદાવાદ ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનો રવિવારથી પ્રારંભ થયો હતો. જેમાં લોકસાહિત્યકારોએ પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા. લક્ષ્મીશંકર બાજપાઈ, મમતા કિરણ, રવિ યાદવ, ડો.મનોજ અગ્રવાલ, ડોક્ટર હીરાલાલ, ઉમાશંકર યાદવ, ડોક્ટર એસ.કે.નડ્ડા, મોનાલીસા, રીન્કુ રાઠોડ, અભિષેક જૈન, ડોક્ટર શરદ ઠાકર, અનિલ ચાવડા સહિતના લોકો ફેસ્ટિવલમાં હાજર રહ્યા હતા.
લોકસાહિત્યની લોકપ્રિયતા અંગે કરી ચર્ચા
ગુજરાતી લોકસાહિત્યની લોકપ્રિયતા ધીમે-ધીમે ઘટી રહી છે જેને લઈને લોકસાહિત્યકારોએ લોક-જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. સાથે-સાથે લોકસાહિત્યકારોએ લખવામાં આવેલી નવલકથાઓ અને પુસ્તકો વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને વધુમાં વધુ લોકો વાંચે તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.