ETV Bharat / city

Hardik Patel in Viramgam: હાર્દિકના પિતાની પુણ્યતિથિના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓનો તો જમાવડો, શું ભાજપના નેતા આવશે... - Hardik Patel invites BJP Congress Leaders

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના પિતાની આજે (28 એપ્રિલે) પ્રથમ પુણ્યતિથિ (Hardik Patel Father Death Anniversary) છે. ત્યારે આજે તેમણે વિરમગામમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન (Hardik Patel's religious program in Viramgam) કર્યું છે. જોકે, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓને આમંત્રણ (Hardik Patel invites BJP Congress Leaders ) આપ્યું છે.

Hardik Patel in Viramgam: હાર્દિકના પિતાની પુણ્યતિથિના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓનો તો જમાવડો, શું ભાજપના નેતા આવશે...

author img

By

Published : Apr 28, 2022, 10:57 AM IST

Updated : Apr 28, 2022, 11:40 AM IST

અમદાવાદઃ વિરમગામ ખાતે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પિતાની પ્રથમ પુણ્યતિથિ (Hardik Patel Father Death Anniversary) નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન (Hardik Patel's religious program in Viramgam) કર્યું છે. હાર્દિકે ભાજપ અને કોંગ્રેસના નેતાઓને આમંત્રણ (Hardik Patel invites BJP Congress Leaders) આપ્યું હતું. જો ભાજપના નેતાઓ આ કાર્યક્રમમાં આવશે તો વિરમગામ આજે રાજકારણનું કેન્દ્ર બિન્દુ બનશે. જોકે, આ કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ બપોરે ઉપસ્થિત રહેશે. જોકે, અત્યારે આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, ધારાસભ્ય નૌશાદ સોલંકી, તૂષાર ચૌધરી, ધારાસભ્ય લાખા ભરવાડ, ધારાસભ્ય ભરતજી ઠાકોર અને રોહન ગુપ્તા સહિતના નેતાઓ પહોંચ્યા છે.

વિરમગામમાં હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન

ટૂંક સમયમાં ભાજપમાં પટેલનો 'હાર્દિક' પ્રવેશ થાય તેવી શક્યતા - હાર્દિક પટેલે એક તરફ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ સહિત ભાજપના નેતાઓને (Hardik Patel Father Death Anniversary) આમંત્રણ આપ્યું છે. ને બીજી તરફ તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ ચારે તરફ ચાલી રહી છે. હાર્દિક પટેલની ભાજપમાં એન્ટ્રીને લઈને ભાજપના નેતાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. આ બધાની વચ્ચે એક એવા સમાચાર મળ્યા છે, જેના પરથી સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે, હાર્દિક ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તો નવાઈ નહીં.

આ પણ વાંચો- Hardik Patel Case : હાર્દિક પટેલના કેસ પરત લેવડાવવા સરકારે હવે ખાવા પડશે સેશન્સ કોર્ટના ધક્કા

હાર્દિક ભાજપના વખાણ કરી ચૂક્યા છે- આ પહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અનેક વખત ભાજપના વખાણ કરી ચૂક્યા છે. સાથે જ તેમણે તાજેતરમાં દિલ્હીના ભાજપના નેતાઓ સાથે બેઠક કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. એટલે હાર્દિક પટેલ ભાજપનો ખેસ ધારણ કરે તેવી પૂરેપૂરી (Hardik Patel invites BJP Congress Leaders) શક્યતા છે.

આ પણ વાંચો- આશા રાખું છું કે હું કોંગ્રેસમાં જ રહીશ.... હાર્દિક પટેલે શા માટે આવું કહેવું પડ્યું, જાણો

BJPના સિનિયર નેતાઓમાં હાર્દિકને લઈને નારાજગી- જોકે એક વાત એવી પણ છે કે, ભાજપના સિનિયર નેતાઓમાં હાર્દિકને લઈને નારાજ છે. ભાજપના એક સિનિયર નેતાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને હાર્દિકથી કોઈ ફાયદો ન દેખાતા કોંગ્રેસે તેનાથી કિનારો કરી લીધો છે. બીજી તરફ હાર્દિક પટેલે પોતાનું વ્હોટ્સએપ DP ચેન્જ કરી નાખતા રાજકીય ગુજરાત કોંગ્રેસમાં ભારે હડકંપ મચી ગયો છે. આ સાથે ગુજરાતના રાજકારણમાં હાર્દિક પટેલ કોંગ્રેસનો સાથ છોડી રહ્યો છે તેવી અટકળો (Hardik Patel invites BJP Congress Leaders) પણ વધુ તેજ બની છે.

Last Updated : Apr 28, 2022, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.