ETV Bharat / city

રથયાત્રાને ધ્યાનમાં રાખી આજે 200 પોલીસકર્મીએ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું

author img

By

Published : Jun 17, 2021, 3:43 PM IST

અમદાવાદમાં 144મી રથયાત્રા માટે તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે પોલીસે પણ તૈયારીમાં લાગી છે. અમદાવાદ પોલીસે આજે વિવિધ વિસ્તારમાં રથયાત્રા પહેલા ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.

રથયાત્રાને ધ્યાનમાં રાખી આજે 200 પોલીસકર્મીએ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું
રથયાત્રાને ધ્યાનમાં રાખી આજે 200 પોલીસકર્મીએ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું
  • અમદાવાદમાં 144મી રથયાત્રાની તૈયારી શરૂ
  • પોલીસે વિવિધ વિસ્તારમાં કર્યું ફૂટ પેટ્રોલિંગ
  • SRPની ટુકડીને સાથે રાખી 200 પોલીસકર્મીઓએ કર્યું પેટ્રોલિંગ

અમદાવાદઃ શહેરમાં આવતા મહિને જુલાઈમાં યોજાનારી રથયાત્રાને ધ્યાનમાં રાખી પોલીસે બંદોબસ્ત માટેની તમામ પ્રકારની તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે આજે પોલીસના જવાનોએ વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતં. પોલીસે એસઆરપીની ટુકડીને સાથે રાખી 200 જેટલા પોલીસકર્મીઓની સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.

આ પણ વાંચો- રથયાત્રા યોજવા અમદાવાદ પોલીસ કમિશ્નરની મંજૂરીની કરાઇ માગ

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ધાબાનું ચેકિંગ પણ કરી રહી છે

જોકે, રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ રથયાત્રા યોજાશે કે નહીં તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ પોલીસે અગાઉથી જ તૈયારી શરૂ કરી દીધી છે. આજે 200 પોલીસકર્મીઓએ ભેગા મળીને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસની સાથે એસઆરપીના જવાનો પણ હતા. આ સાથે પોલીસ સંવેદનશીલ વિસ્તારમાં દિવસમાં 2થી 3 વખત ફૂટ પેટ્રોલિંગ કરી ધાબા ચેકિંગ પણ કરી રહી છે.
આ પણ વાંચો- Jagannath Rathyatra : જુઓ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની વિશેષ ઝાંખી

અંતિમ ઘડીએ રથયાત્રાનો જે નિર્ણય આવશે, પરંતુ પોલીસ તૈયાર છે

અંતિમ ઘડીએ જ્યારે રથયાત્રાનો જે પણ નિર્ણય આવે ત્યારે પોલીસ એલર્ટ રહેવી જોઈએ તે બાબતનો વિચાર કરીને શહેર પોલીસ રથયાત્રા નીકળવાની જ છે. તેમ માનીને હાલ તમામ પ્રકારની કામગીરી કરી રહી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.