ETV Bharat / city

અમદાવાદ: 100થી વધુ ટેકનીકથી થાય છે સાયબર ક્રાઈમ, 2020માં 160થી વધુ ગુના નોંધાયા - Cyber Crime Cell

ટેકનોલોજીનો વ્યાપ વધતા સાયબર ક્રાઈમનો વ્યાપ પણ વધ્યો છે. રોજ અલગ-અલગ પ્રકારે અનેક લોકો સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. ત્યારે અમદાવાદના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જ 160થી વધુ ગુના વર્ષ દરમિયાન નોંધાયા છે.

100થી વધુ ટેકનીકથી થાય છે સાયબર ક્રાઈમ
100થી વધુ ટેકનીકથી થાય છે સાયબર ક્રાઈમ
author img

By

Published : Dec 28, 2020, 9:16 PM IST

  • ટેકનોલોજીનો વ્યાપ વધતા સાયબર ક્રાઈમમાં પણ વધારો
  • 100થી વધુ ટેક્નિકથી થાય છે સાયબર ક્રાઈમ
  • વર્ષ દરમિયાન 160થી વધુ ગુના નોંધાયા
  • 2200 મહિલાઓનું કરાયું કાઉન્સેલિંગ

અમદાવાદઃ ટેકનોલોજીનો વ્યાપ વધવાની સાથે સાથે સાયબર ક્રાઈમ પણ વધી રહ્યા છે. ત્યારે દિવસ જતા સાયબર ક્રાઈમની ટેકનીક પણ બદલાય છે. એક જ સરખી મોરસ ઓપરેન્ડી દ્વારા ગઠિયા જ્યારે ગુનાને અંજામ આપે છે, ત્યારે પકડાઈ જવાનો ડર રહે છે, જેના કારણે નવી-નવી ટેક્નિક દ્વારા સાયબર ક્રાઈમ કરે છે. 100થી પણ વધુ ટેકનીકથી સાયબર ક્રાઈમ થાય છે.

સાયબર ક્રાઇમ સેલ
સાયબર ક્રાઇમ સેલ

કેવા પ્રકારના ગુના વધુ નોંધાયા?

અમદાવાદના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જ 160થી વધુ ગુના વર્ષ દરમિયાન નોંધાયા છે, જ્યારે 700થી વધુ અરજીઓ મળી છે. વૉટસએપ હેક થવું અને ત્યારબાદ મિત્ર વર્તુળનું પણ વૉટસએપ હેક થવું, ગૂગલ પર જ્યારે કસ્ટમ કેર હેલ્પલાઈનમાં કોલ કરવામાં આવે, ત્યારે ફ્રોડ થવું, PAYTM KYCના બહાને છેતરપિંડી, OLX પરથી શોપિંગ કરતા છેતરપિંડી જેવા ગુના વધુ નોંધાયા છે.

ટેકનોલોજીનો વ્યાપ વધતા સાયબર ક્રાઈમમાં પણ વધારો

મહિલા સાથેના ગુના પણ વધુ નોંધાયા

મહિલાઓના એકાઉન્ટ હેક કરીને લોકોને બીભત્સ મેસેજ કરવા, મહિલાઓના ફેક એકાઉન્ટ બનાવી બીભત્સ પોસ્ટ મુકવી, મહિલાઓ સાથે મિત્રતા કેળવી બીભત્સ માંગણી અને બ્લેકમેલ કરવા જેવા ગુનાઓ પણ નોંધાયા છે.

સાયબર ક્રાઈમ સામે સાયબર સેલની કામગીરી?

વધી રહેલા સાયબર ક્રાઈમને લઈને સાયબર સેલની ટીમ પણ એલર્ટ થઈ છે. અત્યાર સુધી 2200 મહિલાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પણ સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધવાની શરૂ કરાઇ છે. ઉપરાંત પોલીસ સ્ટેશનના કર્મીઓને સાયબર ક્રાઈમ સેલ દ્વારા તાલીમ આપવાની શરૂ કરાઇ છે. જેથી ગુનાનું નિવારણ પોલીસ સ્ટેશનમાં થઈ શકશે.

સાયબર ક્રાઈમ સેલના DCP અમિત વસાવાએ નાગરિકોને અપીલ પણ કરી છે કે, જ્યારે કોઈ વ્યક્તિ સાયબર ક્રાઈમનો ભોગ બને ત્યારે તરત જ 100 નંબર પર ફોન કરવો અને મદદ મેળવવી, ઉપરાંત સમયાંતરે પાસવર્ડ બદલવા, OTP કોઈની સાથે શેર ના કરવા જેવી બાબતોનું ધ્યાન રાખવું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.