ETV Bharat / city

પાટડીના ખારાઘોડા રણમાં કેનાલનું પાણી ફરી વળતા અગરિયાઓને મોટુ નુકસાન - ગુજરાત

પાટડી તરફ ખારાઘોડા રણમાં છેલ્લા બે મહિનાથી 60 કિલોમીટર નર્મદા કેનાલનું પાણી મીઠાના પાટા ઉપર ફરી વળતાં અગરિયાઓને ભારે નુકસાન વેઠવાનો સમય આવ્યો છે, તેના વિરોધ સાથે અગરિયાઓએ હુંકાર કર્યો હતો કે, આગામી પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે.

Patdi
Patdi
author img

By

Published : Feb 6, 2021, 10:50 PM IST

  • બે મહિનાથી 70 કિલોમીટર નર્મદા કેનાલનું પાણી મીઠાના પાટા ઉપર ફરી વળ્યું
  • મીઠાંના પાટા પર પાણી ફરી વળતા અગરિયાઓને મોટુ નુકસાન
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

સુરેન્દ્રનગર: પાટડીના ખારાઘોડાના રણમાં પાણી ફરી વળતા અગરિયાઓને મોટુ નુકસાન થયું છે. છેલ્લા બે માસથી અવિરત નર્મદા કેનાલનું પાણી વહેતા ખારાઘોડાથી ધાંગધ્રા ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચ્યું છે. આ બાબતે વારંવાર નર્મદા વિભાગ તેમજ સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવાતા નથી. પાટડી ખારાઘોડા રણમાં અંદાજીત છેલ્લા 13 વર્ષથી નર્મદા કેનાલના ઓવરફ્લો થયેલા પાણી ફરી વળે છે, જેને કારણે અગરિયાઓને ખૂબ જ મોટું નુકસાન વેઠવું પડે છે. આ બાબતે વારંવાર નર્મદા વિભાગ તેમજ સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર આડા કાન કરી રહ્યું છે. અગરિયાઓનો અવાજ જાડી ચામડીના અધિકારીને સંભળાતો ન હોય તેવું લાગી રહ્યું છે.

ખારાઘોડા રણમાં કેનાલનું પાણી ફરી વળતા અગરિયાઓને મોટુ નુકસાન

2017માં પણ નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓને મોટુ નુકસાન થયું હતું

2017માં નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓને નુકસાન થતા, અગરિયા હિત રક્ષક મંચ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા અગરિયાઓને થયેલા નુકસાન બાબતે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 136 અગરિયાઓને થયેલા નુકસાનના ફોર્મ ભર્યા હતા જે બાબતે અગરિયાઓને વળતર માટે સરકાર દ્વારા 90 લાખ જેટલી રકમ ફાળવવામાં આવી હતી, પરંતુ તે રકમનો આજદિન સુધી અગરિયાઓને એક પણ પૈસો મળ્યો નથી, તેમ અગરિયા હિત રક્ષક મંચના જિલ્લા કૉ. ભરતભાઈ સોમેરાએ જણાવ્યું હતું.

સરદાર સરોવર નિગમના સચિવ અને તેમનો કાફલો ગાંધીનગરથી રણમાં દોડી આવ્યા

છેલ્લા બે માસથી રણમાં પાણી ભરાયેલા છે, આ બાબતે રજૂઆત કરાતા સરદાર સરોવર નિગમના સચિવ રણમાં આવ્યા, પરંતુ પાણી બંધ કરવા બાબતે કોઇ કાર્યવાહી ન કરાતા રણવિસ્તારમાં 60 કિલોમીટર જેટલા વિસ્તારમાં પાણી ફરી વળતા અગરિયાના મીઠાંના પાટા પાણીમાં ડૂબી જવાથી અગરિયાઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પાણી ફરી વળતાં મીઠું ધોવાઈ જતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, પરંતુ અહીંના સ્થાનિક નેતાઓ આગેવાનો કે સરકારી તંત્રને આ ગરીબ અગરિયાઓએ અનેક વાર રજુઆતો કરવા છતા સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઇ

અગરીયાઓએ અવાર નવાર રજૂઆત કરવા છતાં તેમનો પ્રશ્ન હલ થયો નથી અને અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેથી નાછૂટકે તેમને હાલમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ પાણી તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો અગરિયા સમુદાય ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરશે તેમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.