ETV Bharat / city

અમદાવાદ ગ્રામ્યમાં પાછલા 56 દિવસથી કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી - Corona Positive

પાછલાં કેટલાક સમયથી રાજ્યમાં કોરોનાથી દરરોજ 10 થી 12 દર્દીઓના મોત નીપજી રહ્યાં છે ત્યારે અમદાવાદ ગ્રામ્યમાં પાછલા 56 દિવસથી કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. અમદાવાદ શહેરને બાદ કરતાં જિલ્લાના તમામ ગામડાઓમાં 20મી જુલાઈ બાદ કોઈપણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી.

અમદાવાદ ગ્રામ્યમાં પાછલા 56 દિવસથી કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી

author img

By

Published : Sep 16, 2020, 1:44 PM IST

અમદાવાદઃ અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 2088 પર પહોંચ્યો છે ત્યારે પાછલા 56 દિવસથી કોરોનાને લીધે એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાથી મૃત્યુઆંક માત્ર 3 ટકા જ છે. અમદાવાદ ગ્રામ્યમાંના કુલ કેસ પૈકી 45 ટકા કેસ માત્ર ધોળકા અને સાણંદ તાલુકામાં નોંધાયા છે.

અમદાવાદ ગ્રામ્યમાં પાછલા 56 દિવસથી કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી
અમદાવાદ ગ્રામ્યમાં પાછલા 56 દિવસથી કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી
અમદાવાદ ગ્રામ્યમાં પાછલા 56 દિવસથી કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી
અમદાવાદ ગ્રામ્યમાં કેટલીક હદ સુધી કોરોના પર નિયંત્રણ મેળવવામાં તંત્રને સફળતા મળી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ ગ્રામ્યમાં 14મી સપ્ટેમ્બર સુધી કોરોના પોઝિટિવ નોંધાયેલા કુલ કેસની સંખ્યા 2088 છે, જોકે એ પૈકી માત્ર 81 કેસ જ હાલ એક્ટિવ છે. એટલે સંક્રમણ ફેલતો અટકી રહ્યું હોય તેમ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. જોકે હજી પણ દરરોજ નવા પોઝિટિવ કેસ પણ સામે આવી રહ્યાં છે.અમદાવાદ ગ્રામ્યમાં અત્યાર સુધી 1947 દર્દીઓને એટલે કે લગભગ 93 ટકા દર્દીઓએ સારવાર લઈ કોરોનાને માત આપી છે. અમદાવાદ ગ્રામ્યમાં 14મી સપ્ટેમ્બર સુધીમાં માત્ર 58 દર્દીઓના જ કોરોનાથી મોત નીપજ્યાં છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા સેનિટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવે છે, જે પૈકી 2423 ગામના કુલ 5.10 લાખ જેટલા ઘરોને જંતુમુક્ત કરવામાં આવ્યાં છે.અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે. જેમાં દરરોજ ઘરે ડોટ ટૂ ડોર સર્વે પણ કરવામાં આવી રહ્યું છે.. હાલ 2569 લોકોને હોમ- ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં આવતી તમામ 8 ચેક પોસ્ટ પર લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવે છે જે પૈકી અત્યાર સુધીમાં 1.95 લાખ લોકોનું સ્ક્રીનિગ કરવામાં આવ્યું છે અને 28 દર્દીઓ શંકાસ્પદ લાગતા નજીકની સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.અમદાવાદ ગ્રામ્યના દેત્રોજ અને ધોલેરામાં સૌથી ઓછા કુલ 49 અને 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે. આ સિવાય બાવળા- 247, દસક્રોઈ - 313, ધંધુકા - 181 અને વિરમગામમાં 239 કેસ કોરોના પોઝિટિવ નોંધાઈ ચૂક્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.