ETV Bharat / city

અમદાવાદ: ટેન્ડરના નાણા રીફંડ અપાવવાના બહાને પિતા-પુત્રએ 7 લાખથી વધુની છેતરપીંડી કરી - gujarat

અમદાવાદના યુવકે ભૂસ્તર અને ખનીજ વિભાગની ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બાદમાં ટેન્ડર ન મળતા ટેન્ડર માટે ભરેલી રકમ પરત લેવા અરજી કરી હતી, ત્યારે ભરેલી રકમ પરત અપાવવાનું કહીને પિતા-પુત્રએ છેતરપીંડી કરી હતી. જે મામલે પોલીસે બંનેની ધરપકડ કરી છે.

Ahmedabad news
Ahmedabad news
author img

By

Published : Feb 4, 2021, 11:00 PM IST

  • ટેન્ડરના નાંણા પરત આપવાનું કહીને કરી છેતરપીંડી
  • ફરિયાદીની જગ્યાએ આરોપીએ પોતાનો નંબર આપી દીધો
  • સાયબર ક્રાઈમેં પિતા પુત્રની કરી ધરપકડ
  • કેવી રીતે થઇ છેતરપીંડી?

અમદાવાદ: જિલ્લાના ફરિયાદી અભિષેકે વર્ષ 2019માં ભૂસ્તર અને ખનીજ વિભાગમાં ટેન્ડર ભર્યું હતું. પરંતુ ટેન્ડર ન મળતા તેમને ટેન્ડર માટે ભરેલ રકમ પરત લેવા માટે અરજી કરી હતી, છતાં તેમની રકમ રીફંડ મળી નહોતી. તે દરમિયાન ફરિયાદીનો સંપર્ક થયો હતો, ત્યારે આરોપીએ ફરિયાદીને રીફંડ પરત અપાવવાનું જણાવ્યું હતું. બાદમાં રીફંડ રકમ માટે આરોપીને પોતાના બેન્કની વિગત આપી હતી. બાદમાં રીફંડના 7,15,057 રૂપિયા પોતાના એકાઉન્ટમાં લઈને છેતરપીંડી આચરી હતી.

અમદાવાદમાં પિતા-પુત્રએ 7 લાખની છેતરપીંડી કરી

અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા હોવાની શક્યતા

સમગ્ર મામલે જાણ થતા ફરિયાદીએ ફરિયાદ નોધાવતા સાયબર ક્રાઈમેં તપાસ કરીને ભૂપત સવાણી અને તેના પુત્ર બ્રિજેશ સવાણીની ધરપકડ કરી છે. બંને આરોપી સાથે અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા હોવાની શક્યતા છે, જેના કારણે સાયબર ક્રાઈમેં તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.