અમદાવાદઃ ઉલ્લેખનીય છે કે વિપક્ષના ધારાસભ્ય ખેડાવાલાએ વિધાનસભાના સત્ર માટે કરાવેલા ટેસ્ટને અયોગ્ય ગણી બહાર મોકલી દેવાતાં ઇમરાન ખેડાવાળાએ આ મુદ્દો વિધાનસભામાં રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઇમરાન ખેડાવાળા બોર્ડ રૂમમાં આવ્યાં કે કહેવામાં આવ્યું કે તમે ટેસ્ટ કરાવ્યો ન હોવાથી બોર્ડમાં બેસી શકશો નહી.
વિધાનસભામાં માન્ય કોરોના રીપોર્ટ AMCને માન્ય નહીં! ઈમરાન ખેડાવાલાનો રીપોર્ટ અમાન્ય કરી સભામાંથી બહાર તગેડ્યાં વિપક્ષના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ વિધાનસભા સત્ર માટે કરાવેલ ટેસ્ટનો રિપોર્ટ બતાવ્યો પણ તે માન્ય રાખવામાં આવ્યો નહીં. ત્યારે આ અંગે કોર્પોરેટરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે વિધાનસભા રિપોર્ટ માન્ય ગણતી હોય અને વિધાનસભામાં બેસવાની મંજૂરી હોય તો કોર્પોરેશન બોર્ડમાં કેમ નહીં? મેયરનું આ પ્રકારનું વર્તન યોગ્ય નથી.વિધાનસભામાં માન્ય કોરોના રિપોર્ટ AMCને માન્ય નહીં