અમદાવાદઃ રેલવે કર્મચારી યુનિયનના આગેવાનો કહેવું છે કે, આ બોનસ તેઓ ચાલુ વર્ષનું નથી માગી રહ્યાં. તેઓ વર્ષ 2019-20નું બોનસ માગી રહ્યાં છે. રેલવે કોરોના વાઇરસનું નામ આપીને અત્યારે કર્મચારીઓને બોનસ આપી નથી રહ્યું, પરંતુ તે વખતે કોરોના વાઇરસ નહોતો. જો રેલવે બોનસ આપશે તો લોકડાઉનમાં રેલવે કર્મચારીઓએ કરેલી પ્રશંસનીય કામગીરી બદલ કર્મચારીઓનો ઉત્સાહ વધશે. ઉપરાંત તહેવારોમાં કર્મચારીઓને બોનસ મળતાં તેઓ પણ ખરીદી કરી શકશે, અને પરિણામે આ મંદીમાં બજારમાં પૈસા ફરતાં થશે.
રેલવે કોરોનાવાયરસનો હવાલો આપીને અત્યારે કર્મચારીઓને બોનસ આપી નથી રહ્યું બજારમાં ફરીથી તેજી લાવવા નાણાંપ્રધાન નિર્મલા સીતારામને જાહેરાત કરી હતી કે, કેન્દ્રીય કર્મચારીઓને 30 હજાર કે તેથી વધુની ખરીદી માટે 10 હજાર રૂપિયાનો ઉપાડ આપવામાં આવશે. તે વિશે કેન્દ્રીય કર્મચારીઓએ કહ્યું હતું કે, જો રેલવેના કર્મચારીઓને બોનસ આપવામાં આવ્યું હોત તો ઉપાડની જરૂરત જ નથી રહેતી. એમ પણ આ સ્કીમ તો ચાલુ જ હતી અને કર્મચારીઓ પોતાના પગારમાંથી દર મહિને હપ્તા કપાવી લેતાં હતાં, એટલે સરકારે આ પગલું મોડું ભર્યું છે.
બોનસ તેઓ ચાલુ વર્ષનું નથી માગી રહ્યાં. તેઓ વર્ષ 2019-20 નું બોનસ માગી રહ્યાં છે રેલવેમાં જ્યારે એક તરફ ખાનગીકરણ આવી રહ્યું છે, ત્યારે તેનો વિરોધ રેલ કર્મચારીઓએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અત્યારે સામાન્ય માણસો સલામત રીતે પ્રવાસ માટે રેલવેનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યાં છે. ફક્ત રેલવે જ એક એવું માધ્યમ છે કે જે, નજીવા ભાડામાં આરામદાયક પ્રવાસ કરાવે છે. જો ખાનગીકરણ થશે તો અવનવી સુવિધાઓના નામે ભાડા વધારવામાં આવશે. પરિણામે સૌથી વધુ નુકસાન દેશની સામાન્ય જનતાને થશે.
રેલવે કર્મચારી સંગઠનોએ માગ કરી છે કે રેલ કર્મચારીઓને બોનસ આપવામાં આવે રેલવે કર્મચારીઓએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે, જો તેમને ગયા વર્ષનું બોનસ આપવામાં નહીં આવે તો તેઓ આંદોલન કરશે.