- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર
- જુહાપુરા વોર્ડમાં છે અનેક સમસ્યા
- ગટર, પીવાના પાણી, સારા રસ્તા સહિતની અછત
અમદાવાદઃ શહેરના જુહાપુરા એવો વોર્ડમાં સૌથી વધુ માઈનોરિટી લોકો રહે છે. જેને ધ્યાનમાં રાખીને તમામ વિકાસના કાર્યો કરવામાં આવતા હોય છે, પરંતુ ગત 5 વર્ષ દરમિયાન તે વિસ્તારના કાઉન્સિલર દ્વારા સ્થાનિકોને સારા રસ્તા, પીવાના શુદ્ધ પાણી સાથે જ ગટર સહિતની અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
કરેલા વાયદાઓ પૂર્ણ કરવામાં તંત્ર નિષ્ફળ
ચૂંટણી આવતાની સાથે જ તમામ પક્ષોના ઉમેદવારો પોતાનો મત જીતવા માટે મતદારોને રિઝવવા માટે અનેક વાયદાઓ કરતા હોય છે, પરંતુ આ વાયદાઓ પૂરા કરવા માટે ક્યાંક કાઉન્સિલરની મહેનત ઓછી પડી જાય છે. તો ક્યાંક કાઉન્સિલરો કરેલા વાયદાઓ પૂર્ણ કરવામાં પણ નિષ્ફળ રહ્યા છે.
જુહાપુર વોર્ડના કાઉન્સિલરોના નામ
- સુહાના મન્સૂરી
- રોશન વોરા
- સમીર પઠાણ
- હાજી મીરજા
આરોગ્ય કેન્દ્ર, લાયબ્રેરી અને બગીચાની સ્થાનિકોની છે માગણી
ગત ઘણા સમયથી જુહાપુરાના સ્થાનિકો જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તેનો અંત આવે અને તેમની વિસ્તારમાં ખરાબ રસ્તા, લાયબ્રેરી, બગીચો સાથે જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા મળે તે માટે જુહાપુરા વિસ્તારમાં સ્થાનિકો આગામી 5 વર્ષમાં તેમની તમામ જરૂરિયાતો પૂર્ણ થાય તે માટે સારા પ્રતિનિધિઓની માંગણી કરી રહ્યા છે.