- જ્વાલા ગુટ્ટા બની અમદાવાદની મહેમાન
- FICCI - Young Ficci Ladies Organization યુવા મહિલા પાંખ સાથે કરી વાતચીત
- ખેલાડીઓને સપોર્ટ કરવા કરી અપીલ
ભારતની અગ્રણી મહિલા રમતવીર અને બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટા અમદાવાદની મુલાકાતે હતી. જવાલા ગુટ્ટા એક સમયે વિશ્વમાં બેડમિન્ટનમાં છઠ્ઠો ક્રમાંક ધરાવતી હતી. 2010 કોમનવેલ્થમાં તેને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. હાલ તે પોતાની એકેડેમીમા કોચ તરીકે સેવા આપી રહી છે. ફિક્કી - Young Ficci Ladies Organization દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં યુવા મહિલાઓ સાથે તેણે સંવાદ કર્યો હતો. તેમાં તેણીએ યુવા મહિલાઓને રમત તેમજ બિઝનેસમાં આગળ વધવા સૂચનો આપ્યા હતા અને પોતાના જીવનના અનુભવો જણાવ્યા હતા. જ્વાલા ગુટ્ટાએ ETV Bharat સાથે રૂબરૂ વાત કરી હતી.
1. ટોક્યો ઓલિમ્પિકમાં ભારત 07 મેડલ જીત્યું છે. આપની શું પ્રતિક્રિયા રહેશે ?
જવાબ: તે ખૂબ જ સારી બાબત છે. પરંતું આપણે આના કરતાં વધુ સારૂ પ્રદર્શન કરી શકીએ છીએ.
2. ટોક્યો ઓલિમ્પિકમાં પી.વી.સિંધુ બેડમિન્ટનમાં દેશ માટે મેડલ લાવી છે. બેડમિન્ટન પ્લેયર તરીકે આપની પ્રતિક્રિયા ?
જવાબ: તેનાથી ટોક્યો ઓલિમ્પિકમાં મેડલની આશા હતી જ. તેણે આશા પ્રમાણે ખૂબ સારુ પ્રદર્શન કર્યું છે.
3. ઓરિસ્સા સરકારે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર હોકી ટીમના ખેલાડીઓ , સહકર્મીઓને ઇનામ જાહેર કર્યું છે. હોકી ટીમને આગળ 10 વર્ષ સુધી સ્પોન્સર પણ કરશે. આપ આ વિશે શું કહેશો ?
જવાબ: તે ખૂબ સારુ ઉદાહરણ છે. રમત અને રમતવીરોને આગળ લાવવા સરકાર તેમજ ખાનગી સંસ્થાઓએ આગળ આવવું જોઈએ. સરકારે ખેલાડીઓને સપોર્ટ કરવો જ જોઈએ. જો ભારતીય ખેલાડીઓને યોગ્ય સપોર્ટ મળે, તો તેઓ મેડલ જીતી શકે છે.
જવાબ: સીસ્ટમમાં સુધાર જરૂરી છે. આપણી પાસે સારૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. પરંતુ તેનો વપરાશ થઈ શકતો નથી.
5. પી.વી.સિંધુએ મેડલ જીતવા જ નહીં, પણ સીસ્ટમ સામે પણ જીતવા પણ રમવું પડશે. તેવા આપના જુના ટ્વીટનો શુ મતલબ હતો ?
જવાબ: સ્પોર્ટ્સના વિકાસ માટે પાયાના સ્તરે સુધાર થાય તે જરૂરી છે. કોઈ પણ નવા ખેલાડીને શરૂઆતમાં સપોર્ટની અત્યંત જરૂર હોય છે. જે તેને મળતો નથી. તે જ્યારે જીતે છે અને મેડલ લાવે છે, ત્યારે જ તેની કદર થાય છે.
06. આપનો કારકિર્દીના સફર કેવો રહ્યો ?
જવાબ: ઘણી તકલીફો પડી છે. પણ જો જ્વાલા ગુટ્ટા સંઘર્ષ કરી શકતી હોય અને આગળ આવી શક્તિ હોય, તો કોઈ પણ વ્યક્તિ તેમ કરી શકે છે. આ માટે યોગ્ય સપોર્ટ જરૂરી છે. 'હું વિશ્વ રેન્ક 06 રહી હતી જો મને યોગ્ય સપોર્ટ મળ્યો હોત તો હું ન.01 પર હોત.'
07. આપના પરદાદા ગાંધીવાદી હતા, આજે આપ ગાંધીની જન્મભૂમિ ગુજરાત પર છો. કેવુ અનુભવી રહ્યા છો ?
જવાબ: મારા પરદાદા ગાંધીવાદી હતા. હું પહેલા પણ અમદાવાદ આવી ચૂકી છુ. કોરોના ન હોત તો વધુ સારૂ થાત.
08. એક ખેલાડીએ આગળ વધવા શુ જોઈએ ?
જવાબ: ખેલાડી પ્રોફેશનલ્સ હોવા જોઈએ. યોગ્ય ન્યુટ્રીશન લેવું જોઈએ. યોગ્ય ફિઝિયો અને ટ્રેનર હોવા જોઈએ. સાયન્ટિફિક એટીત્યુડ વાળા કોચ જોઈએ.
09. રમતમાં યુવતીઓ કેવી રીતે આગળ આવી શકે ? તમારા કપડાને લઈને વિવાદ થયો હતો. શુ કહેશો ?
જવાબ: કોઈ પણ વ્યક્તિનું ખાનગી જીવન હોય છે. જે પબ્લિકનો ભાગ નથી. યુવતીઓએ રમતના ક્ષેત્રમાં આગળ વધવા ફક્ત રમત પર ફોકસ રાખવું જોઇએ. પિતૃસત્તાત્મક વિચારસરણીમાંથી આગળ નીકળવું જરૂરી છે. રમતમાં પ્રોફેશનલ્સ વર્તણુક રાખવી જોઈએ. મહિલાઓ પ્રત્યે સમાજે પોતાના વિચાર બદલવા પડશે.
10. આપની આટલી મેચોમાં કઇ ટીમ સામે રમવું વધુ મુશ્કેલ સાબિત થયુ છે ?
જવાબ: દરેક પ્રતિસ્પર્ધી સામે રમવું મુશ્કેલ જ હોય છે. કોઈ પણ પ્રતિસ્પર્ધીને ઓછો આંકવો જોઈએ નહીં.
11. બેડમિન્ટનમાં 'ડબલ્સ' નું મહત્વ ઘટી રહ્યું છે ?
જવાબ: ડબલ્સની રમતને મહત્વ આપવુ જરૂરી છે. આપણી વિચારસરણીમાં બદલાવ જરૂરી છે. ડબલ્સ રમાવું જ જોઈએ.